Last Update : 10-Feb-2012,Friday
 

માલદીવ્સમાં સત્તાપલટો

હંિદ મહાસાગરમાં આવેલો પરવાળાના ટાપુઓનો દ્વીપસમુહ માલદીવ્સ મુખ્યત્વે કુદરતી સૌંદર્ય, રળિયામણી દૃશ્યાવલી અને પ્રવાસન ઉદ્યોગ માટે જાણીતો છે. છેલ્લાં થોડાં વર્ષથી ત્યાં લોકશાહી દાખલ થઇ હતી. ત્રીસ વર્ષ સુધી એકહથ્થુ શાસન ચલાવનાર પ્રમુખ અબ્દુલ ગયુમની સત્તાનો અંત આવ્યો હતો અને ૨૦૦૮માં થયેલી પહેલી લોકશાહી ઢબની ચૂંટણી પછી મહંમદ નશીદ નવા પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. પરંતુ તેમને પોતાની મુદત પૂરી થાય તે પહેલાં જ મંગળવારે રાજીનામું આપવાની ફરજ પડી છે. તેને કારણે નવજાત લોકશાહી ફરી ડગુમગુ થઇ છે.
રાજીનામું આપનાર પ્રમુખ નશીદની છાપ મઘ્યમમાર્ગી તરીકેની છે. ભૂતપૂર્વ પ્રમુખ ગયુમના લાંબા શાસનકાળનો અંત લાવનાર નેતા તરીકે પણ તે જાણીતા હતા. પરંતુ તેમની સામે છેલ્લાં થોડાં સપ્તાહથી વિરોધ પ્રદર્શન શરૂ થયાં હતાં. તેના માટે ઘણાં કારણ જવાબદાર ગણવામાં આવે છે. માલદીવ્સનું અર્થતંત્ર નબળું પડ્યું હતું. ધંધાઉદ્યોગ ધરાવતા વર્ગને લોકશાહી સરકારની કેટલીક પદ્ધતિઓ સામે વાંધા હતા. પ્રમુખના રાજકીય વિરોધીઓ એક થયા હતા અને તેમનું જોર વઘ્યું હતું. ત્રણ દાયકા સુધી સત્તાનો ભોગવટો કરી ચૂકેલા ભૂતપૂર્વ પ્રમુખ ગયુમ પણ નિવૃત્તિ લઇને કે પગ વાળીને બેઠા ન હતા. દેશની ધાર્મિક નેતાગીરીમાંથી કેટલાકને મઘ્યમમાર્ગી પ્રમુખ નશીદ અધાર્મિક- બિનઇસ્લામિક લાગતા હતા.
ન્યાયતંત્રના અમુક હિસ્સા સામે નશીદનો સંઘર્ષ તેમને સૌથી મોંઘો પડ્યો. બંધારણીય રાહે ન્યાયતંત્રના ભ્રષ્ટાચારની તપાસ પછી નશીદે ન્યાયાધીશ અબ્દુલ્લા મોહમદની ધરપકડનો સૈન્યને આદેશ આપ્યો. નશીદનો આરોપ હતો કે એ ન્યાયાધીશ પદભ્રષ્ટ પ્રમુખ ગયુમના ઇશારે કામ કરીને દેશની ન્યાયપ્રણાલિની તટસ્થતાને જોખમાવી રહ્યા હતા. પરંતુ ન્યાયાધીશની ધરપકડના પગલાની વ્યાપક ટીકા થઇ. તેના વિરોધમાં સડકો પર પ્રદર્શન પણ શરૂ થયાં હતાં, જે છેવટે પ્રમુખ નશીદના પદત્યાગ માટે કારણભૂત બન્યાં.
શરૂઆતમાં તો સૈન્ય અને પોલીસ પ્રદર્શનકારીઓને વિખેરી નાખતા હતા, પરંતુ સોમવારે રાત્રે ઘટનાક્રમમાં આવેલા નિર્ણાયક વળાંકમાં પોલીસદળોએ પ્રદર્શનકારીઓ સામે પગલાં લેવાનો આદેશ માનવા ઇન્કાર કર્યો. સૈન્યનો થોડો હિસ્સો પણ પ્રમુખના આદેશની વિરુદ્ધમાં અને પોલીસના પક્ષે જોડાઇ જતાં, પ્રમુખ નશીદની સ્થિતિ હાલકડોલક બની.
સામાન્ય રીતે આ પરિસ્થિતિમાં બળપ્રયોગનો છેલ્લો વિકલ્પ હોય છે. સરમુખત્યારીની લાંબી પરંપરા ધરાવતા દેશોમાં લોકજુવાળ પેદા થાય ત્યારે શાસકો પ્રજા પર લશ્કરને છૂટું મૂકી દેતાં ખચકાતા નથી.
