જેમ નાનાં બાળકોને અમુક રોગો થાય જ તેવી જ રીતે જેમ જેમ મોટી ઉંમર થાય તેમ અમુક રોગો થાય, એવી સામાન્ય માન્યતા છે. રોગો થાય એટલે શારીરિક, માનસિક, કૌટુંબિક અને આર્થિક પરેશાનીઓ વધે એ પણ સ્વાભાવિક છે.
વધારામાં મૃત્યુનો ડર લાગે એ પણ એટલું જ સ્વાભાવિક છે. જે તારીખની ખબર નથી એ તારીખે જેમ જેમ ઉમર થાય ત્યારે મૃત્યુનો ડર કારણ વગર વધતો જાય અને તે પ્રમાણે માનસિક તનાવ અને ગભરામણ વધતા જાય.
આમાં પણ અસાઘ્ય એવી ક્રોનીક બિમારી (દા.ત. કંપવા) હોય તો આવી બિમારીથી કંટાળીને કોઈકવાર આપઘાત પણ કરી બેસે. ઉંમર લાયક વ્યક્તિને રોગ થવાનાં ઘણાં કારણો હશે પણ સમાજમાં તમે એવા અનેક લોકો જોશો જે મોટી ઉંમર હોવા છતાં રોગરહિત અને તનાવ રહિત હોય છે. આનું કાંઈ કારણ તો હશે ને ? મારી દ્રષ્ટિએ આવા લોકો, જેને થોડા નસિબદાર લોકો ગણીએ, તેમને કદાચ વારસામાં લાંબી ઉંમર અને રોગરહિત સારૂં શરીર મળ્યું હોય પણ આવા લોકોના થોડા ટકા બાદ કરતાં બાકીના મોટી ઉંમરે સ્વસ્થ રોગરહિત હોય
તેવા લોકો શરીરની જાળવણી (મેઈનટેઈનન્સ) કરે છે અને સાથે સાથે અગમચેતીનાં પગલાં, રોગ ના થાય તે માટે લે છે તો આજે આપણે રોગ ના થાય માટેના અગમચેતીનાં પગલાં વિષે વાત કરીશું. મેઈનટેઈનન્સની તો બધાને ખબર હોય પણ તેની પણ ચર્ચા કરીશું.
બ્લડ પ્રેશર (બી.પી.-લોહીનું દબાણ) કોઈને પણ થાય. બાળક હોય કે વૃદ્ધ, સ્ત્રી હોય કે પુરુષ, ગરીબ હોય કે પૈસાદાર, કાળા હોય કે ધોળા, જાડા હોય કે પાતળા, ઊંચા હોય કે નીચા, સૌ કોઈને થાય. આખી દુનિયામાં આજે દર દસ વ્યક્તિમાંથી ચાર વ્યક્તિને બી.પી. છે. બી.પી.ને હાઇપર ટેન્શન પણ કહે છે.
પણ એવું ના માનતા કે ટેન્શન હોય તેને જ બી.પી. હોય, સાજા સમા અને એકદમ શાંત હોય તેવાને પણ બી.પી. હોઈ શકે. નવાઈની વાત એ છે કે જેને બી.પી. છે તેવા લોકોમાંથી અર્ધા લોકોને ખબર નથી કે તેઓને બી.પી. છે કારણ ફક્ત એક જ કે જેમ ડાયાબિટીસના લક્ષણો હોય છે તેમ બી.પી.ના કોઈ ખાસ જણાઈ આવે તેવાં લક્ષણ નથી. એટલા જ માટે બી.પી.ને ‘સાઇલન્ટ કીલર’ કહેલ છે. ક્યારે તમારા શરીરમાં દાખલ થાય અને ક્યારે તમારું મૃત્યુ થાય તેની કોઈને ખબર ના પડે. તો આજે આ ખતરનાક રોગ જેનાથી રોજેરોજ હજારો માનવી મૃત્યુ પામે છે અથવા જિંદગીભર લકવા (અર્ઘુ અંગ રહી જાય)થી પીડાય છે તેવા રોગની વાત કરીએ.
