| દક્ષિણ ગુજરાતના ૩૭ ગામોના ખેડૂતોની અંદાજે ૬૦૦થી વધુ હેકટર જમીન બચાવવા આંદોલન છેડાશે
(પ્રતિનિધિ દ્વારા) સુરત,ગુરુવાર
કેન્દ્રીય જહાજ-માર્ગ વાહન વ્યવહાર અને ધોરી માર્ગ મંત્રાલય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા સુચિત વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈ-વે માટે સુરત જિલ્લાના માંગરોળ,માંડવી,કામરેજ,બારડોલી તથા પલસાણા તાલુકાના કુલ ૩૭ ગામોની ખેતીની અંદાજે ૬૦૦ હેકટરથી વધુ જમીન સંપાદિત કરાશે.જેથી સુચિત વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવે માટે સંપાદિત થનારી ખેતીલાયક જમીનના વિરોધ સામે વાંધો ઉઠાવવા ખેડૂત સમાજે આગામી તા.૧૩મી ફેબુ્ર.ના રોજ કામરેજ ચાર રસ્તા પાસેથી વિશાળ વિરોધ રેલી કાઢવા આહવાન આપ્યું છે.
કેન્દ્રીય જહાજ-માર્ગ-વાહન વ્યવહાર અને ધોરી માર્ગ મંત્રાલય વિભાગ દ્વારા તાજેતરમાં સુચિત વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈ-વે માટે જમીન સંપાદન કરવા ખાસ જમીન સંપાદન અધિકારી શાખા-૧ની નિમણુંક કરવામાં આવી છે.જેથી સુચિત વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈ વે માટે સુરત જિલ્લાના માંગરોળ,માંડવી,કામરેજ,બારડોલી અને પલસાણા તાલુકાના કુલ ૩૭ ગામોની અંદાજે ૬૦૦થી વધુ હેકટર ખેતીલાયક જમીન સંપાદિત કરવામાં આવશે.આથી રૃ.૭ હજાર કરોડના સુચિત વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈ-વેના કારણે સુરત જિલ્લાના ૩૭ ગામોના અનેક ખેડૂતોની ખેતીલાયક જમીનને અસર થશે.
જેના કારણે સુચિત વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈ-વે માટે ખેડૂતોની જમીન સંપાદન કરવા સામે ગુજરાત ખેડૂત સમાજમાં ઉગ્ર વિરોધનો વંટોળ ઉઠવા પામ્યો છે.અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતની ખેતીલાયક જમીનની ૩૦ થી ૪૦ કીમીની ત્રિજયામાં ચાર હાઈ-વે પૈકી કોસ્ટલ હાઈ વે,નેશનલ હાઈવે નં.-૬,ઈન્ટર્ન એક્સપ્રેસ હાઈ વે તથા એક્સપ્રેસ હાઈ-વે આવે છા.તદુપરાંત ડીઆઈઆઈસી રેલ્વે લાઈન પણ આવેલી છે.જેથી સુચિત વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈ વે માટે સંપાદિત થનારી ખેતી લાયક જમીનના પગલે સુરત જિલ્લાના ૩૭ ગામોની વધુ ખેતી લાયક જમીનમાં ડામર પથરાઈ જશે.
જેથી સુચિત એક્સપ્રેસ હાઈ વે માટે જમીન સંપાદિત કરવા માટે બહાર પાડવામાં આવેલા જાહેરનામા બાબતમાં વાંધા વિરોધ નોંધાવવા ગુજરાત ખેડૂત સમાજ દ્વારા ખેડૂતોને આંદોલન કરવા આહવાન આપ્યું છે.આગામી તા.૧૩મી ફેબુ્રઆરીના રોજ કામરેજ ચાર રસ્તાથી નીકળનારી ખેડૂતોની રેલીમાં ઉપસ્થિત રહેવા ગુજરાત ખેડૂત સમાજે અનુરોધ કર્યો છે. |