માલદીવ્સમાં પ્રમુખ નશીદના સવેળાના નિર્ણયને કારણે સત્તાપલટો લોહિયાળ ન બન્યો. સૈન્યે રબરની ગોળીઓ દ્વારા ફાયરંિગ કર્યું હોવાના અહેવાલ છે, પણ લોહિયાળ વિદ્રોહ અને તેની સામે લેવાતાં લોખંડી પગલાંથી થતી જાનહાનિ ટાળી શકાઇ છે. વિદાય લેતા પ્રમુખ નશીદે સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ‘હું માલદીવ્સના પ્રમુખ તરીકે ચાલુ રહ્યો હોત તો દેશના લોકોને ઘણું વેઠવું પડ્યું હોત. હું માલદીવ્સમાં લોકશાહી મજબૂત બને, ન્યાયનું શાસન સ્થપાય, લોકો સમૃદ્ધ બને એવું ઇચ્છતો હતો.’
ટાપુસમુહ હોવાને કારણે ગ્લોબલ વોર્મંિગની સૌથી ગંભીર અસરો ધરાવતા દેશોમાં માલદીવ્સનો સમાવેશ થાય છે. એ બાબતે કાર્યવાહી કરવામાં અને જનમત જાગ્રત કરવામાં પ્રમુખ નશીદ એકદમ ઉત્સાહી હતા. પોતાના દેશનું નકશા પરથી નામોનિશાન મટી જાય એ લગભગ નક્કી મનાતું હોવાથી દેશના રહેવાસીઓને બીજા દેશોમાં વસાવવા અંગે પણ તેમણે તજવીજ આરંભી હતી અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોને ‘ગ્લોબલ વોર્મંિગને કારણે વિસ્થાપિત માલદીવ્સના નિરાશ્રિતો માટે’ તૈયાર રહેવા જણાવ્યું હતું. ગ્લોબલ વોર્મંિગની માલદીવ્સ પર થનારી ગંભીર અસરો અંગે નાટકીય ઢબે લોકોનું ઘ્યાન દોરવા માટે તેમણે મંત્રીમંડળના સૌને દરિયામાં ડૂબકી મારવા માટેની સાધનસામગ્રીથી સજ્જ બનાવીને, દરિયાની નીચે મંત્રીમંડળની બેઠક યોજી હતી.
પ્રમુખ નશીદના સત્તાત્યાગ પછી બંધારણીય જોગવાઇ પ્રમાણે તેમનું સ્થાન ઉપપ્રમુખ મહંમદ વહીદ હસને લીઘું છે. પરંતુ આ પરિવર્તનને ઘણા લશ્કરી બળવા તરીકે પણ ઓળખાવે છે. તેમને લાગે છે કે આ લોકમતની જીત નહીં, પણ લોકશાહી સામે લશ્કરી અફસરો અને ભૂતપૂર્વ પ્રમુખ ગયુમની સાંઠગાંઠની જીત છે. માલદીવ્સમાં પ્રમુખ ગયુમ સામે ૧૯૮૮માં બળવાનો પ્રયાસ થયો ત્યારે ભારત સરકારે તેને નિષ્ફળ બનાવવામાં સાથ આપ્યો હતો, પરંતુ વર્તમાન ઘટનાક્રમમાં ભારતની કશી ભૂમિકા હોવાનું હજુ સુધી જણાયું નથી. નશીદના રાજીનામા પછી અત્યારે તો માલદીવ્સમાં લોકશાહીની તબિયત નાજુક છે. નવા આવેલા પ્રમુખ વહીદ હસન કેટલી સ્વતંત્રતાથી અને લોકશાહી ઢબે કારોબાર ચલાવે છે તથા સૈન્યની દખલગીરી કેટલી રહે છે એ નક્કી કરવા માટે થોડી રાહ જોવી પડશે.
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અલ કાયદાનો પાકિ.નો વડો બદર મન્સૂર સહિત ચાર ત્રાસવાદીના મોત
ઝરદારી સામે તપાસ ચાલુ કરો, નહીં તો કોર્ટના તિરસ્કારની કાર્યવાહી ઃ પાક. સુપ્રીમ
અમેરિકા, યુરોપ અને એશિયા ઉત્તર ધુ્રવમાં અથડાતા મહાખંડ રચાશે
અમેરિકા પ્રથમવાર અણુ રીએક્ટર સ્થાપવાની તૈયારીમાં