‘‘વેલનેસ’’ એટલે રોગ ના હોય તે અવસ્થા ? વેલનેસ એટલે આખો દિવસ આનંદમાં જાય તે ? વેલનેસ એટલે શું ?
વ્યાખ્યા આપવી મુશ્કેલ છે વેલનેસ જેને સંપૂર્ણ તંદુરસ્તી તરીકે ઓળખી શકે તેને મેળવવા માટે ચરક સંહિતામાં ચાર આધારનો ઉલ્લેખ છે.
૧. આહાર ૨. આચાર ૩. વિચાર ૪. નિંદ્રા.
૧. આહાર એટલે શરીરને કાર્યરત રાખવા માટે રોજે રોજ માનવી જે વસ્તુઓ શરીરમાં દાખલ કરે છે તે બધી વસ્તુઓ એટલે કે ખોરાક, પાણી અને બીજા પ્રવાહી અને હવા જેમાં શરીરને પ્રાણવાન રાખનાર પ્રાણવાયુ છે.
૨. આચાર એટલે આપણા અને બીજાના શરીર પ્રત્યેનો આપણો વ્યવહાર, વર્તન અને વાણી જેને કારણે આપણા અથવા બીજાના મન ઉપર આનંદ અથવા સ્ટ્રેસ (માનસિક તનાવ) થાય તે.
૩. વિચાર એટલે તમારી લાગણીઓ, તમારા વિચારો તમે સંપૂર્ણ તંદુરસ્ત છો એવો મનનો ભાવ (સેન્સ ઓફ વેલ બીઇંગ) અને સમાજ પ્રત્યે એટલે સમાજની પ્રત્યેક વ્યક્તિ પ્રત્યેનો વ્યવહાર.
૪. નિંદ્રા એટલે કે તમે રોજ જે કુદરતી કે અકુદરતી ઊંઘ લો છો, તેનું વત્તુ ઓછું પ્રમાણ.
લાગણીઓ અનેક પ્રકારની હોઈ શકે. સારી લાગણી એટલે જેમાંથી આનંદનો ઉદ્ભવ થાય. મન પ્રસન્ન થાય તે પ્રકારની લાગણી જ્યારે તમે ગુનો કર્યો છે એવી લાગણી સતત રહેતી હોય તેને ગીલ્ટફીલીંગ અથવા ગુનાહિત હોવાની લાગણી કહેવાય.
લાગણીઓમાં જે સૌથી ખરાબ અથવા અધમ કહી શકાય તેવી લાગણીઓ એટલે આ પ્રકારની ગીલ્ટ ફીલીંગ. સતત આવી લાગણી રહેતી હોય તો તેની અસર તમારા શરીર પર પડવાની અને તમારી કલ્પના બહારના જોખમી રોગો આવી લાગણીને લીધે થવાના. આવી લાગણી થતી હોય તો તેને અટકાવવાના અને સારી લાગણી સતત મનમાં રહે તે માટેની વાત આજે કરીશું.
ગીલ્ટ ફીલીંગ શા માટે થાય છે ? જન્મ્યા ત્યારથી અત્યાર સુધી તમારા કૌટુંબિક જીવન, તમારૂં સામાજીક જીવન, તમારા ઘરનું અને નોકરી ધંધાની જગાનું આજાુબાજાુનું વાતાવરણ, તમારા આડોશી પાડોશીની સાથેનું વર્તન અને તમે ભણેલા હો તો તમે જે રોજ પેપર વાંચતા હો તેને કારણે અથવા ટી.વી. જોવાને કારણે સમાચાર અને સીરીઅલ કે ફિલ્મ જોવાને કારણે તમારા મન ઉપર થતી અસર - આ બધાને કારણે તમારા મનમાં તમારા રોજીંદા વાણી, વ્યવહાર અને વર્તન માટે ચોક્કસ ખ્યાલ અથવા તો ગ્રંથિ બંધાઈ ગઈ હોય એટલે તમે તમારી જાતે નક્કી કરેલા વાણી, વ્યવહાર અને વર્તનમાં તમે જાણે અજાણે ભુલ કરી હોય અથવા વિરૂદ્ધ વર્તન કર્યું હોય તો તમને કોઈ ગુનો કર્યો હોય તેવી લાગણી થાય.
