| |
નડિયાદ,તા. ૯
માતર પંથકના ત્રાજ ગામમાં આવેલ બરોડા બેન્કમાંથી બોગર દસ્તાવેજો બનાવી લોન લેવાનું કૌભાંડ આચરાયું હતું. આ બનાવમાં મરણ ગયેલ વ્યક્તિ ના નામે લોન કર્મીચારી દ્વારા ૪,૪૫,૦૦૦/-ની બોગસ લોન આપવાનું કૌભાડ હાથ ધરાયું હતું. જેમાં માતર પોલીસને બનાવની જાણ કરતા ત્રણ ઈસમો વિરૃધ્ધ ફરિયાદ નોંધાઈ છે.
મૃત વ્યક્તિના નામે લોન લેવા અંગે પોલીસમાં ફરિયાદ થઈ
માતર પંથકના ત્રાજમાં આવેલ બેન્ક ઓફ બરોડામાં બોગસ દસ્તાવેજો બનાવી લોન લેવાનું કોંભાડ આચાર્યુ હતુ. આ બનાવમાં બેન્કના કર્મચારી દ્વારા લોનના કાગળો પર સહિસિક્કા કરાયા હોવાની જાણ થતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. જેમાં પ્રભાતભાઈ સનાભાઈ સોલંકીએ પોતાના મરણ ગયેલ પિતા સનાભાઈ મથુર ભાઈનો ફોટો આપી તેમની ખોટી સહી કરી બેન્કમાંથી ટ્રેકટરમાટે લોન લેવાના કાર્યાવાહી હાથ ધરી હતી. જેમાં બચુભાઈ ખોડાભાઈ સોલંકીએ રણછોડભાઈ સોલંકીની ખોટી સહિઓ કરી હતી. આ બનાવમાં બેન્કના કર્મચારી ભાવેસભાઈ પટેલે લોનના કાગળો પર સહિક્કા કરી આપ્યા હતા.
ઉપરોક્ત બનાવમાં ટ્રેકટર લેવા માટે ૪,૪૫,૦૦૦ની લોન લેવા માટે બોગસ દસ્તાવેજો ઉભા કરવાનું કોભાડ રચાયુ હતુ. આ બનાવમાં માતર પોલીસે ઉપરોક્ત ત્રણ ઈસમો વિરૃધ્ધ ફરિયાદ નોંધી કાયદાકીય તપાસ હાથ ધરી છે.
|