નવી દિલ્હી તા.૧૦
ટીવી પર આપઘાતનું દ્રશ્ય જોઇને પોતાના ઘરમાં એ દ્રશ્યની નકલ કરવા જતાં દિલ્હીના એક કિશોરને ગળે સાચો ફાંસો લાગી જતાં એનું મરણ થયું હતું એમ પોલીસે કહ્યું હતું.
પૂર્વ દિલ્હીમાં જાફરાબાદ ખાતે સર્વોદય સ્કૂલના પાંચમા ધોરણમાં ભણતા સુહૈલને એની માતાએ છત પરના પંખામાં ફાંંસો લાગેલી સ્થિતિમાં જોઇને ઊંડો આઘાત અનુભવ્યો હતો.
પરિવારના એક મિત્રને ત્યાં અવસાન થતાં સુહૈલનાં માતાપિતા મોહમ્મદ સલીમ અને એશા બેસણામાં ગયાં હતાં. પાછા ફર્યા બાદ સુહૈલને પંખા પર લટકતો જોઇને એ બંને તરત ગુરુ તેગ બહાદૂર હૉસ્પિટલમાં લઇ ગયાં હતાં જ્યાં ડૉક્ટરોએ એને મૃત જાહેર કર્યો હતો. સુહૈલ માબાપનો એકનો એક દીકરો હતો.
પોલીસે કહ્યું કે થેાડા દિવસ પહેલાં સુહૈલે ટીવી પર એક દ્રશ્યમાં સંબંધિત પાત્રને આ રીતે આપઘાત કરતાં જોયું હતું. એની નકલ કરવા જતાં એણે જાન ગુમાવ્યો હતો.