| Last Update : 10-Feb-2012,Friday |
|
|
| |
|
|
|
|
ગોહિલવાડમાં હાજા ગગડાવતી ઠંડી તાપમાનનો પોરો ગગડીને ૭.૭ ડિગ્રી પર
|
| |
| |
ભાવનગર, ગુરૃવાર
ગોહિલવાડમાં બીજા દિવસે પણ તાપમાનનો પારો ગગડતા તેમજ હીમભર્યો ઠંડોગાર વેગીલો પવન ફૂંકાતા આજે પણ વાતાવરણ ટાઢુબોળ રહ્યું છે. શહેર જિલ્લામાં વહેલી સવારથી આખો દિવસ હાડ થીજાવતી કાતીલ ઠંડીથી જનજીવન પર વિપરીત અસર પડી હતી.
સતત બીજા દિવસે હિમભર્યો પવન કલાકના ૨૦ થી ૨૨ કિ.મી.ની ઝડપે ફૂંકાતા લોકોને કાતિલ ઠંડીનો અહેસાસ
ઉત્તરભારતમાં ભારે હિમવર્ષા થવાને પગલે ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કાતીલ ઠંડીના આક્રમણથી જનજીવન અત્યંત પ્રભાવિત થયું છે. ભાવનગરમાં ગઇકાલે તાપમાનનો પારો ગગડીને ૮.૯ ડિગ્રી પર પહોંચી જતા સિઝનનો સૌથી ઠંડો દિવસ અને છેલ્લા ચાર વર્ષની ઠંડીની સરખામણીએ સૌથી વધુ હાજા ગગડાવી દે તેવી ઠંડી પડી હતી.
જ્યારે આજે બીજા દિવસે પણ તાપમાનનો પારો એક ડીગ્રી ગગડીને ૭.૭ ડિગ્રી પર પહોચ્યો હતો. અને રોગીલી શિતલહેરથી હાડથીજવતી ટાઢનો ચમકારો તીવ્ર થયો હતો. જેના લીધે લોકોને કાશ્મીર જેવી કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો. હવામાન વિભાગના જણાવ્યાનુસાર ભાવનગરમાં આજે તાપમાનનો પારો એક ડિગ્રી ગગડતા લઘુતમ તાપમાન ૭.૭ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૩.૬ ડિગ્રી અને ૨૨ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ટાડોબોળ વાયરો વાયો હતો. |
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|