દક્ષિણ ધૂ્રવ પર ડ્રીલીંગ કરીને હિમયુગ પૂર્વેનું વિશાળકાય સરોવર શોધ્યું
સેન્સેક્ષ ૧૭૮૩૧, નિફટી ૫૪૧૨ની ૨૮ સપ્તાહની ઊંચાઈએઃ મેટલ, બેંક, રીયાલ્ટી શેરોમાં તેજી
ડેબ્ટ સ્કીમ્સની એનએવી આપવામાં થતી ગેરરીતિઓ ડામવા સેબીની તાકીદ
આશરે રૃા. ૨,૮૦૦ કરોડના પાવર પ્રોજેક્ટને મેળવવા માટે ખાનગી કંપનીઓની કવાયત
ઈલેક્ટ્રોનિક વેરહાઉસ રિસિપ્ટમાં થતો વિલંબ
BSE ખાતે વિક્રમની હારમાળા સર્જાઈ ડેરિ. માં ૧૭૬૧૬ કરોડના કામકાજ
ટેલિવિઝનના પોતાના પ્રથમ શો માટે આમિર ખાન ભારતના પ્રવાસે નીકળ્યો
અબ્બાસ મસ્તાનની ફિલ્મ માટે પ્રિયંકા ચોપરાને રૃા. પાંચ કરોડની ઓફર
ઇમરાન ખાન પત્ની અવંતિકાને પોતાના માટે 'લકી' માનતો લાગે છે
નજીકના ભવિષ્યમાં ફિલ્મો દિગ્દર્શિત કરવાની જ્હોન અબ્રાહમની યોજના
એકતા કપૂર નિર્મિત અને મિલન લુથરિયા દિગ્દર્શિત ફિલ્મ કરીના કપૂરે છોડી દીધી
ICCએ ગાવાસ્કરનું 'હોલ ઓફ ફેઈમ'થી સન્માન કર્યું
આજે ઓસ્ટ્રેલિયા સામે શ્રીલંકા ભારે દબાણ હેઠળ ઉતરશે
સાનિયા પતાયા ટેનિસ ટુર્નામેન્ટની સિંગલ્સ અને ડબલ્સ ક્વા. ફાઈનલમાં
રોટેશન પોલીસી જરૃર નથી તેંડુલકરને તમામ વન ડે રમાડો
બાંગ્લાદેશ પ્રિમિયર લીગમાં મોર્તઝાને સ્પોટ ફિકસિંગની ઓફર
નવમા ધોરણના વિદ્યાર્થીએ પોતાની શિક્ષિકાને વર્ગમાં જ વેતરી નાખી
અમિતાભ બચ્ચન પર પેટના ભાગે કાલે સર્જરી કરાશે
વાચન દ્વારા આઘાત અને હતાશામાંથી બહાર લાવતી નવી 'બૂક થેરપી'
પાકિસ્તાની જાસૂસ મનાતાં મોઝાવાલાની જામીન અરજી ફરી નકારવામાં આવી
કર્ણાટકના પોર્ન ક્લિપ જોનારા પ્રધાનોને જેલમાં નાખો ઃ અણ્ણા
ગીરના જંગલમાં આગ ભભૂકી, ૧૦૦ હેકટરમાં ઘાસ ખાખ
હાડકાં ભરેલી ટ્રકને આંતરી ગૌરક્ષા કાર્યકરો દ્વારા હુમલો
ગિરનાર ક્ષેત્રમાં ૦.૫ ડિગ્રી તાપમાને થીજી જતું પાણી
સાહેબપુરાની સીમમાં યુવતી ઉપર સામુહિક બળાત્કારનો આક્ષેપ
ત્રાજની બેન્કમાંથી રૃ. ૪.૪૫ લાખની બોગસ લોન ઉપાડી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

અંતાક્ષરી હવે પીકનીકમાંથી માંડવે
નવવધૂના સાજ શણગારને નિખારતી કેટલીક વાતો
 

Gujarat Samachar Plus

એ જાદૂઈ પથ્થર સંગ-એ-લર્ઝા આજે પણ કંપે છે
હંિમત હોય તો અંગ્રેજીમાં પીએચ.ડી. કરો...
અઢી કિ.મી લાંબી રોબોરેસે રંગ રાખ્યો
પરીક્ષાની તૈયારીમાં માણો સ્માર્ટ સ્ટડીની મજા
સુડોળ બાજુઓ સ્ત્રીની સુંદરતા વધારે છે
ગર્ભાવસ્થાને લગતા કેટલાક મિથ અને તેની હકીકત
  More Stories
 

Red Carpet Countdown of Grammy and Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ ડે

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved