|
|
| |
આજ નું પંચાગ |
તા. ૧૦-૨-૨૦૧૨ શુક્રવાર
માહ વદ ત્રીજ - સંકષ્ટ ચતુર્થી
ગોરેગાંવ મુંબઈ - ગણેશ મંદિર મહોત્સવ
કુંભમાં બુધ - બજારોમાં વધઘટ!
દિવસના ચોઘડિયા ઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા ઃ રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.
અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૩૧ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૭ ક. ૧૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૩૩ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૭ ક. ૧૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૩૪ મિ.
નવકારસી સમયઃ (અ) ૮ ક. ૦૪ મિ. (સૂ.) ૮ ક. ૦૧ મિ. (મું.) ૭ ક. ૫૯ મિ.
જન્મરાશિ ઃ આજે બપોરના ૩ ક. ૨૬ મિ. સુધીમાં જન્મેલ બાળકની સંિહ (મ.ટ.) રાશિ આવે. ત્યારપછી જન્મેલ બાળકની કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ પૂર્વા ફાલ્ગુની સવારના ૯. ક. ૫૩ મિ. સુધી પછી ઉત્તરાફાલ્ગુની.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-મકર, મંગળ-સંિહ, બુધ-કુંભમાં ૨૪-૦૫થી, ગુરૂ-મેષ, શુક્ર-મીન, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ(યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-બપોરના ૩ ક. ૨૬ મિ. સુધી સંિહ પછી કન્યા.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૩, ખર સં. જૈનવીર સંવત ઃ ૨૫૩૮ ઉત્તરાયણ શિશિરૠતુ રા.દિ. મા. ૨૧ માસ-તિથિ-વાર. માહ વદ ત્રીજને શુક્રવાર
આજે સંકષ્ટ ચતુર્થી છે. કુંભમાં બુધ રાત્રે ૨૪ ક. ૦૫ મિ. થી. મુસલમાની ઈદે મૌલુદ વિષ્ટી ૧૦-૦૬થી ૨૦-૫૩ સુધી. રાજયોગ અને સિઘ્ધિયોગ સવારના ૯-૫૩ સુધી. આજે બજારોમાં વધઘટ જણાય. અનાજમાં સ્થિરતા! ગોરેગાંવ મુંબઈ, સંકલ્પસિઘ્ધિ ગણેશ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ.
ચંદ્રોદય ઃ (અ) રાત્રે ૯ ક. ૦૯ મિ. (સૂ) રાત્રે ૯ ક. ૦૪ મિ. (મું) ૯ ક. ૦૩ મિ. રાજકોટ ૯ ક. ૧૩ મિ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રબીઉલ અવ્વલ માસનો ૧૭ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ શહેરવર માસનો ૨૬ રોજ આસ્નાદ
- શહેનશાહી ૩જો ગાહમ્બાર પઈતિશહેમ.
- કદમી ૪થો ગાહમ્બાર અયાથે્રમ આજથી પાંચ દિવસ. |
| [Top] |
| |
|
આજ નું ભવિષ્ય |
| |
મેષ ઃ આજે સંકષ્ટ ચતુર્થીએ કામની સફળતા, પ્રગતિથી આનંદ રહે. ધર્મકાર્યથી હૃદય-મન પ્રસન્ન રહે. નોકરી-ધંધામાં ફાયદો-લાભ જણાય.
વૃષભ ઃ બપોર પછી હળવાશ-રાહત રહે. કામમાં આવેલી રૂકાવટ, મુશ્કેલી દૂર થાય. નોકરી-ધંધાના, સંતાનના કામમાં સાનુકૂળતા.
મિથુન ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમારી ચંિતા-અવસ્થતા-અકળામણ વધતી જાય. ધાર્યું કામ થાય નહી.
કર્ક ઃ આપના કામમાં વ્યસ્ત રહો. બહાર કે બહારગામનું કામ ઉકેલાય. પુત્ર પૌત્રાદિકના નોકરી-ધંધાના કામ અંગે ચર્ચા વિચારણા થાય.
