ન્યૂયોર્ક તા.૧૦
કેન્સર સામે લડી રહેલા ક્રિકેટર યુવરાજે પોતાના મનોબળનો પુરાવો આપતાં ટ્વીટર પર કિમોથેરપીથી માથાના વાળ ઊતરી ગયા પછીના ટકલા ચહેરાવાળો પોતાનો ફોટો મૂક્યો હતો.
એણે લખ્યું હતું -લીવસ્ટ્રોન્ગ-યુવસ્ટ્રેાન્ગ...
એ જોઇ-વાંચીને ઘણાએ એને બિરદાવ્યો હતો. હાલ યુવરાજ અમેરિકામાં કેન્સરની બીમારી દૂર કરવા કિમોથેરપીની સારવાર લઇ રહ્યો છે. તાજેતરમાં એણે પોતાના લાખો ચાહકો અને સ્નેહી-સ્વજનોનેા ટ્વીટર પર આભાર માન્યો હતો.