Last Update : 10-Feb-2012,Friday
 
ઉત્તર પ્રદેશના પરિણામો પછી મનમોહનસંિહ સામે ટાર્ગેટ
- કૌભાંડોનો સિલસિલો પીએમ અટકાવી શકત પણ એ નિષ્ક્રિય રહ્યા
ઉત્તર પ્રદેશના ચૂંટણી જંગે ભારતના રાજકારણનું ઘ્યાન ખેંચ્યું છે પરંતુ તેનો અર્થ એવો નથી કે અન્ય રાજકીય મોરચો શાંત છે. ૨-ય્ સ્પેકટ્રમ કૌભાંડની અસર પહોંચી હતી. કોંગ્રેસની મનમોહનસંિહના નેતૃત્વથી નારાજગી દેખાઈ આવે છે. વડાપ્રધાન મનમોહનસંિહે ધાર્યું હોત અને ઢીલું વલણ ના દાખવ્યું હોત તો સાથી પક્ષોએ કૌભાંડોનો સીલસીલો ના ચાલ્યો હોત.
પાંચ રાજ્યોમાં ચૂંટણી જંગ ચાલે છે ત્યારે જ વડાપ્રધાન પદનો મુદ્દો ઉછળ્યો છે. કોંગ્રેસના વર્તુળો જ કહે છે કે પાંચ રાજ્યોના પરિણામો બાદ ખાસ કરીને ઉત્તરપ્રદેશના પરિણામો બાદ રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવાશે.
જો કે બીજી તરફ રાહુલ ગાંધીએ ખુલાસો કર્યો છે કે વડાપ્રધાન પદની રેસમાં તે નથી. તેમ છતાં કોંગીજનો માને છે કે ૨૦૧૪ની લોકસભાનો જંગ જીતવો હશે તો વડાપ્રધાન મનમોહનસંિહને બદલવા પડશે.
કોંગ્રેસે સંસદમાં લોકપાલના મુદ્દે રીટેલ ક્ષેત્રે ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટના મુદ્દે જે રીતે પીછેહઠ કરી છે તેની પાછળ મનમોહનસંિહને જવાબદાર ગણાવાયછે. કોંગીજનો કહે છે કે મનમોહનસંિહ બધી બાજી બગાડી નાખી છે.
એક તરફ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ ચાલે છે ત્યારે યુપીએ સરકાર પોતાના સાથીઓને લઈને કોઈપણ રાજ્યમાં પ્રચાર કરવા જઈ શકે એવી સ્થિતિમાં નથી.
બે મુખ્ય સાથી પક્ષ પૈકી ડીએમકે ભ્રષ્ટાચારથી બદનામ છે તો તૃણમુલ કોંગ્રેસસાથે ઊભા રહેવાને બદલે પોતે જ ગોવામાં કોંગ્રેસ સામે ઉમેદવારો ઊભા રાખ્યા છે. આમ કહેવાય રાજકીય જોડીદાર પણ તેને સાથે પ્રચારમાં ના લઈ જઈ શકાય એવી સ્થિતિ છે. જે દર્શાવે છે કે સાથીપક્ષો સ્વાર્થી સગા જેવા બની ગયા છે.
આ બધા માટે સ્વાભાવિક રીતે જ મનમોહનસંિહ પર દોષનો ટોપલો ઓઢાડાય છે.
વડાપ્રધાન પોતે મમતા બેનરજીને ફોન કરે અને મમતા ફોન પર બે દિવસ પછી આવે એના જેવું બીજું અપમાન બીજું શું હોઈ શકે ?? મમતા બેનરજી તો હવે હસવાના પણ સરકાર પાસેથી પૈસા લે છે, રીસાવાના અલગ પૈસાએમ તેમની દરેક નારાજગી પાછળ પૈસો છુપાયેલો છે. આ પૈસો તે પોતાના માટે નહીં પણ પશ્ચિમ બંગાળમાટે વાપરવા માગે છે. મમતાએ ગોવાની ચૂંટણીઓમાં અચાનક ઝુકાવીને કોંગ્રેસની ઊંઘ હરામ કરી નાખી છે. પશ્ચિમ બંગાળ કોંગ્રેસ ઈચ્છે તો છેડો ફાડી શકે છે એવું જ્યારે મમતા કહે છે ત્યારે યુપીએ સરકારના મોવડીઓ રાત્રે ઊંઘતા નથી.