સંિહ ઃ સંકષ્ટ ચતુર્થીએ આજે આપનું હૃદય-મન પ્રફુલ્લિત રહે. પુત્ર પૌત્રાદિક, પત્ની, પરિવારના, નોકરી-ધંધાના કામમાં આનંદ રહે.
કન્યા ઃ વિચારોની દ્વિધા-માનસિક પરિતાપ રહે. વાતવાતમાં ગુસ્સો આવી જાય. નોકરી-ધંધાના કામમાં ઉત્સાહ જણાય નહીં.
તુલા ઃ અન્યના કારણે ચંિતા-વ્યથા-મુંઝવણમાં રહો. નોકરી-ધંધાના કામમાં અન્યની દેખાદેખીમાં દોરવાઈ જવામાં તકલીફ થાય.
વૃશ્ચિક ઃ સંકષ્ટ ચતુર્થીએ આજે આપના નોકરી-ધંધાના રોજીંદા કામમાં, અન્ય નવા વધારાના કામમાં સફળતા-લાભ પ્રાપ્ત કરી શકો.
ધન ઃ આપના રોજીંદા કામ ઉપરાંત, રાજકીય-સરકારી, ખાતાકીય કામ અંગે ઘ્યાન આપવું પડે. ધર્મકાર્ય થાય. સંતાનથી ખર્ચ થાય.
મકર ઃ ઢળતી સાંજ સુધી આપે થોભો અને રાહ જુવોની નીતિ રાખવી હિતાવહ રહેશે. સાંજ પછી હળવાશ, આનંદ રહે. ધર્મકાર્ય થાય.
કુંભ ઃ વઘુ પડતા આત્મવિશ્વાસમાં તમારી પીછેહઠ થાય. રાત્રિ ભોજનમાં સંભાળવું પડે. નોકરી-ધંધાનાં, બેંકના કામમાં ચંિતા રહે.
મીન ઃ આપના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગને મળવાનું થતાં આનંદ અનુભવો. નોકરી-ધંધામાં સાનુકૂળતા રહે. ધંધો-આવક થાય.
- પ્રા. અગ્નિદત્ત પદમનાભ
જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૦ ફેબુ્રઆરી
આજની તારીખે શરૂ થઈ રહેલા જન્મવર્ષ દરમ્યાન તમારી ચંિતા-મુશ્કેલીનો અંત આવતો જાય અને વર્ષના ઉત્તરાર્ધમાં આપ હળવાશ-રાહત અનુભવતા જાવ. ધર્મ, આઘ્યાત્મિકતા, આત્મસ્ફૂરણામાં વધારો થાય. વિશેષમાં જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ શારીરિક, માનસિક સ્વસ્થતામાં સુધારો થાય. સ્ફૂર્તિ, તાજગીથી પોતાના કાર્યક્ષેત્રમાં સાનુકૂળતાથી કામ કરી શકો. આગળ વધી શકો.
* વર્ષારંભે નોકરી-ધંધામાં નાણાંકીય કે અન્ય જવાબદારીવાળા કામમાં નુકસાન-ચંિતા-બંધનમાં આવી ન જાવ તેનું ઘ્યાન રાખવું. સરકારી, કાનૂની કે ખાતાકીય પ્રશ્નમાં, ઈન્કમટેક્ષના પ્રશ્નમાં સંભાળવું પડે. ચોકસાઈ રાખવી પડે.
* વર્ષના મઘ્યભાગ પછીનો સમય આપના માટે સાનુકૂળ પ્રગતિ-સફળતાનો બનતો જાય. ચંિતા-ઉપાધિમાંથી મુક્ત થતા જાવ.
* સ્ત્રી વર્ગને પતિ-સંતાન-પરિવારની-આરોગ્યની ચંિતા દૂર થતી જવાથી હળવાશ, આનંદ રહે, કામ કરવાનો ઉત્સાહ રહે.
