
મુંબઇ, તા.10
બોલીવુડના મહાનાયક, અમિતાભ બચ્ચન ઉપર તા.11મીએ સર્જરી થશે તે અંગે પુત્ર, અભિષેક બચ્ચને જણાવ્યું કે તેમના પિતાને 1982માં કુલી ફિલ્મના શૂટીંગ દરમિયાન થયેલી દુર્ઘટનાને કારણે પેટની સર્જરી કરાવવી પડી રહી છે.
અભિષેક બચ્ચને જણાવ્યું કે Paaની સર્જરી થઇ રહી છે અને વર્ષ-1982માં કુલી ફિલ્મની દુર્ઘટનાને કારણે અત્યારે આ સર્જરી કરાવવી પડી રહી છે. ગત વર્ષોમાં તેઓના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે અને અમને વિશ્વાસ છે કે તેઓ પૂર્ણ રીતે સ્વસ્થ થઇને હોસ્પીટલથી આવશે. તેઓની સર્જરી મુંબઇની જ હોસ્પીટલમાં થશે.
ઉલ્લેખનીય છે કે 26 જુલાઇ, 1982માં કુલી ફિલ્મના મારધાડના એક દ્રશ્યમાં શુટીંગ દરમિયાન ઘાયલ થઇ ગયા હતા.
બીજી તરફ ગુરુવારે અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં જણાવ્યું છે કે તા.11, શનિવારે સવારે મારા પેટની સર્જરી કરાશે. મારા ડોકટરોનું કહેવું છે કે આ સર્જરી બહુ જટિલ નહીં હોય.