Last Update : 10-Feb-2012,Friday
 

રાહુલ ગાંધીનો યુ.પી. વિજય!

 

ઉત્તર પ્રદેશની ચૂંટણીઓનો આખો ચાર્જ રાહુલ ગાંધીએ સંભાળી લીધો છે. રાહુલબાબા આખા યુપીને હેલીકોપ્ટરો અને જીપોમાં ફરી ફરીને ખૂંદી રહ્યા છે.
જરા વિચારો, વરસમાં માંડ બે વાર ૧૦ જનપથમાંથી બહાર નીકળનારા (કે પછી ભલું પૂછવું, સ્વીટ્‌ઝર્લેન્ડથી બે દહાડા માટે ઈન્ડિયામાં આવનારા) રાહુલબાબા આખો વહીવટ શી રીતે સંભાળતા હશે?
એક કલ્પના...
* * *
રાહુલ ગાંધીએ ધમાધમ ઘૂળ ઉડાડતી જીપમાં બેઠાંબેઠાં બધાને ધડાધડ ફોન કરવા માંડ્યા ‘‘બધાને કહો કે તાત્કાલિક અમેઠી પહોંચે! આપણે માયાવતીની સરકારને ઉથલાવવાની છે!’’
રાહુલ ગાંધી અમેઠી પહોંચ્યા ત્યાં લગીમાં તો આખા યુપીમાંથી કોંગ્રેસના અગ્રણી કાર્યકર્તાઓનાં ઝુંડે ઝુંડ અમેઠીમાં ઉતરી પડ્યાં. રાહુલબાબાની જીપ ઘૂળ ઉડાડતી અમેઠીમાં પહોંચી.
જીપમાંથી ઉતરતાંની સાથે જ રાહુલ બાબાએ પૂછ્‌યું ‘‘હમ માયાવતી કી સરકાર કો ઉખાડ ફેંકના ચાહતે હૈં... મગર ક્યા હમ ને ઈસ કે લિયે પુરી તૈયારી કર લી હૈ?’’
ેએક કાર્યકરે જોશમાં આવીને કહ્યું ‘‘રાહુલબાબા, આપ કૌનો ફિકર ના કરો! માયાબતી કી સરકાર કો હમ ચૂટકીમાં ઉખાડ કે ફૈંક દેંગે... ક્યું કિ પહારી, સિરસી, કૌસામ્બી, બેલા ઔર સંદીલા અબ હમરે સાથ હૈ!’’
બધા કાર્યકરોએ જોરજોરથી તાળીઓના ગડગડાટ કર્યા. રાહુલ ગાંધી મનમાં વિચારવા લાગ્યા ‘‘ગુડ... ઈટ મિન્સ કે મહિલાઓ કોંગ્રેસની તરફેણમાં આવી રહી છે...’’
ત્યાં તો બીજા કાર્યકરે આગળ આવીને કહ્યું ‘‘રાહુલજી, અબી તો દેવબંદ, રાજાજી, મુંગરા, ભીડા, મૈલાણી, બાબેરુ ઔર બંદા ભી કાંગ્રેસ કે સપોર્ટ મેં આઈ ગવા હૈ!’’
કાર્યકરોએ ફરી તાળીઓના ગડગડાટ કર્યા. રાહુલ ગાંધી વિચારે છે ‘‘વાઉ... સમ ઠાકુર્સ આર ઓલ્સો રેડી ટુ સપોર્ટ કોંગ્રેસ!’’
ત્રીજા કાર્યકરે છાતી કાઢીને કહ્યું ‘‘રાહુલજી બસ આપ હુકુમ કિજીયે... બિથુર, કાલાની, રાથ, ખુરજા, વાંદા, બિસવાન ઔર બછલૌવારી તો આપ જઈસન કહેં વઈસન કરને કો તૈયાર ખડે હૈ!’’
કાર્યકરોએ ‘ઝંિદાબાદ... ઝંિદાબાદ’ના નારા સાથે તાળીઓના ગડગડાટ કર્યા. રાહુલ ગાંધી હવે જોશમાં આવીને જીપના બોનેટ પર ચડી ગયા ઃ
‘‘અગર ઐસા હી હૈ તો ઉન સબ કો યહાં લેકર હી આના થા ના!’’
આ સાંભળતાં જ કાર્યકરોમાં સન્નાટો છવાઈ ગયો!
‘‘રાહુલબાબા, ઉ સબ કો ઇહાં કઈસન લા સકત હૈં?’’
‘‘ક્યું?’’
‘‘ક્યું કિ ઉ સબ ઈન્સાનોં કે નહંિ, યુપી કે ગાંવ કે નામ હૈં!’’

- મન્નુ શેખચલ્લી

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

અંતાક્ષરી હવે પીકનીકમાંથી માંડવે
નવવધૂના સાજ શણગારને નિખારતી કેટલીક વાતો
 

Gujarat Samachar Plus

એ જાદૂઈ પથ્થર સંગ-એ-લર્ઝા આજે પણ કંપે છે
હંિમત હોય તો અંગ્રેજીમાં પીએચ.ડી. કરો...
અઢી કિ.મી લાંબી રોબોરેસે રંગ રાખ્યો
પરીક્ષાની તૈયારીમાં માણો સ્માર્ટ સ્ટડીની મજા
સુડોળ બાજુઓ સ્ત્રીની સુંદરતા વધારે છે
ગર્ભાવસ્થાને લગતા કેટલાક મિથ અને તેની હકીકત
  More Stories
 

Red Carpet Countdown of Grammy and Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ ડે

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved