Last Update : 10-Feb-2012,Friday
 

અઠવાડિક ભવિષ્ય તા. ૫-૨-૨૦૧૨ રવિવારથી તા.૧૧-૨-૨૦૧૨ શનિવાર સુધી

મેષ (અ.લ.ઈ.)

 

બજારોની વધઘટમાં વેપાર-ધંધો કરવામાં ઘ્યાન રાખવું. તે સિવાય ધર્મકાર્ય, યાત્રા-પ્રવાસ થાય. સગા સંબંધી-મિત્રવર્ગના કામમાં વ્યસ્તતા રહે. સીઝનલ ધંધામાં આવક થાય. વધારાનું કામ ઉકેલાય. નાણાંની લેવડદેવડનો વ્યવહાર સચવાઈ રહે. રસકસનાં વેપારમાં, તેલ, લોખંડ, કાચ, પત્થર, ટ્રાવેલ્સના ધંધામાં ધંધો થાય પરંતુ લોભ-લાલચમાં જોખમ કરવું નહી. તા. ૫ ફેબુ્ર. રવિ વ્યવહારિક, સામાજીક, સંસ્થાકીય કામની વ્યસ્તતા રહે. ૬ સોમ બજારોની વધઘટમાં ધીરજ રાખવી. ૭ મંગળ ધર્મકાર્ય, યાત્રાપ્રવાસ, ખર્ચ-ખરીદી થાય. ૮ બુધ બપોર પછી તમારા કામમાં સાનુકૂળતા જણાય. ૯ ગુરુ હૃદય-મનની પ્રસન્નતા આનંદ અનુભવાય. ૧૦ શુક્ર ધાર્મિક, સામાજીક કે નોકરી-ધંધાના સંબંધો તાજા થાય. ૧૧ શનિ સાંસારીક પ્રશ્નમાં માનસિક પરિતાપ ગુસ્સો જણાય.

 

વૃષભ (બ.વ.ઉ.)

 

નોકરી-ધંધામાં, પુત્ર-પૌત્રાદિકના કામમાં આપે વાણીની મિઠાશ અને વ્યવહારમાં નમ્રતા રાખવી જરૂરી રહેશે. આપના મકાન-જમીન-વાહનના કામમાં પ્રગતિ જણાય. લે-વેચના, ખરીદ-વેચાણની કામગીરીમાં સાનુકૂળતા રહે. વ્યવહારિક, સામાજીક, કૌટુંબિક કામમાં અગત્યનો નિર્ણય લેવો પડે. સરકારી નોકરીમાં ઇચ્છા-અનિચ્છાએ વધારાની કામગીરી, જવાબદારી સ્વીકારવી પડે. તા. ૫ ફેબુ્ર રવિ કામકાજમાં પ્રગતિ, બહાર જવાનું થાય. ૬ સોમ નોકરી-ધંધાના કે અન્ય કામ અંગે કોઈને મળવાનું થાય. ૭ મંગળ યાત્રા પ્રવાસ, મુલાકાત, ધર્મકાર્ય, શુભકાર્યથી આનંદ રહે. ૮ બુધ નોકરી-ધંધાના, ઘર-પરિવાર-કુટુંબના કામમાં ચંિતા-ઉચાટ. ૯ ગુરુ શાંતિથી-ધીરજથી કામકાજ કરવું. ઉતાવળ-ગુસ્સો કરવો નહીં. ૧૦ શુક્ર સાંજના સમયે સાનુકૂળતા, હળવાશ રહે. ૧૧ શનિ વિલંબમાં પડેલ કામ ઉકેલાય, આનંદ રહે.

 

મિથુન (ક.છ.ઘ.)

 

આપને એક ચંિતા ઉપાધિ હોય એટલામાં અન્ય ચંિતા-ઉપાધિ આવવાના કારણે હૃદય-મનને શાંતિ જણાય નહીં. વ્યવહારિક, સામાજીક, કૌટુંબિક પ્રશ્નમાં, સંયુક્ત ધંધાના પ્રશ્નમાં, હિસાબી કામકાજમાં આપ અટવાયા કરો. વાતવાતમાં ઉશ્કેરાટ-ગુસ્સો આવી જાય, અથવા સાવ સૂનમૂન થઈ ગયા હોવ તેમ લાગ્યા કરે. નોકરી-ધંધાના યથાવત કામમાં વ્યસ્ત રહો. પરંતુ આંતરિક મનોવ્યથા-મુશ્કેલી-મુંઝવણ અન્યના કારણે અનુભવો. તા. ૫ ફેબુ્ર રવિ માનસિક પરિતાપ રહે. ૬ સોમ શેરોના, શરાફના, અનાજ, તેલની ધંધામાં, ઘઉંના વેપારી કામકાજમાં સંભાળવું પડે. ૭ મંગળ બપોર પછી રાહત રહે. ૮ બુધ નોકરી-ધંધાના, ઘર-પરિવારનાં કામકાજમાં ચંિતા રૂકાવટ જણાય. ૯ ગુરુ રોજીંદા કામમાં ઘ્યાન આપી શકો. ૧૦ શુક્ર સગાં-સંબંધી મિત્રવર્ગથી ચંિતા-ઉચાટ રહે. ૧૧ શનિ નોકરી-ધંધામાં શાંતિથી કામકાજ કરવું.

 

કર્ક (ડ.હ.)

 

મસ્તક, ગરદન, ખભા, કમરમાં દર્દપીડા છતાં તમારે તમારા નોકરીધંધાના કે વ્યવહારિક, સામાજીક, ધર્મકાર્યમાં વ્યસ્ત રહેવું પડે. આકસ્મિક કોઈને મળવાનું થાય. નોકરી-ધંધાના કામ અંગેની ચર્ચા વિચારણા થાય. ક્ષણિક કોઈ લાભ-ફાયદો જણાય. ઉઘરાણીના નાણાં આવવાથી, ધંધા માટેના એડવાન્સ નાણાં આવવાથી તમારા ધંધા સિવાયના નાણાંની લેવડ દેવડ-ખર્ચાનો વ્યવહાર, સમય સચવાઈ જાય. સોના-ચાંદીના-ધાતુના છૂટક પરચુરણ વેપારમાં સાનુકૂળતા રહે. તા. ૫ ફેબુ્ર. રવિ અન્યના કારણે ખર્ચ-ચંિતા, બહાર જવું પડે. ૬ સોમ નોકરી-ધંધાના કામમાં માનસિક પરિતાપ, દ્વિધા રહે. ૭ મંગળ જુના સંબંધો તાજા થાય, કામકાજમાં સાનુકૂળતા રહે. ૮ બુધ શારીરિક-માનસિક કષ્ટ-પીડા. ૯ ગુરુ નોકરી ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. ૧૦ શુક્ર હૃૃદય-મનની પ્રસન્નતા રહે, બહાર જવાનું થાય, કોઈને મળવાનું થાય. ૧૧ શનિ નુકસાનીથી સંભાળવું, વિવાદથી દૂર રહેવું.

 

સંિહ (મ.ટ.)

 

આપના વિચારોની દ્વિધા-ચંિતા-શંકામાં-અનંિદ્રામાં અટવાયેલા રહો. પરંતુ છેવટે તમારી ચંિતા-મુંઝવણને ઉકેલવામાં સાનુકૂળતા જણાય. નાણાંની લેવડ દેવડના કે બેંક હપ્તાની ચૂકવણીના પ્રશ્ને, ધંધાની ઓ.ડી. પ્રશ્ને, લોનના પ્રશ્ને, જરૂરી કાગળો એકત્રિત કરવામાં કાર્યવાહી કરવામાં રૂકાવટ, ચંિતા, દોડધામ છતાં અન્યના સહકારથી, સહાનુભૂતિથી તમારી ચંિતામાં ભાર હળવો થાય. નોકરીમાં તમારી મહેનતનો ફાયદો-લાભ બીજાને મળે પરંતુ તમારું કામ અટકી રહે નહીં. તા. ૫ ફેબુ્ર રવિ ઘર, પરિવાર સંતાનના કામમાં ઘ્યાન આપી શકો. ૬ સોમ નોકરી-ધંધાના, બેંકના કામમાં ઘ્યાન આપી શકો. ૭ મંગળ યાત્રા પ્રવાસ મુલાકાતમાં, ધર્મકાર્યમાં સામાજીક પ્રસંગમાં પૈસા-પાકીટ-મોબાઈલ-વાહનનું ઘ્યાન રાખવું. ૮ બુધ વિચારોની દ્વિધા-ચંિતા-શંકા રહ્યા કરે. ૯ ગુરુ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ચંિતા ઉકેલાતી જાય. ૧૦ શુક્ર ધર્મકાર્ય, નોકરી-ધંધાના કામના ઉકેલથી આનંદ રહે. ૧૧ શનિ સાનુકૂળતા રહે.

