* રહસ્યમય કાર્ડ ટેરટનો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજીપ્શીયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરેટ કાર્ડને વધુ પ્રચલિત બનાવેલા છે. ૧૭મી સદીના અંત સમયે અને ૧૮મી સદીની શરુઆતમાં એલિફ લેવી નામના કેથલિક પાદરી, શિક્ષક અને લેખકે આજના ટેરટ કાર્ડનું વ્યવસ્થિત સ્વરૃપ આપેલું છે. ટેરટ કાર્ડ અને જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.
મેષ (અ. લ. ઈ.) Three of Pentacles - થ્રી ઓફ પેન્ટાકલ્સનું કાર્ડ તમારા ભવિષ્યને ધ્યાનમાં રાખી કેટલાક મહત્ત્વના નિર્ણયો લઈ શકવાનું સૂચવી જાય છે. તમારા રોજિંદા કાર્યો સરળતાપૂર્વક કરી શકાશે અને અવરોધાત્મક કાર્યોમાં યોગ્ય ઉકેલ મેળવી શકશો. તા. ૧૧, ૧૨, ૧૩, ૧૪ શુભ.
વૃષભ (બ. વ. ઉ.) ઃ Seven of Cups - સેવન ઓફ કપ્સનું કાર્ડ તમારી પસંદગીના કાર્યો કરવામાં ઉતાવળા ન બનવા સૂચવી જાય છે. અન્યથા તમારું આયોજન ખોરવાઈ જતા હતાશ બની જશો. હાલ પૂરતું મહત્ત્વના કાર્યોના ઉકેલ માટે ઉતાવળા ન બનવું ધીરજપૂર્વક કરવામાં આવતા કાર્યોમાં સરળતા જણાશે તા. ૧૩, ૧૪ શુભ.
મિથુન (ક. છ. ઘ.) ઃ Eight of wands - એઇટ ઓફ વોન્ડસનું કાર્ડ વધુ પડતી દોડાદોડી તમારા સ્વારોગ્ય માટે પ્રતિકૂળતા ઉભી ના કરે તે માટે ધ્યાન રાખવા સૂચવી જાય છે. તમારા પ્રાથમિક કામોને હાલ પૂરતું ઉકેલવા પ્રયાસ કરવો લાભદાયક જણાવી શકાય. ટૂંકી મુસાફરીનું આયોજન શુભફળદાયક નીવડશે તા. ૮, ૯, ૧૦ શુભ.
કર્ક (ડ. હ.) ઃ Page of wands - પેજ ઓફ વોન્ડસનું કાર્ડ મુક્તપણે તમારી સમસ્યાઓને કુટુંબની વ્યક્તિઓ સાથે ચર્ચા કરવાથી યોગ્ય ઉકેલ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. નવા કાર્યોની શરુઆત કરી નિશ્ચિત ધ્યેય તરફ આગળ વધી શકશો. મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક બની રહેશે તા. ૧૦, ૧૧, ૧૨ શુભ.
સિંહ (મ. ટ.) ઃ Justic - જસ્ટીસનું કાર્ડ કોર્ટ કચેરી સંબંધિત કાર્યોમાં વિજય પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. સંતાનોની પરીક્ષા અંગે સહાયક બની શકશો. ભૂલકાઓના એડમિશન માટે કોઈ તકલીફ ઉદ્ભવી હોય તો તેનો યોગ્ય ઉકેલ પ્રાપ્ત થશે. દૂર વસતા સ્નેહીજનો અંગે સમાચાર મળશે તા. ૮, ૯, ૧૦, ૧૩, ૧૪ શુભ.
કન્યા (પ. ઠ. ણ.) ઃ Four of Scwords - ફોર ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ આરોગ્યની કાળજી રાખવા સૂચવી જાય છે તથા યોગાસન જેવી બાબતો તરફ તમારી રૃચિ વધતી જોઈ શકશો. તમારા સ્વપ્નોને સાકાર કરવા વધુ પુરુષાર્થ કરવા હિતાવહ જણાવી શકાય. ધીરજપૂર્વક કરવામાં આવેલા કાર્યોમાં સરળતા રહેશે. તા. ૧૦, ૧૧, ૧૨ શુભ.
તુલા (ર.ત.) ઃ Four of wands ઃ ફોર ઓફ બોન્ડસનું કાર્ડ મિત્રો અને કુટુંબની વ્યક્તિઓ સાથે એકાદ શુભ પ્રસંગની ઊજવણીમાં સહભાગી બનવાનું સૂચવી જાય છે. તમારા ઘેર મહેમાનોનું આગમન થશે. ધંધાકીય બાબતોમાં નવાં લાભદાયક ફેરફારો થશે. આવકમાં વધારો થશે. તા. ૮,૯,૧૦,૧૩, ૧૪ શુભ
વૃશ્ચિક (ન.ય.) ઃ Six of wands ઃ સીક્સ ઓફ બોન્ડસનું કાર્ડ કોર્ટ કચેરી સંબંધિત કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવી શકાશે. તમારા માનસન્માનમાં વધારો થાય તેવી ઘટના બનશે. મહત્ત્વનાં કાર્યો અંગે ચર્ચા વિચારણા કરી શકાશો. તા.૮,૯,૧૦,૧૧,૧૨ શુભ.
