અમદાવાદ, ગુરુવાર
દેશના સૌથી જુના મુંબઈ શેરબજાર ખાતે ડેરિવેટિવ્ઝના કામકાજની શરૃઆત બાદ આજે પ્રથમ વખત અત્રે ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં રૃા. ૧૭૬૧૬.૨૦ કરોડના વિક્રમી કામકાજ નોંધાયા હતા. બીએસઈ ખાતે લાગલગાટ છેલ્લા ત્રણ દિવસથી ડેરિવેટિવ્ઝ ખાતે વિક્રમ ટર્નઓવર નોંધાઈ રહ્યું છે.
આજે નોંધાયેલ રૃા. ૧૭૬૧૬ કરોડના ટર્નઓવરમાં ઈન્ડેક્સ ફ્યુચરમાં ૧૩૨૭.૯૪ કરોડ, ઇન્ડેક્સ ઓપ્શન (કોલ)માં ૭૫૭૯.૩૯ કરોડ, ઈન્ડેક્સ ઓપ્શન (પુટ)માં ૮૬૭૫.૮૭ કરોડ અને ઈક્વિટી ફ્યુચરમાં ૩૩.૦૧ કરોડના કામકાજ નોંધાયા હતા તેમ બીએસઈના ડિરેક્ટર અનિલ શાહે જણાવતા ઉમેર્યું હતું કે એક્સચેન્જના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટને ધમધમતું કરવા અમલી બનાવાયેલ લિક્વિડીટી એન્હાન્સમેન્ટ યોજનાને સારો પ્રતિસાદ સાંપડયો છે અને ચાલુ નાણાંકીય વર્ષના અંત સુધીમાં આ આંકડો નવી વિક્રમી સપાટીએ પહોંચશે.
આજે બીએસઈ ડેરિવેટિવ્ઝમાં ૬૦૧૨૮ સોદા થયા હતા. જ્યારે ૬૭૫૬૯૪ કોન્ટ્રાક્ટ નોંધાયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ ૫૬૩૪૨ કોન્ટ્રાક્ટનો રહ્યો હતો. |
|