મમતા બેનરજી વિરોધી વર્તાવ કરશે એની બધાને ખબર હતી પરંતુ મુખ્યપ્રધાન બન્યાના બીજા જ દિવસે તેમનું પ્રોત પ્રકાશ્યું હતું. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસના પ્રચારમાં મમતા બેનરજીને લઈ જવાનો પ્લાન હતો પરંતુ મનમોહન ક્યા મોઢે તેમને આમંત્રે ?? કેમ કે તેમણે તો ગોવાની તમામ ૪૦ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે.
મમતા બેનરજીને પટાવવા અને સમજાવવા કોંગ્રેસે ત્રણ સભ્યોની સમિતિ બનાવી હતી. આ ત્રણેય બિચ્ચારા મમતાની ડેલીએ હાથ દઈને પાછા આવ્યા હતા. હવે સરકાર મમતાને ખુશ કરવા રેલવે બજેટ અને સામાન્ય બજેટનો ઉપયોગ કરશે.
મમતા જેટલા જ પાવરફૂલ માયાવતી છે. માયાવતી કહેતા હતા કે હાથીની ચાલ રાહુલ ગાંધીને સૂવા દેતી નથી, કોણ જાણે કેમ પણ આ નિવેદન પછી જ ચૂંટણી પંચે બહુજન સમાજવાદી પાર્ટીનો સિમ્બોલ હાથીની તેમજ માયાવતીની પ્રતિમાઓને ઢાંકવાનો આદેશ આપ્યો હતો. ઉત્તર પ્રદેશમાં માયાવતીની શક્તિનો ક્યાસ કાઢ્‌યા વગર જ રાહુલ ગાંધીને સુકાન સોંપવામાં આવ્યું હતું. પરંતુ રાહુલ-માયાવતીની આ લડાઈમાં રાહુલ ઘણાં પાછળ રહ્યા છે. માયાવતી ઉપરાછાપરી ચાલમાં તેમણે ભ્રષ્ટાચાર વિરોધી પગલાં ભર્યા છે. ૧૯ પ્રધાનો ભ્રષ્ટાચારમાં સંડોવણી બદલ કાઢી મૂક્યા છે. માયાવતીએ ઉત્તર પ્રદેશના ચાર ટુકડા કરી ચાર નવા રાજ્યની વાત કરીને કોંગ્રેસને ફીક્સમાં મૂકી દીધી હતી. સામે છેડે કોંગ્રેસે શું કર્યું ?? એક સાથી પક્ષ ઊભો કરી ચૂંટણી જોડાણ કર્યું, અજીતસંિહને કેન્દ્રિય પ્રધાનપદું આપવું પડ્યું હતું.
ચૂંટણી સંહિતા જેટલી માયાવતીને આવડે છે એટલી રાહુલ ગાંધીને નથી આવડતી. માયાવતી બોટમમાંથી ટોપ પર આવ્યા છે. જ્યારે રાહુલને બોટમ શું છે એ જ ખબર નથી. હવે ઉત્તર પ્રદેશના જંગમાં ઉમાભારતી ઉતરી પડ્યા છે. પહેલા દિવસે જ રાહુલ અને ઉમાભારતી વચ્ચેની શાબ્દીક ટપાટપીમાં રાહુલે ઠંડા પડી જવું પડ્યું હતું.
ઉત્તરપ્રદેશમાં મુલાયમસંિહ યાદવ નામના ફેકટરને શરૂઆતમાં કોંગ્રેસ ગણતી નહોતી પરંતુ હવે જ્યારે ઉત્તરપ્રદેશમાં ત્રિશંકુ સરકારની શક્યતા વધી છે ત્યારે ફરી કોંગ્રેસે મુલાયમના પગ પકડી લીધા છે. મુલાયમને ભ્રષ્ટ કહેનારાઓ હવે તેમની સાથે એક થાળીમાં જમવા તૈયાર થઈ ગયા છે. યુપીએ સરકારની પ્રથમ ટર્મમાં જ્યારે ડાબેરી પક્ષોએ ટેકો પાછો ખેંચ્યો ત્યારે યુપીએ સરકાર માટે બહુમતી ઊભી કરવામાં મુલાયમસંિહ- અમરસંિહની જોડીનો સંિહ ફાળો હતો. મુલાયમસંિહનું આ ચૂંટણીમાં ઉજળું સ્થાન દેખાય છે એટલે કોંગ્રેસે સંપર્ક વધાર્યા છે પરંતુ મુલાયમ કોઈ સ્મીત આપતા નથી.
કોંગ્રેસના વર્તુળોની નજર હવે ૨૦૧૪ની લોકસભાના જંગ પર છે. તેની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવાઈ છે. ટાર્ગેટ મનમોહનસંિહ છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અલ કાયદાનો પાકિ.નો વડો બદર મન્સૂર સહિત ચાર ત્રાસવાદીના મોત
ઝરદારી સામે તપાસ ચાલુ કરો, નહીં તો કોર્ટના તિરસ્કારની કાર્યવાહી ઃ પાક. સુપ્રીમ
