| Last Update : 10-Feb-2012,Friday |
|
|
| |
|
|
|
|
| મમા, મારા પગ દુઃખે છે |
- તમારા બાળકને પગના દુઃખાવાની ફરિયાદની સાથે સાથે તાવ આવતો હોય અને તે તેનું દર્દ ૧૨ કલાકથી વધારે સમય સુધી રહે તો તમારે તેને ડૉક્ટર પાસે લઈ જવા જોઈએ. |
સાંજ થતાંની સાથે જ જ્યારે ભણવાની વાત આવે છે ત્યારે તમારા બાળકો ખાસ કરીને પગ અને હાથ દુઃખવાની ફરિયાદ કરતાં હોય તેવું જોવા મળે છે. આવા સમયે તમે તેને તેમનું ન ભણવાનું બહાનું સમજીને ઘ્યાન આપતાં હોતા નથી. તો આવા સમયે હવે તમારે થોડા ચેતીને ચાલવાની જરૂર છે. તમારું બાળક જ્યારે તમને કોઈ માંદગીને લગતી ફરિયાદ કરે છે ત્યારે તેની સામે ભલે તમે ન જણાવો પરંતુ તેને ઘ્યાન પર લો. જો તે એકસરખી ફરિયાદ વારંવાર કરતું રહે તો તેના માટે થોડા સજાગ બનો અને તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. બાલક નાનું હોવાથી તે તમને સારી રીતે સમજાવી શકતું હોતું નથી પરંતુ આવા અનેક પ્રકારના દર્દ હોય છે અને તે માટે અનેક પ્રકારના કારણો પણ જવાબદાર હોય છે.
બાળકો જ્યારે રમવા લલાગી જાય છે ત્યારે તેઓએ ક્યારે અટકી જવું તેની પણ તેમને ખબર રહેતી નથી. તેઓ તેમની ક્ષમતાથી પણ વધારે રમે છે અને ઘરે જતાં સુધીમાં થાકીને લોથ થઈ જતાં હોય છે. જ્યારે બાળકો ફૂટબોલ કે કોઈ અન્ય રમતો રમે છે ત્યારે તેમના પગ દુઃખવા લાગે છે.
જો બાળકને રમતાં રમતાં ક્યાંક વાગી ગયું હોય તો પણ તેને પગમાં દુઃખે તેવું બને છે. આ પ્રકારનો ઘાવ ઉપરથી દેખાતો હોતો નથી. પરંતુ તે વધારે ઠંડીના કારણે અને અમુક ખાસ સમયે દર્દ ઊભું કરે છ.ે તેનો દુઃખાવો ઓછો કરવા કોઈ સાધારણ પેઈન કિલર લેવી પડે છે અને થોડો આરામ કરવો પડે છે, આનાથી આ દર્દ ઓછું થઈ જાય છે. ક્યારેક બાળકોમાં જે દુઃખાવો થાય છે તે તેમના વિકસિત હોવાના કારણે થાય છે. હાલ સુધી આ પ્રકારના દર્દનું કારણ શોધવામાં આવ્યું નથી પરંતુ શાળાના બાળકોમાં આ તકલીફ સામાન્ય હોય છે. બાળકો હંમેશા રાતે સૂતી સમયે કે પછી સાંજના સમયે આવી ફરિયાદો કરતા રહે છે. બને પગની નીચેના ભાગમાં એડી સુધી આ પ્રકારનું દર્દ થયા કરે છે. તેના માટે ગરમ તેલ કે પછી બામ લગાવીને માલિશ કરીને પણ ગરમાવો લાવી શકાય છે અને દર્દને ઓછું કરી શકાય છે. જો તમને લાગે કે તમારા બાળકને જરૂર કરતાં વધારે તકલીફ થાય છે અને તમારા બે કે ત્રણ દિવસના ઈલાજથી તેને કોઈ ફાયદો થતો નથી તો પછી તમે તેને કોઈ ડૉક્ટર પાસે લઈ જઈ શકો છો. સામાન્ય રીતે ડૉક્ટરોની સલાહ પ્રમાણે આ પ્રકારના દર્દ ઉંમર વધવાની સાથે આપમેળે જ દૂર થઈ જતાં હોય છે.
જો તમારા બાળકને આ દુઃખાવાની ફરિયાદની સાથે સાથે તાવ આવતો હોય અને તે તેનું દર્દ ૧૨ કલાકથી વધારે સમય સુધી રહે તો તમારે તેને ડૉક્ટર પાસે લઈ જવા જોઈએ. સાંધામાં દુઃખાવાની સાથે બાળકોનું ચાલવાનું, ફરવાનું અને રમવાનું મુશ્કેલ થઈ જાય છે. કસરત કરી લીધા પછી કે ચાલ્યા પછી આ દર્દ વધી જતું હોય છે. જ્યારે તેમનું દર્દ ખૂબ જ વધી જાય છે ત્યારે તેમના પગની ચામડી લાલ થઈ જાય છે. જો બાળકો વારંવાર અને અલગ અલગ સમયે આ પ્રકારની ફરિયાદો કરતાં હોય તો તમારે તેમના પર ઘ્યાન આપવું જોઈએ અને તેને સમયસર કોઈ સારા ડૉક્ટરને બતાવી દેવું જોઈએ. જો સમયસર આ પ્રકારનો ઈલાજ કરાવી લેવાશે તો તે તમારા બાળકને ઝડપથી રાહત અપાવશે.
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|