| Last Update : 10-Feb-2012,Friday |
|
|
| |
| |
|
|
મોર્તઝાએ કેપ્ટન્સી છોડવાની ધમકી આપી
બાંગ્લાદેશ પ્રિમિયર લીગમાં મોર્તઝાને સ્પોટ ફિકસિંગની ઓફર
|
|
મેચમાં કેપ પહેરશે કે ગોગલ્સ તે માટેનું પણ સ્પોટ ફિકસિંગ
ઢાકા, તા. ૯
આઇપીએલની જેમ બાંગ્લાદેશ પ્રિમિયર લીગનો પણ પ્રારંભ થઇ રહ્યો છે. જેમાં વિદેશના ખેલાડીઓ પણ રમવાના છે. હજુ આ ટુર્નામેન્ટ શરૃ થાય તે પહેલા જ સ્પોટ ફિકસિંગનો વિવાદ ઉછળ્યો છે.
આ લીગની એક ટીમ ઢાકા ગ્લેેડીએટર્સના કેપ્ટન મોર્તઝાએ ધડાકો કર્યો છે કે સાથી ખેલાડીઓએ તેને સ્પોટ ફિકસિંગમાં સામેલ થવાની ઓફર કરી છે.
મોર્તઝાને એવી ઓફર સ્પોટ ફિકસરે કરી હતી કે તે કેટલી મેચ રમવાનો છે તે જણાવે તે ઉપરાંત તે અમુક મેચમાં અમુક સમયે કેપ કે ગોગલ્સ પહેરશે કે નહીં પહેરે. જો મોર્તઝા સ્પોટ ફિકસરોનું કહ્યું માનીને રમે તો તેને ફિકસિંગની કમાણીના ૧૫ થી ૨૦ ટકા ઓફર થયા હતા. કેટલાક ખેલાડીઓએ જ મોર્તઝાને આ રેકેટમાં જોડાવવા જણાવ્યું હતું.
મોર્તઝાએ ગુસ્સે ભરાઇને તેના મેનેજર તેમજ પ્રિમિયર લીગના આયોજકોને ફરિયાદ કરી દીધી હતી. મોર્તઝાએ એવી ધમકી પણ આપી છે કે જો તેને ટુર્નામેન્ટ દરમ્યાન ખેલાડીઓનું વર્તન શંકાસ્પદ લાગશે તો ટુર્નામેન્ટમાંથી જ ખસી જશે. |
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|