 

કન્યા (પ.ઠ.ણ.)

 

આપને ચંિતા-બેચેની પછી આનંદમાં-ઉત્સાહમાં વધારો થાય. આપની આવક-બચતના આયોજનમાં સાનુકૂળતા રહે. નોકરી-ધંધામાં, પુત્ર પૌત્રાદિકનાં કામમાં કે ધર્મકાર્યમાં ખર્ચ-ખરીદી થાય. બહાર કે બહારગામ જવાનું થાય. શેરોની લે-વેચમાં, મકાન બાંધકામના ધંધામાં, ધાતુના વેપારમાં, રસકસના, અનાજના વેપાર-ધંધામાં, ઈલેક્ટ્રીકના કોમ્પ્યુટરના કામકાજમાં, ટ્રાવેલ્સના કામકાજમાં જોખમ વધાર્યા વગરનો ધંધો આપને ક્ષણિક લાભ આપી જાય. તા. ૫ ફેબુ્ર રવિ ઘર પરિવારના પ્રશ્ને ચંિતા, ચર્ચા વિચારણા. ૬ સોમ નોકરી-ધંધાનું કામકાજ શાંતિથી, ધીરજથી કરવું. ૭ મંગળ હૃદય-મનની પ્રસન્નતા આનંદમાં વધારો થાય તેવું કામ થાય. ૮ બુધ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ચંિતા-અસ્વસ્થતા અનુભવો. ૯ ગુરુ શરીરમાં કળતર, નોકરી ધંધામાં ચંિતા-વિચારે-મુશ્કેલી રહે. ૧૦ શુક્ર માનસિક પરિતાપ, વિચારોની દ્વિધા રહે, ગુસ્સો આવી જાય. ૧૧ શનિ રોજીંદા કામમાં, અન્ય કામમાં ઘ્યાન આપી શકો.

 

તુલા (ર.ત.)

 

આપ કોઈ બંધન ચંિતા-ઉપાધિમાં આવી ન જાવ તેનું ઘ્યાન રાખવું. તમારા રોજીંદા કામકાજમાં, સગા સંબંધી-મિત્રવર્ગના કે નોકરી-ધંધાના વ્યવહારિક, સામાજીક કામમાં વિવાદ, આક્ષેપ-અપયશ-અપમાનથી સંભાળવું પડે. નાણાંની લેવડ દેવડના પ્રશ્ને, બેંક હપ્તાની ચૂકવણીના પ્રશ્ને, લોન કાર્યવાહીના પ્રશ્ને તમારી ચંિતાનું ભારણ વધતું જાય. વિશ્વાસઘાત, દગાથી આઘાત અનુભવો. સામી વ્યક્તિ તમને મુશ્કેલીમાં મુકે. પરંતુ તમારી સચ્ચાઈ, સત્યનિષ્ઠા, પ્રમાણિકતા અને ધર્મકાર્ય- ભક્તિપૂજાથી તમે મોટી મુશ્કેલી-આપત્તિમાંથી બચી શકો અને છેલ્લી ઘડીએ તમારું કામ ઉકેલાતા હળવાશ-રાહત અનુભવો. તા. ૫ ફેબુ્ર રવિ સગા સંબંધી-મિત્રવર્ગને મળવાનું થાય. ૬ સોમ નોકરી ધંધાના કામમાં જાગૃતિ રાખવી. ૭ મંગળ ધર્મકાર્યથી, આત્મસ્ફૂરણાથી ચંિતા-મુશ્કેલીનો માર્ગ સાનુકૂળ થતો જાય. ૮ બુધ વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો. ૯ ગુરુ કામકાજમાં સાનુકૂળતા, અન્યનો સહકાર, માર્ગદર્શન મળી રહે. ૧૦ શુક્ર શાંતિથી, ધીરજથી કામકાજ કરવું. ૧૧ શનિ તન-મન-ધનથી-વાહનથી, સગા સંબંધી-મિત્રવર્ગથી ચંિતા-બેેેચેની.

 

વૃશ્ચિક (ન.ય.)