* વિદ્યાર્થીવર્ગને વર્ષારંભે આરોગ્ય સાચવવું પડે. વાહનથી પડવા વાગવાથી સંભાળવું પડે. વર્ષના ઉત્તરાર્ધ સેમિસ્ટરમાં સાનુકૂળતા રહે.
|
|
| |
|
સુપ્રભાતમ્ |
- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક
રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક
- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક
|
| [Top] |
| |
|
| |
આજ નું ઔષધ |
રુચિવર્ધક ચટણી
આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.
આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.
કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.
આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર
|
| Top] |
|
| |
આજ ની જોક |
દુકાનના માલિક છગને સેલ્સમેન મગનને તતડાવતા કહ્યું, ‘‘આજે તારો હિસાબ કરી લેજે અને કાલથી ન આવતો.’’
‘પણ શેઠજી’, મગન બોલ્યો, ‘મારો શું વાંક ગુનો?’
‘તો શું?’ છગને કહ્યું, ‘‘મારો ધંધો કરવામાં તને રસ જ નથી રહ્યો...’’
‘પણ શું થયું, શેઠજી?’ મગને પૂછ્યું.
‘‘હમણાં પેલી બહેન આવેલી... એમણે જં રંગની સાડી માંગેલી એ રંગની સાડી દુકાનમાં હોવા છતાં તેં એને કેમ ના પાડી?’’ શેઠ છગને કહ્યું.
‘‘શેઠ સાહેબ’’ મગને જવાબ આપ્યો. ‘તમે જાણો છો એ કોણ હતું?’
‘‘ના, કોણ હતું?’’ છગને પૂછ્યું.
‘‘મારી પત્ની...’’ મગને કહ્યું, ‘‘અને એ સાડીની કંિમત આઠ હજાર રૂપિયા હતી.’’ |
| [Top] |
| |
|
|
આજ ની રેસીપી |
|
| |
ચોકલેટી બાલૂશાહી
સામગ્રી ઃ ૨૫૦ ગ્રામ મેંદો, ચપટી મીઠું, ૧/૨ ચમચી ખાવાનો સોડા, ૧૦૦ ગ્રામ ઘી મોણ માટે, ૧ ચમચી એલચી પાઉડર, તળવા માટે ઘી, ૨૫૦ ગ્રામ ખાંડ, ૧/૨ પ્યાલો પાણી, ૧ મોટો ચમચો ચોકલેટ પાઉડર, બે ચમચા સુકામેવાનો પાઉડર, ૧/૨ પ્યાલો તાજું દહીં.
રીત ઃ મેંદામાં મીઠું, ખાવાનો સોડા અને એલચીનો ભૂકો મેળવો. ગરમ ઘી કરી એનું મોણ નાખી દહીં વડે ન સખત, ન નરમ એવો કણક તૈયાર કરો. અખરોટ આકારના ગોળા બનાવી દરેકને ચપટો કરીને અંગૂઠા વડે વચ્ચે હળવેથી દબાવો. ધીમા તાપે ઘી ગરમ કરો. પાંચ-છ બાલૂશાહી એક સાથે નાંખી પાંચ મિનિટ સુધી એક જ બાજુ રહેવા દો, ફેરવશો નહિ. જ્યારે બંને બાજુ આછા બદામી રંગની બાલૂશાહી થાય ત્યારે જ ફેરવો. આ પ્રમાણે બધી બાલૂશાહી તળીને એકબાજુ થાળીમાં રાખતા જાઓ. ખાંડ અને ચોકલેટ પાઉડરને પાણીમાં નાખી ચાસણી બનાવો જ્યારે ચાસણી બે તારની થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. પછી પ્રત્યેક બાલૂશાહીને હળવેથી ચીપિયા વડે પકડીને ચાસણીમાં ડૂબાડી પછી કાંઠાવાળી થાળીમાં ગોઠવતાં જાઓ. આ પ્રમાણે બધી જ બાલૂશાહી બનાવીનો રાખો. એના ઉપર કાતરેલો મેવો ભભરાવો. ચોકલેટી બાલૂશાહી કોઈપણ પ્રસંગે ખાતાં અને ખવરાવતાં આનંદ આવશે.
