| Last Update : 10-Feb-2012,Friday |
|
|
| |
|
|
|
|
| દિલ્હીની વાત |
| |
મમતાના સ્ટેમ્પવાળું બજેટ
નવી દિલ્હી તા.૯
રેલવે પ્રધાન દિનેશ ત્રિવેદી ૧૪ માર્ચે લોકસભામાં રેલવે બજેટની સ્પીચ વાંચશે પરંતુ રેલવે મંત્રાલયમાં ચાલતી ટીકા-ટીપ્પણ એવી છે કે આ સ્પીચ ભૂતપૂર્વ રેલવે પ્રધાન અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ તૈયાર કરેલી હશે. અનેક પાસાંઓ જોતા એવું લાગે છે કે, ૨૦૧૨- ૧૩ના રેલવે બજેટ પર મમતા બેનરજીનો સ્ટેમ્પ વાગેલો હશે એમ જાણવા મળ્યું છે કે રેલવે પ્રધાન વારંવાર કલકત્તાની મુલાકાત લેતા હતા અને રેલવે બજેટની દરખાસ્તો પર મમતા બેનરજી સાથે ચર્ચા કરતા હતા. આખું રેલવે મંત્રાલય જાણે મમતાના દોરીસંચાર હેઠળ કામ કરતું હોય એમ લાગે છે. રેલવેની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વાસુદેવ આચાર્ય કહે છે કે રેલવે પ્રધાનને નિર્ણય લેવા દેવાતા નથી તે ખરેખર કમનસીબ કહી શકાય...
ત્રિવેદી- રાહુલ વચ્ચે મુલાકાતથી તંગ સ્થિતિ
બજેટની વિગતો અંગે દિનેશ ત્રિવેદી પાસે કશું કહેવા જેવું નથી હોતું પણ રેલવે ભાડા વધારવાના મુદ્દે તેમની અને મમતા વચ્ચે મતભેદ છે. જો કે તેમની અને મમતા વચ્ચે બીજા પણ મતભેદ છે. તાજેતરમાં ત્રિવેદી રાહુલ ગાંધીને મળ્યા હતા તે મુદ્દે મમતા ગુસ્સામાં છે પોતાના રાજ્ય પશ્ચિમ બંગાળ માટે માગેલ નાણાંકીય સહાય યુપીએ સરકારે ના આપતા ઉભી થયેલી તંગ સ્થિતિ દરમિયાન દરમ્યાન ત્રિવેદી અને રાહુલ વચ્ચે મીટીંગ થઈ એટલે મમતા ધૂંઆપૂંઆ થઈ ગયા હતા. દિનેશ ત્રિવેદીની આ મુદ્દે એવી દલીલ છે કે ઉત્તર પ્રદેશમાં રેલવે પ્રોજેક્ટ માટે રાહુલ ગાંધીની સાથે મુલાકાત થઈ હતી. આ મુલાકાતની મમતાના આઇડિયા પર કોઈ અસર પડવાની નથી.
પાઇલોટ તરીકેની તાલીમ મેળવનાર દિનેશ ત્રિવેદી રાહુલના પિતા રાજીવ ગાંધીને તેઓ પાયલોટ તરીકે ઉડાન ભરતા હતા ત્યારના જાણે છે અને અત્યાર સુધી ગાંધી કુટુંબ સાથે તે સંબંધો જાળવી રાખ્યા છે આ વિગત પણ મમતા બેનરજીના ગુસ્સામાં વધારો કરી રહી છે.
બીએસપીના ભ્રષ્ટ પ્રધાન કોંગ્રેસમાં...
ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસ બહુ સ્પષ્ટ નથી એમ દેખાઈ આવે છે. એક તરફ તેણે ભ્રષ્ટ ઉમેદવારોને દૂર રાખીને ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે, તેમ છતાં અત્યાર સુધીમાં તેણે ૧૪ ઉમેદવારોને બદલ્યા છે કેટલાક તો રાહુલ ગાંધીની સૂચના પ્રમાણે બદલ્યા છે પરંતુ બીએસપીમાંથી હાંકી કઢાયેલા ભ્રષ્ટ પ્રધાન અનીસ એહમદખાનને ફીલભીતની બિલાસપુર બેઠક પરથી ટિકિટ આપી છે, જે પણ રાહુલની સૂચના પ્રમાણે છે. માયાવતી સરકારમાં માઇનોરિટી વેલ્ફેર અને હજ ખાતાના પ્રધાન અનીસખાન સામે વિધાનસભ્યના ભંડોળના દુરૃપયોગના આરોપ હેઠળ ખસેડયા હતા. બિલાસપુરથી તે ત્રણવાર જીત્યા હતા છતાં માયાવતીએ તેમને ટિકિટ નહોતી આપી...
મીરાંકુમાર પાકિસ્તાનની મુલાકાતે જશે
૨૧ ફેબુ્રઆરીથી લોકસભાના અધ્યક્ષ મીરાંકુમાર પાકિસ્તાનની મુલાકાતે જઈ રહ્યા છે ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું કે લોકસભાના અધ્યક્ષની પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીની આ પ્રથમવારની મુલાકાત હશે. પાકિસ્તાનથી આવેલા આમંત્રણમાં મીરાકુમાર ઉપરાંત વડાપ્રધાન મનમોહનસિંહ અને સોનિયા ગાંધીના આમંત્રણનો પણ સમાવેશ થાય છે. મનમોહન સિંહ અને સોનિયા ગાંધીએ હજુ આમંત્રણને કોઈ પ્રતિભાવ નથી આપ્યો. બંને દેશના સાંસદો વચ્ચેના અને બંને દેશના લોકો વચ્ચેના સંબંધો સુધારવામાં મીરાંકુમારની મુલાકાતનો ધ્યેય હશે.
પ્રઘાન શૈલજાને ભંડોળની અપીલ
ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચર હેરીટેજ (INTAGH) ના દિલ્હી ચેપ્ટરે કેન્દ્રના કલ્ચરલ મિનિસ્ટર કુમારી શૈલજાને જણાવ્યુ છે કે, પુરાતત્ત્વ ખાતાની ઇમારતો જાળવવાના તેમના પ્રોજેક્ટ માટે ભંડોળ ઓછું પડે છે. માટે તે ભંડોળ ઉભી કરવા સહાય કરવી જરૃરી છે INTACH ના દિલ્હી એકમના ચેરમેન એલ. કે. ગુપ્તાએ આ મુદ્દો ત્યારે ઉઠાવ્યો હતો કે જ્યારે શૈલજા ચાર પુસ્તકો ખુલ્લા મૂકવા આવ્યા હતા.
ફૂડ એન્ડ હોસ્પિટાલીટી ફેસ્ટીવલ
તા. ૧૭થી ૨૦ એપ્રિલ સુધી સિંગાપુર ખાતે યોજાનાર એશિયાના સૌથી મોટા ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ફેસ્ટીવલમાં ભારતનું ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ક્ષેત્ર છવાયેલું રહેશે. સિંગાપુર એક્ઝીબીશન સર્વિસના ચીફ એક્ઝીકયુટીવ સ્ટીફન તાવીને જણાવ્યું છે કે વિશ્વમાં ખોરાકી ચીજો ઉત્પન્ન કરવામાં ચીન પછી ભારત બીજા નંબરે આવે છે.
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|