અમેરિકા, યુરોપ અને એશિયા ઉત્તર ધુ્રવમાં અથડાતા મહાખંડ રચાશે
અમેરિકા પ્રથમવાર અણુ રીએક્ટર સ્થાપવાની તૈયારીમાં
દક્ષિણ ધૂ્રવ પર ડ્રીલીંગ કરીને હિમયુગ પૂર્વેનું વિશાળકાય સરોવર શોધ્યું
સેન્સેક્ષ ૧૭૮૩૧, નિફટી ૫૪૧૨ની ૨૮ સપ્તાહની ઊંચાઈએઃ મેટલ, બેંક, રીયાલ્ટી શેરોમાં તેજી
ડેબ્ટ સ્કીમ્સની એનએવી આપવામાં થતી ગેરરીતિઓ ડામવા સેબીની તાકીદ
આશરે રૃા. ૨,૮૦૦ કરોડના પાવર પ્રોજેક્ટને મેળવવા માટે ખાનગી કંપનીઓની કવાયત
ઈલેક્ટ્રોનિક વેરહાઉસ રિસિપ્ટમાં થતો વિલંબ
BSE ખાતે વિક્રમની હારમાળા સર્જાઈ ડેરિ. માં ૧૭૬૧૬ કરોડના કામકાજ
ટેલિવિઝનના પોતાના પ્રથમ શો માટે આમિર ખાન ભારતના પ્રવાસે નીકળ્યો
અબ્બાસ મસ્તાનની ફિલ્મ માટે પ્રિયંકા ચોપરાને રૃા. પાંચ કરોડની ઓફર
ઇમરાન ખાન પત્ની અવંતિકાને પોતાના માટે 'લકી' માનતો લાગે છે
નજીકના ભવિષ્યમાં ફિલ્મો દિગ્દર્શિત કરવાની જ્હોન અબ્રાહમની યોજના
એકતા કપૂર નિર્મિત અને મિલન લુથરિયા દિગ્દર્શિત ફિલ્મ કરીના કપૂરે છોડી દીધી
ICCએ ગાવાસ્કરનું 'હોલ ઓફ ફેઈમ'થી સન્માન કર્યું
આજે ઓસ્ટ્રેલિયા સામે શ્રીલંકા ભારે દબાણ હેઠળ ઉતરશે
સાનિયા પતાયા ટેનિસ ટુર્નામેન્ટની સિંગલ્સ અને ડબલ્સ ક્વા. ફાઈનલમાં
રોટેશન પોલીસી જરૃર નથી તેંડુલકરને તમામ વન ડે રમાડો
બાંગ્લાદેશ પ્રિમિયર લીગમાં મોર્તઝાને સ્પોટ ફિકસિંગની ઓફર
નવમા ધોરણના વિદ્યાર્થીએ પોતાની શિક્ષિકાને વર્ગમાં જ વેતરી નાખી
અમિતાભ બચ્ચન પર પેટના ભાગે કાલે સર્જરી કરાશે
વાચન દ્વારા આઘાત અને હતાશામાંથી બહાર લાવતી નવી 'બૂક થેરપી'
પાકિસ્તાની જાસૂસ મનાતાં મોઝાવાલાની જામીન અરજી ફરી નકારવામાં આવી
કર્ણાટકના પોર્ન ક્લિપ જોનારા પ્રધાનોને જેલમાં નાખો ઃ અણ્ણા
ગીરના જંગલમાં આગ ભભૂકી, ૧૦૦ હેકટરમાં ઘાસ ખાખ
હાડકાં ભરેલી ટ્રકને આંતરી ગૌરક્ષા કાર્યકરો દ્વારા હુમલો
ગિરનાર ક્ષેત્રમાં ૦.૫ ડિગ્રી તાપમાને થીજી જતું પાણી
સાહેબપુરાની સીમમાં યુવતી ઉપર સામુહિક બળાત્કારનો આક્ષેપ
ત્રાજની બેન્કમાંથી રૃ. ૪.૪૫ લાખની બોગસ લોન ઉપાડી
 

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

અંતાક્ષરી હવે પીકનીકમાંથી માંડવે
નવવધૂના સાજ શણગારને નિખારતી કેટલીક વાતો
 

Gujarat Samachar Plus

એ જાદૂઈ પથ્થર સંગ-એ-લર્ઝા આજે પણ કંપે છે
હંિમત હોય તો અંગ્રેજીમાં પીએચ.ડી. કરો...
અઢી કિ.મી લાંબી રોબોરેસે રંગ રાખ્યો
પરીક્ષાની તૈયારીમાં માણો સ્માર્ટ સ્ટડીની મજા
સુડોળ બાજુઓ સ્ત્રીની સુંદરતા વધારે છે
ગર્ભાવસ્થાને લગતા કેટલાક મિથ અને તેની હકીકત
  More Stories
 

Red Carpet Countdown of Grammy and Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ ડે

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved