
ચેન્નાઇ તા.૧૦
બોલિવૂડના સિનિયર ફિલ્મસર્જક ટીનુ વર્માની પહેલવહેલી તમિળ ફિલ્મ ‘કટ્ટુ પુલી’ (એટલે કે એક્શન કંિગ)માં અર્જુન અને સયાલી ભગતનાં કિસનાં દ્રશ્યો પર સેન્સરની કાતર ફરી વળી. એક-બે નહીં, પૂરા ચૌદ કટ મળ્યાં હતા.
આ ફિલ્મ જંગલ થ્રીલર છે જેમાં અર્જુન એક એવા ડૉક્ટરની ભૂમિકા કરે છે જે સિક્રેટ મિશન માટે એક ટુકડી સાથે નીકળ્યા છે.
આ ફિલ્મમાં ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા સયાલી ભગત, મિસ્ટર ઇન્ડિયા ટાઇટલ વિજેતા રજનીશ દુગ્ગલ, મિસ આસામ હન્યા, અમિત, જહાં અને જેનિફર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં સયાલી ભગતે કેટલાંક બેધડક એક્શન દ્રશ્યો આપ્યાં છે.
જો કે અત્યારે તો સેન્સરે ચલાવેલી કાતરનો સામનો શી રીતે કરવો એ પ્રશ્ન ટીનુ વર્મા માટે માથાનો દુઃખાવો બની રહ્યો છે.