નિમ્નલિખિત લેખ, 3 મહીના અને 2010 વષમા પુરાણા ભંડાર જોડવામા આવેલ છે.
|
આના લેખક છે GSNEWS
|
|
શુક્રવાર, 12 માર્ચ 2010 |
(પીટીઆઇ) લાહોર, તા.૧૨
પાકિસ્તાન આજે ફરીએક વખત ભીષણ આત્મઘાતી હુમલાથી ખળભળી ઉઠયું હતું.
લાહોરમાં ભારે સુરક્ષા બંદોબસ્ત ધરાવતા કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં
પેટ્રોલીંગ કરી રહેલી સૈન્યની ટુકડીને નિશાન બનાવીને કરવામાં આવેલા ટ્વીન
આત્મઘાતી હુમલામાં ૪૫લોકો માર્યા ગયા હતા તથા અન્ય ૧૦૦ને ઇજાઓ પહોંચી હતી.
મૃતકોમાં ૧૦ સૈનિકો સામેલ છે. સૈન્યના વાહનને નિશાન બનાવીને વિસ્ફોટ કરનાર
બન્ને આત્મઘાતી બોમ્બરોની વય માત્ર ૧૭ અને ૨૦ વર્ષની હતી. પાકિસ્તાનના
તહેરીક-એ-તાલિબાન સંગઠને બન્ને વિસ્ફોટોની જવાબદારી સ્વીકારી હતી.
|
|
વધુ વાંચો...
|
|
આના લેખક છે GSNEWS
|
|
ગુરુવાર, 11 માર્ચ 2010 |
|
લગ્નજીવનના માત્ર બે વર્ષ પછી
(પી.ટી.આઇ.) લંડન, તા. ૧૧
દુનિયાભરમાં ચર્ચા જગાવનારું દંપતી ફ્રાંસના પ્રમુખ નિકોલસ સારકોઝી અને
તેમના પત્ની કાર્લા બુ્રની હવે તેમના લગ્નેતર સંબંધોના અહેવાલોને પગલે
ફરીથી ચર્ચાના ચકડોળે ચડયા છે. ફ્રાંસના પ્રથમ મહિલા બુ્રનીએ તાજેતરમાં જ
એવો દાવો કર્યો હતો કે તેમનું લગ્નજીવન કેટલું 'ટકશે' તે અંગે હવે તેમને
કોઈ ખાતરી નથી. બીજી બાજુ સરકોઝી અને બુ્રની હવે નવી વ્યક્તિમાં 'પ્રેમ'
શોધી રહ્યા હોવાની અટકળો પણ ચાલી રહી છે.
|
|
વધુ વાંચો...
|
|
આના લેખક છે GSNEWS
|
|
બુધવાર, 10 માર્ચ 2010 |
|
(પીટીઆઇ) ફ્લોરિડા, તા.૧૦
પશ્ચિમી દેશોના વિજ્ઞાાનીઓએ પપૈયામાં કેન્સર વિરોધી તત્વો હોવાનું
સ્વીકાર્યું છે. યુનિવર્સિટી ઑફ ફ્લોરિડાના વિજ્ઞાાનીઓએ દાવો કર્યો હતો કે
શરીરમાં કેન્સરના કોષોનો વિકાસ પપૈયાને કારણે અટકતો હોવાનું લેબોરેટરીમાં
પુરવાર થયું છે, વિજ્ઞાાનીઓના મતે પપૈયાને કારણે શરીરમાં કેન્સરના કોષોનો
વિકાસ અટકાવતા મોલેક્યુલનું ઉત્પાદન વધી જાય છે.
|
|
વધુ વાંચો...
|
|
આના લેખક છે GSNEWS
|
|
મંગળવાર, 09 માર્ચ 2010 |
|
(પીટીઆઇ) ન્યુયોર્ક,
એશિયાની સૌથી શક્તિશાળી આઠ મહિલાઓની સીએનએને જાહેર કરેલી યાદીમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, પેપ્સીકોના ભારતીય મૂળના વડા ઇન્દ્રા નૂયી અને આઇસીઆઇસીઆઇ બેન્કના વડા ચંદા કોચરનું નામ સામેલ છે. ૧૦૦મા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એશિયાના રાજકીય અને આર્થિક ચિત્રને આકાર આપવામાં મહત્વનું યોગદાન આપનારી મહિલાઓની યાદી તૈયાર કરવામાં આવી હતી.
|
|
વધુ વાંચો...
|
|
આના લેખક છે GSNEWS
|
|
રવિવાર, 07 માર્ચ 2010 |
|
સવારે ૬ઃ૩૦થી જીવંત પ્રસારણ
(પીટીઆઇ) લોસ એન્જેલસ, તા.૭
૮૨મા ઓસ્કાર એવોર્ડમાં જેમ્સ કેમેરોનની સાયન્સ ફિક્શન બ્લોકબ્લસ્ટર અવતાર
અને તેમની ભૂતપૂર્વ પત્ની કેથેરીન બાઇજેલોની ઇરાક યુદ્ધ પર આધારિત ફિલ્મ
'ધ હર્ટ લોકર'વચ્ચે ખરાખરીનો જંગ છે, બન્ને ફિલ્મોએ ઓસ્કારમાં નવ નોમિનેશન
મેળવ્યા છે. આવતીકાલે સવારે ૬.૩૦ કલાકેથી એવોર્ડ સમારંભનું જીવંત પ્રસારણ
થશે. લોસ એન્જેલસમાં સ્થાનિક સમય મુજબ સાંજે ૫ કલાકે શરૃ થનાર હોલિવુડની
સૌથી મોટી ઇવેન્ટ પર વિશ્વભરના સિનેમાપ્રેમીઓની નજર રહેતી હોય છે. બન્ને
ફિલ્મોએ શ્રેષ્ઠ ફિલ્મ અને શ્રેષ્ઠ નિર્દેશકની શ્રેણીમાં નોમિનેશન
મેળવેલું છે. જેમ્સ કેમેરોનની થ્રી-ડી સાઇ-ફાઇ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૨ અબજ
ડૉલરથી વધુનો વકરો કર્યો છે, તેમની ફિલ્મ અવતારે ગોલ્ડન ગ્લોબમાં શ્રેષ્ઠ
ફિલ્મનો એવોર્ડ જીતેલો છે જ્યારે 'હર્ટ લોકર'ને બાફ્ટા અને ડિરેક્ટર્સ
ગિલ્ડના એવોર્જ મળેલા છે.
|
|
વધુ વાંચો...
|
|
|
<< પ્રથમ < પાછળનુ 1 2 આગળનુ > અંતિમ >>
|
| પરિણામ 1 - 10 નુ 17 |