ધન (ભ. ધ. ફ. ઢ.) ઃ Two of cups - ટુ ઓફ કપ્સનું કાર્ડ તમારા જીવનસાથીનો સહકાર પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. દાંપત્યજીવનમાં કોઈ સમસ્યા સર્જાયેલી હોય તો તેનો યોગ્ય ઉકેલ પ્રાપ્ત થશે. મિત્રો સાથેના સંબંધો વધુ ગાઢ બનશે. તમારી સમસ્યાઓને કુટુંબની વ્યક્તિઓ સમક્ષ રજૂ કરી શકશો. તા. ૧૧, ૧૨, ૧૩, ૧૪ શુભ.
મકર (ખ. જ.) ઃ Two of Wands - ટુ ઓફ વોન્ડસસનું કાર્ડ તમારી આશાઓને હાલ પૂરતું મર્યાદિત બનાવવા સૂચવી જાય છે. વધુ પડતો આશાવાદ તમારા માટે નિરાશા ઉભી કરશે. તમારા દૈનિક કામોનું યોગ્ય આયોજન ગોઠવવું લાભકર્તા બનશે. સ્વ-આરોગ્ય અંગે સામાન્ય પ્રતિકૂળતા જણાશે તા. ૧૩, ૧૪ શુભ.
કુંભ (ગ. શ. સ. ષ.) ઃ Six of Swords - સિક્સ ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ તમારા મહત્ત્વના કાર્યોમાં વડીલ વ્યક્તિઓની સલાહ-સૂચનાઓ ખૂબ જ ઉપયોગી નીવડવાનું સૂચવી જાય છે. હાલ પૂરતું વર્તમાન સમસ્યાઓનો કામચલાઉ ઉકેલ મળશે. તમારા મહત્ત્વના પત્રો/ દસ્તાવેજોને યોગ્ય રીતે ગોઠવી રાખવા હિતાવહ જણાવી શકાય. તા. ૮, ૯, ૧૦ શુભ.
મીન (દ. ચ. ઝ. થ.) ઃ The Empress - ધ એમ્પ્રોસનું કાર્ડ તમે કોઈને વચન આપી રહ્યા હો તો તેનું યોગ્ય પાલન કરવા સૂચવી જાય છે. અગત્યની બાબતો માટે નજીકની વ્યક્તિઓને વિશ્વાસમાં લઈ શકશો. નવા કાર્યોની શરુઆત કરવા માટે શુભફળદાયક સમય ચાલી રહ્યો છે. પ્રિય વ્યક્તિઓ સાથે મુલાકાત થશે તા. ૮, ૯, ૧૦, ૧૧, ૧૨ શુભ.
- ઇન્દ્રમંત્રી.
* ઇન્દ્રમંત્રી (હેમંત એન. વોરા) ૧૩/એ, હરિનગર સોસાયટી, શાહઆલમ ટોલનાકા પાસે, અમદાવાદ- ૩૮૦ ૦૨૮ ફોન નંબર- ૦૭૯- ૨૫૩૯૨૨૧૩, ૯૪૨૬૦૦૭૨૨૭.
* શેરબજાર વિશે...
ગોચર ગ્રહોનું અવલોકન કરતાં જ્યોતિષની દ્રષ્ટિએ ફેબુ્રઆરી માસના અંત સુધીનું શેરબજાર વિશે ફળાદેશ જોઈએ તો શેરબજારમાં મિશ્ર ફળ જોવા મળશે. મોટા સુધારાની આશા નહિવત છે. સુધારો આવે પરંતુ ટકી શકવાના સંજોગો નથી. ૧૦ તારીખ સુધી મોટી વધઘટના સંજોગો ઉદ્ભવશે જેમાં ૮ તારીખની આસપાસનો સમય નોંધપાત્ર બનશે. ૧૦ તારીખ સુધી આવતા સુધારાનો લાભ લઈ લેવો હિતાવહ જણાવી શકાય. ૧૩થી ૧૭ દરમ્યાન મિશ્ર ફળ જોવા મળશે. આ સમય દરમ્યાન નરમાઈનો ઝોક આવશે. ૨૦થી ૨૪ દરમિયાન ઉછાળાની પરિસ્થિતિ નિર્માણ થશે પરંતુ સુધારો ટકી શકશે નહીં ૨૭થી ૨૯ દરમિયાન સાધારણ સુધારા સાથે મિશ્રફળ જોવા મળે.
|