| Last Update : 10-Feb-2012,Friday |
|
|
| |
|
|
|
|
કર્ણાટકના પોર્ન ક્લિપ જોનારા પ્રધાનોને જેલમાં નાખો ઃ અણ્ણા
|
| |
રાજકીય પક્ષોમાં આવા લોકો લોકશાહીના મંદિરને અભડાવતા હોવાનો આક્ષેપ
નવી દિલ્હી તા.૯
ચાલુ વિધાનસભાએ પોર્ન ક્લીપ જોઇ રહેલા અને પાછળથી રાજીનામું આપનારા કર્ણાટકના ત્રણે પ્રધાનોને વિધાનસભામાંથી બરતરફ કરીને જેલમાં નાખવા જોઇએ એવો આક્રોશ ગાંધીવાદી નેતા અણ્ણા હજારેએ વ્યક્ત કર્યો હતો.
અણ્ણાએ એક નિવેદન પ્રગટ કરીને કહ્યું હતું કે આપણા રાજકીય પક્ષોમાં આવા નમૂના ઘણા છે જે લોકો લોકશાહીના મંદિર સમી વિધાનસભા અને સંસદને અપવિત્ર કરે છે. 'આજે રાજકીય પક્ષો આવા લોકોને ચૂંટણી ટિકિટ આપવા માટે ટળવળે છે. દરેક પક્ષમાં આવા ઘણા લોકો છે જે સંસદ અને રાજ્ય વિધાનસભાઓને ગંદાં કરે છે. આવા લોકોના હાથમાં દેશનું ભાવિ શી રીતે સુરક્ષિત રહે ?'
હજારેએ વધુમાં કહ્યું, આ પ્રધાનોએ વિધાનસભાનું અને દેશના બંધારણનું પણ અપમાન કર્યું છે. તેમને વિધાનસભામાંથી બરતરફ કરીને જેલમાં ગોંધી દેવા જોઇએ. |
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|