ચટપટા ચણા
સામગ્રી ઃ ૨૫૦ ગ્રામ સફેદ ચણા, ૨૦૦ ગ્રામ કોળાના બીજ, ૧/૪ ચમચી ખાવાનો સોડા, સફેદ મીઠું અને સંચળ, લાલ મરચાંની ભૂકી, ચાટનો મસાલો, આંબોળિયાનો ભૂકો (બઘું સ્વાદ મુજબ), તળવા માટે તેલ.
રીત ઃ ચણાને પાણીમાં સોડા નાખીને આખી રાત પલાળો. તળવાના એક કલાક પહેલાં ચણાને ચારણીમાં નાંખીને નળ નીચે ઘૂઓ અને પછી ચારણીમાં જ રહેવા દો. તેલ ગરમ થાય પછી એક કડછી ચણા તેલમાં નાખો. કડાઈને તવી અથવા ભારે થાળીથી ઢાંકી દો. ચણા તળતી વખતે ખૂબ ઝડપથી ફૂટીને બહાર આવતા હોય છે, તેને રોકવા માટે કડાઈને ઢાંકવી જરૂરી છે. જ્યારે ચણા ઊડતા બંધ થાય, એટલે ઢાંકણું હટાવી દો. ચણા કરકરા થાય ત્યાં સુધી તળો. આ પ્રમાણે બધા ચણા તળી લો. એક ચમચા તેલમાં કોળાનાં બી અલગ તળો અને ચણામાં ભેળવી દો. ઉપરથી સ્વાદાનુસાર બધા મસાલા નાંખો. કોઈ ઉત્સવ પ્રસંગે મીઠાઈ સાથે ખાતાં ચટપટા ચણાનો સ્વાદ ખરેખર ગમશે.
કમળકાકડીનો હલવો
સામગ્રી ઃ ૨૫૦ ગ્રામ કમળકાકડીનો લોટ, ૧/૨ વાટકી ખાંડ, ૧ ૧/૨ વાટકી પાણી, બે ચમચા ઘી, કાજુ અને બદામનો ભૂકો.
કેટલાક પ્રદેશોમાં કાકડીનો લોટ તૈયાર બજારમાં મળે છે. જો એ લોટ ન મળે તો કમળકાકડીને તોડીને પીસી લો.
રીત ઃ એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે કમળકાકડીનો લોટ ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો. ત્યાર પછી એમાં પાણી નાંખો. સતત હલાવતાં રહો. જ્યારે એ ખૂબ ફૂલી જાય ત્યારે ખાંડ નાંખીને ગેસની આંચ ધીમી કરી દો. બે ત્રણ મિનિટ પછી ખાંડ ઓગળે એટલે ઉતારી લો. એની ઉપર કાજુ-બદામનો ભૂકો ભભરાવી ગરમાગરમ જ પીરસો. આ હલવો અત્યંત પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને ફરાળી છે.
ચોકલેટ લાડુ
સામગ્રી ઃ ચાર ચમચા ચોકલેટનો પાઉડર ૨૫૦ ગ્રામ બિસ્કિટનો ભૂકો, ૧/૩ ટીન કન્ડેન્સ્ડ દૂધ, ૫૦ ગ્રામ કાજુના ટુકડા, એક ચમચો શુદ્ધ ઘી, ૧૫ બદામનો પાઉડર, ૧/૨ ચમચી એલચી પાઉડર, ૧૫ દ્રાક્ષ, ચેરી અને ક્રીમ આઈસંિગ સજાવટ માટે.
રીત ઃ બિસ્કિટના ભૂકામા ચોકલેટનો પાઉડર મેળવો. આ મિશ્રણમાં કાપેલા કાજુ, બદામ અને એલચીનો ભૂકો તથા દ્રાક્ષ નાખો, એમાં હળવા હાથે એક ચમચો ઘી નાખો. કન્ડેન્સ્ડ દૂધ નાંખીને લાડુ બનાવવા માટે કઠણ કણક તૈયાર કરો. દરેક લાડુમાં હળવા હાથે એક એક ચેરી નાંખી દો. તૈયાર લાડુને ફ્રીજમાં રાખો. પિરસતાં પહેલાં ફ્રીજમાંથી બહાર કાઢીને મૂકો. તમને ગમે તો આ મીઠાઈમાં ખાંડ ભેળવીને ફીણેલી ઠંડી ક્રીમની સાથે ચેરીના ટુકડાથી પણ સજાવી શકો છો.
બ્રેડની બરફી
સામગ્રી ઃ ૧૦૦ ગ્રામ નાળિયેરનું છીણ, થોડો સૂકામેવાનો પાઉડર, આઠ સ્લાઈસ બ્રેડનોે ભૂકો, ૧૫૦ ગ્રામ માવો, પાંચ ચમચા મલાઈ, ૫૦ ગ્રામ (મીઠા વગરનું) માખણ.
રીત ઃ બ્રેડના ભૂકામાં હળવા હાથે માખણ ભેળવો. એમાં દૂધનો પાઉડર અને મલાઈ નાંખીને સખત કણક બનાવો. જો જરૂર પડે તો તેમાં થોેડુંક દૂધ નાંખો. આ મિશ્રણના નાના નાના લાડુ બનાવી ખૂબ ઘીમા તાપે કરકરા તળી લો. જેથી તે અંદર સુધી તળાય. માવાને ઘીમાં ધીમા તાપે શેકી લો અને એમાં નારિયેળની છીણ ભેળવો. તળેલા લાડુને ભાંગી એનો ભૂકો કરો. એમાં માવો, નાળિયેરનું મિશ્રણ અને પીસેલી ખાંડ મેળવો. બે ચમચા ઘી મેળવો. આ મિશ્રણને ઘીનો હાથ લગાવેલી થાળીમાં પાથરો. એના ઉપર મેવાનો પાઉડર અને એલચીનો ભૂકો ભભરાવી હળવા હાથે દબાવો. જામી જાય એટલે બરફીના આકારમાં કાપી લો.
ફણગાવેલા ઘઉંનો હલવો
સામગ્રી ઃ ૩ વાટકી ફણગાવેલા ઘઉં, ૧ ૧/૨ વાટકી ખાંડ, ૧ વાટકી પાણી, પાંચ ચમચા ઘી, એલચી, થોડાંક કાજુબદામ.
રીત ઃ ઘઉંને લગભગ ચૌદ-પંદર કલાક પાણીમાં પલાળી રાખો. પછી સારી રીતે ધોઈને ચારણીમાં ભીનું કપડું વીંટાળીને રાખી દો. બે દિવસ પછી એમાં અંકુર ફૂટશે. હા, એ વાતનું ઘ્યાન રાખો કે, વચ્ચે વચ્ચે એ કપડું સૂકાયેલું લાગે, તો થોડું થોડું પાણી છાંટીને ભીનું રાખતા રહો. અંકુરિત ઘઉંને કોરાં કરીને બારીક પીસી લો. કડાઈમાં ઘી ગરમ કરીને એમાં પીસેલા ઘઉં નાંખીને શેકો. જ્યારે તે કડાઈમાં તળિયે ચોટે નહીં અને ગુલાબી રંગના થાય, ત્યારે સમજી લેવું કે ઘઉં શેકાઈ ગયા છે. હવે ખાંડમાં પાણી નાંખી ઉકાળો. ખાંડ ઓગળી જાય ત્યારે તેમાં શેકેલા ઘઉંનો પાઉડર નાંખીને સારી પેઠે હલાવો, જેથી બઘું મિક્સ થઈ જશે. પછી તેને નીચે ઉતારીને એલચીનો ભૂકો અને બદામની કાતરી નાંખી પીરસો. ફણગાવેલાં ઘઉંનો આ હલવો અત્યંત પૌષ્ટિક છે.
જ્યોત્સના
|
| [Top] |
|
|
|
|
|