| Last Update : 10-Feb-2012,Friday |
|
|
| |
|
|
|
|
રશિયન વૈજ્ઞાાનિકોની મહત્વની ઉપલબ્ધી
દક્ષિણ ધૂ્રવ પર ડ્રીલીંગ કરીને હિમયુગ પૂર્વેનું વિશાળકાય સરોવર શોધ્યું |
|
(પી.ટી.આઈ.) મોસ્કો, તા. ૯
એન્ટાર્કટીકા પર સંશોધન ચલાવી રહેલા રશિયન વૈજ્ઞાાનિકો છેલ્લા બે દાયકાથી ડ્રીલીંગ કરતા હતા. તેઓએ ડ્રીલીંગ કરતા એક એવા સરોવર સુધી પહોંચી ગયા છે, જે માઈલો જાડા બરફના થર નીચે સચવાયેલું વિશાળકાય સરોવર છે. વૈજ્ઞાાનિકોનું માનવું છે કે આ સરોવરમાં પૃથ્વીની ઉત્પત્તિ બાદ ઠંડા પડવાની પ્રક્રિયા દરમ્યાન એકત્ર થયેલું પાણી સચવાયેલું પડયું છે.
આ સરોવરમાં હિમયુગ પૂર્વેની સૂક્ષ્મ જળસૃષ્ટિ જળવાઈ રહી હોવાનું અનુમાન
આ સરોવર માઈલો જાડા બરફના થર નીચે સચવાયેલું હોવાને કારણે બે કરોડ વર્ષ પહેલાનું પાણી તેમાં સચવાયું હોવાની શક્યતા છે તેથી તેમાં કેટલાક દુરના ભૂતકાળના સજીવો મળી આવવાની શક્યતા જોવામાં આવી રહી છે. તે સંજોગોમાં દુરના ગ્રહો જે પોતાની સપાટી પર બરફનો થર ધરાવે છે તેના બરફના થરની નીચે જીવનની શક્યતા છે કે નહીં તે જાણી શકાશે તેમ વિજ્ઞાાનીકોએ માહિતી આપી હતી.
આ સંદર્ભે માહિતી આપતા રશિયન વૈજ્ઞાાનીક દળના વડા વેલેરી લ્યુકીને જણાવ્યું હતું કે આખરે વિજ્ઞાાન વોસ્ટોક સરોવરના જળને સ્પર્શી ગયું છે. એન્ટાર્કટીકા પર આવેલા નાના સરોવરોને ભેગા કરવામાં આવે તો આશરે ૪૦૦ સરોવર જેટલું કદ આ વોસ્ટોક સરોવરનું છે. વિશ્વમાં વૈજ્ઞાાનિકો જે સંશોધન કાર્યો ચલાવી રહ્યાં છે તેમાં આ મહત્ત્વનું સંશોધન ગણાય છે. આ સરોવર ૧૬૦ માઈલ લાંબુ અને ૩૦ માઈલ ઉંડુ હોવાનું માનવામાં આવે છે. તેનું કદ એન્ટોરીયો સરોવર જેટલું હોવાની ધારણા છે.
રશિયાની આર્કટીક તેમજ એન્ટાર્કટીક રીસર્ચ ઈન્સ્ટીટયુટ (એ.એ.આર.આઈ.) ધ્વારા થયેલી આ મહત્ત્વની ઉપલબ્ધીની જાણકારી વેલેરી લ્યુકિને આપી હતી. તેમણે ૧૯૬૯માં અમેરિકાએ, રશિયાને ચંદ્રારોહણમાં આપેલી હાર સાથે આ સંશોધનને સરખાવતા જણાવ્યું હતું કે આ શોધને ચંદ્ર પર પહોંચવાના ઉડ્ડયન સાથે સરખાવી શકાય.
રશિયન દળે રવિવારે આ સરોવર શોધી કાઢ્યું હતું. દક્ષિણ ધુ્રવથી આશરે ૮૦૦ માઈલ દુર અગ્નિકોણમાં આ ટીમ ડ્રીલીંગ કરતી હતી ત્યારે ૧૨,૩૬૬ ફૂટની ઉંડાઈએથી આ સરોવર મળી આવ્યું છે. આ વિસ્તાર ઉત્તર તેમજ દક્ષિણ ધુ્રવ ખાતેનો પૃથ્વીના મધ્યબિંદુરૃપ વિસ્તાર ગણાય છે.
વૈજ્ઞાાનિકોને આશા છે કે પૃથ્વીના ભૂતકાળમાં હિમયુગ દરમ્યાન પૃથ્વી પર જે સુક્ષ્મ જળસૃષ્ટિ પેદા થઈ હતી તેની ઝલક કદાચ આ સરોવરમાં જોવા મળે તેવી શક્યતા છે. આ જળસૃષ્ટિ નરી આંખે જોઈ શકાતી નથી. વૈજ્ઞાાનીકોનું માનવું છે કે આ સરોવરમાં સદા ઠંડી અને દબાણ જળવાઈ રહ્યું હોવાને કારણે કદાચ આ સરોવરમાં હિમયુગ સમયની સુક્ષ્મ જળસૃષ્ટિ અથવા તેના અષ્મિઓ જળવાઈ રહ્યા હોય. કેમકે વોસ્ટોક સરોવરમાં અત્યારે મંગળ પર અથવા તો ગુરૃના ચંદ્ર યુરોપા અથવા શનિના ચંદ્ર એન્સેલેડસ પર બરફના આચ્છાદન નીચે જે પ્રકારનું પાણી હોવાની વકી છે, તેવું વાતાવરણ આ સરોવરમાં સચવાઈ રહ્યું છે.
આ સંદર્ભે નાસાના મુખ્ય વૈજ્ઞાાનિક વાલીદ અબ્દલાતિએ પત્રકારોને જણાવ્યું હતું. અમેરિકા અને બ્રિટનની ટીમ પણ આ સંદર્ભે સંશોધન કરી રહી છે. તેઓએ સરોવર શોધ્યા પણ છે. પણ તે વોસ્ટોક સરોવરથી નાના છે અને ઉંમરની દ્રષ્ટિએ પણ વોસ્ટોક સરોવરથી ઘણા નવા અથવા નાના છે. તે દ્રષ્ટિએ આ મહત્વની શોધ કહી શકાય તેમ કોલંબીયા યુનિવર્સીટીના વૈજ્ઞાાનિક (ગ્લેસીયોલોજીસ્ટ) રોબીન બેલે માહિતી આપી હતી. |
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|