 

આપના નોકરી ધંધાના કે વ્યવહારિક, સામાજીક, કૌટુંબીક કામમાં, ધર્મકાર્યમાં સાનુકૂળતા રહે. રૂકાવટવાળા કામનો ઉકેલ આવતો જાય. બેંકના કામ માટે, પુત્ર પૌત્રાદિકના કામ અંગે ચર્ચા વિચારણા થાય, કોઈને મળવાનું થાય. સોના-ચાંદીના, કાગળ, કાપડ, મકાન બાંધકામના, જમીનના, સરકારી કરારી ધંધામાં, કમિશન, દલાલી, એજન્સીના કામમાં સાનુકૂળતા રહે. તા. ૫ ફેબુ્ર. રવિ ઘર-પરિવારમાં, વાતવાતમાં મતભેદ, ઉશ્કેરાટ, ગુસ્સાથી સંભાળવું. ૬ સોમ નોકરી ધંધાના કામની ચંિતા હળવી થતી જાય, કામ ઉકેલાય. ૭ મંગળ હૃદય-મનની પ્રસન્નતા રહે, કામ થાય. ૮ બુધ સરકારી-રાજકીય કામમાં, નોકરી, ધંધાની કામગીરીમાં જાગૃતિ રાખવી. ૯ ગુરુ વડીલવર્ગના પ્રશ્ને ચંિતા જણાય. ૧૦ શુક્ર કામકાજમાં ફાયદો-લાભ જણાય, ધર્મકાર્ય થાય. ૧૧ શનિ પુત્ર પૌત્રાદિકના, પત્નીના કામમાં ઘ્યાન આપવું પડે.

 

ધન (ફ.ધ.ફ.ઢ.)

 

આપને એક દિવસ સાનુકૂળ અને એક દિવસ ચંિતા, ખર્ચ, તકલીફમાં પસાર કરવો પડે. અન્યના કારણે તમારા રોજીંદા કામમાં ફેરફાર થાય. બહારના કે બહારગામના કામ અંગે ચંિતા રહે. સમય-નાણાંનો વ્યય થાય. સંતાનના વિદ્યાભણતર, વિવાહ-લગ્ન કે નોકરી-ધંધાના કામ અંગે મીલન-મુલાકાતનું આયોજન પોતાના અંગત કામ અંગે મીલન-મુલાકાતનું આયોજન ગોઠવાય. લોખંડના, તાંબાના, જસતના વેપારમાં ધંધો મળવાથી કામની વ્યસ્તતા રહે પરંતુ કારીગર વર્ગ, નોકરચાકર વર્ગની તકલીફના કારણે દોડધામ વધારે રહે, આરામ મળે નહીં. તા. ૫ ફેબુ્ર. રવિ સગા સંબંધી, મિત્રવર્ગ-પરિવારથી આનંદ રહે. ૬ સોમ બજારોની વધઘટમાં તમારો ધંધો સાચવીને કરવો. ૭ મંગળ યાત્રા-પ્રવાસ મુલાકાતમાં તેમજ રસ્તામાં આવતા જતા વાહનથી, ધક્કામુક્કીથી સંભાળવું પડે. ૮ બુધ શાંતિથી દિવસ પસાર કરી લેવો. ૯ ગુરુ નોકરી ધંધાના તેમજ વ્યવહારિક, સામાજીક કામમાં સાનુકૂળતા. ૧૦ શુક્ર વિલંબમાં પડેલ કામ ઉકેલાય, આનંદ રહે. ૧૧ શનિ સગા સંબંધી-મિત્રવર્ગથી ખર્ચ થાય પરંતુ આનંદ રહે.

 

મકર (ખ.જ.)

 

ધર્મકાર્યથી તમારા હૃદય-મનની પ્રસન્નતા રહે. સગા સંબંધી, મિત્રવર્ગના કામમાં ઘ્યાન આપી શકો, અન્યને મદદરૂપ થઈ શકો. સાંસારીક, કૌટુંબીક પ્રશ્નમાં, ખાવાપીવામાં આપે ઘ્યાન રાખવું પડે. નોકરી ધંધાના કામની વ્યસ્તતા છતાં કામના ઉકેલથી પ્રગતિથી આનંદ રહે, આવક થાય, ધંધામાં, આવકમાં વધારો થાય. પગમાં, થાપામાં દર્દપીડાથી સંભાળવું. તા. ૫ ફેબુ્ર. રવિ વિલંબમાં પડેલ કામમાં ઘ્યાન આપી શકો. ૬ સોમ નોકરી-ધંધાના કામમાં પ્રગતિ જણાય. ૭ મંગળ ધર્મકાર્ય થાય, હૃદય-મનની પ્રસન્નતા રહે. ૮ બુધ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમારા હૃદય- મનને ઉચાટ-ઉદ્વેગ જણાય, કંઈ ગમે નહીં. ૯ ગુરુ તન-મન-ધનથી-વાહનથી બિમારીથી, વિવાદથી સંભાળવું પડે. ૧૦ શુક્ર શાંતિથી દિવસ પસાર કરવો હિતાવહ રહેશે. ૧૧ શનિ હળવાશ, રાહત, આનંદ અનુભવો.