આવી લાગણી એટલે ખોટું કર્યાની લાગણી જો તમે વધારે પડતા લાગણીવશ હો તો વારે વારે થાય. આવી ગીલ્ટ ફીલીંગનું પ્રમાણ વધતું જાય તો તમને નાની મોટી કોઈપણ શારીરિક તકલીફ થાય જ. ગીલ્ટ ફીલીંગ ખોટા અથવા નેગેટીવ વિચારોને કારણે પણ થાય છે. આને કારણે ડીપ્રેશન પણ આવે. ઘરના કે બહારનાની સાથે વાતો કરવાનું પણ બંધ કરી દો એવું પણ બને.
અંગ્રેજી બારાખડીમાં ભલે ત્રીજો નંબર આવતો હોય પણ આ ‘સી’ ને જ્યારે વિટામિનનું નામ આપો ત્યારે આ વિટામિનોમાં શ્રેષ્ઠ વિટામિન ચેમ્પીઅન વિટામિન સી સૌ કોઈએ વિના સંકોચે, વધારે વિચાર કર્યા વગર લેવું જ પડે.
ડોકટરોએ અને સંશોધકોએ એક બે નહીં પણ ૩૦૦ જેટલી શારીરિક તકલીફોમાં વિટામિન સીનો ઉપયોગ આ તકલીફોમાં રાહત આપવામાં અને મટાડી દેવામાં સફળતાપૂર્વક કર્યો છે.
વિટામિન સી ને ચેમ્પીઅન વિટામિન શા માટે કહે છે ? ૧. વિટામિન સી ‘કૉલેજન’ નામનો પદાર્થ તમારા શરીરમાં બનાવે છેઃ આ કોલેજન એક મજબુત કનેકટીવ ટીસ્યુ છે. એની મદદથી તમારાં હાડકાં ચુસ્ત રીતે એકબીજા સાથે એકઠાં રહી શકે છે. શરીરનું હાડકાનું ફ્રેમવર્ક આ કોલેજન બનાવે છે.
તમારા શરીરના સ્નાયુને હાડકા સાથે ચોંટાડી રાખવાનું અદ્ભુત કામ પણ આ કોલેજન કરે છે. આખા શરીરમાં લોહીનું વહન કરનારી રક્તવાહિની બનાવવાનું કામ અને આખી જિંદગી તેમને અકબંધ રાખવાનું કામ પણ આ કોલેજન કરે છે. તમારા શરીરના દરેક અવયવને અને ચામડીને પોતાની જગાએ સ્થિર અને વળગેલા રાખવાનું કામ પણ આ કોલેજન કરે છે.
આ કોલેજન એક પ્રકારનો ગુંદર અથવા ફેવીકોલ જેવો પદાર્થ છે, જે જિંદગીના અંત સુધી તમારા શરીરને સ્થિર, અંગોને વ્યવસ્થિત અને સ્નાયુ અને સાંધાઓને ચુસ્ત અને કાર્યરત રાખે છે. આ કોલેજન શારીરિક ઇજાને કારણે થએલા ઘાને રૂઝાવવાનું કામ કરે છે. તૂટેલાં હાડકાં, ખસી ગએલાં સાંધાના લીગામેન્ટને સાંધવાનું કામ પણ આ કોલેજન કરે છે. જો તમે શરીરમાં વિટામિન સી પૂરતા પ્રમાણમાં ના લેતા હો તો તમારી શું દશા થાય તે વિચાર કરો.