 

કુંભ (ગ.શ.સ.ષ.)

 

આપના વ્યવહારિક, સામાજીક, કૌટુંબીક કામકાજમાં, પુત્રપૌત્રાદિકના પ્રશ્નમાં, નોકરી ધંધાના ઇન્કમટેક્ષને લગતા કામમાં ચંિતા-મુંઝવણ રહે. તમારી ગણત્રી-ધારણા પ્રમાણેનું કામ થાય તેવી સાનુકૂળતા ન હોવાના કારણે જીદ્દ-મુમત-અહમ્‌ના ટકરાવમાં, વઘુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહી. સમય-સંજોગોના પ્રવાહમાં તમારું મૌન કે વાણીની મીઠાસ, વ્યવહારની નમ્રતા તમને મોટી મુશ્કેલી, આપત્તિમાંથી ઉગારી શકે. ધંધાકીય લોનના બોજામાં, દેવામાં, ઉઘરાણીના ચક્કરમાં તમે શાંતિથી ઊંઘી શકો નહીં કે મુક્ત રીતે હરી ફરી શકો નહીં.તા.૫ ફેબુ્ર. રવિ પુત્રપૌત્રાદિકના કામની વ્યસ્તતા રહે. ૬ સોમ નોકરી-ધંધાના કામ અંગે, પૈસા અંગે ચંિતા રહે. ૭ મંગળ વાણીમાં મીઠાશ ને વ્યવહારમાં નમ્રતા રાખવી. ૮ બુધ આકસ્મિક ચંિતા-ઉપાધિ-અશાંતિ. ૯ ગુરુ નોકરી-ધંધાના કામમાં, પત્ની-સંતાનના કામમાં ઘ્યાન આપવું પડે. ૧૦ શુક્ર શારીરિક-માનસિક-આર્થિક તકલીફ, ચંિતા, પીડા. ૧૧ શનિ સગાસંબંધી-મિત્રવર્ગમાં, નોકરી ધંધામાં વિવાદ, અશાંતિ, ચંિતા-બિમારી-ઉપાધિથી શાંતિ જણાય નહીં.

 

મીન (દ.ચ.ઝ.થ.)

 

આપના આનંદ ઉત્સાહમાં વધારો થાય. સગા સંબંધી, મિત્રવર્ગના વ્યવહારિક, સામાજીક, ધાર્મિક કામની વ્યસ્તતામાં આપને બહાર કે બહારગામ જવા આવવાનું થાય. હૃદય-મનની વ્યગ્રતા ઓછી થાય. મકાન-જમીન-વાહનની ખરીદી કે અન્ય ચીજવસ્તુની ખરીદી થઈ શકે. પુત્ર પૌત્રાદિક માટેની ચંિતા હળવી થવાથી રાહત અનુભવો. નોકરી, ધંધાના સબંધો તાજા થાય. નવી ઓળખાણ, મિત્રતા થાય. રાજકીય, સરકારી કામકાજમાં સાનુકૂળતા રહે, આવક થાય. તા. ૫ ફેબુ્ર રવિ હૃદય-મનને ઉચાટ, ઉદ્વેગ રહે. ૬ સોમ બપોર પછી ચંિતા-વ્યથા હળવી થાય. ૭ મંગળ ધર્મકાર્ય, શુભકાર્યથી આનંદ રહે. ૮ બુધ વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપવું પડે. ૯ ગુરૂ નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. ૧૦ શુક્ર કામકાજમાં સાનુકૂળતા રહે, આનંદ રહે. ૧૧ શનિ ઘર-પરિવારના કામની વ્યસ્તતા રહે.

[Top]
 
 
 

Red Carpet Countdown of Grammy and Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ ડે

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved