
લંડન, તા. ૮
ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું તથ્ય જગજાહેર છે. પણ હવે વૈજ્ઞાાનિકોએ ધુમ્રપાન અંગે કેટલુંક નવું સંશોધન કર્યું છે. લંડન યુનિવર્સિટીના વૈજ્ઞાાનિકોના કહેવા મુજબ ધુમ્રપાન પુરૃષોને મંદબુદ્ધિના બનાવે છે. જોકે ધુમ્રપાન કરતી મહિલાઓના સંદર્ભે વૈજ્ઞાાનિકોએ આવી કોઈ શક્યતા દર્શાવી નથી.
જોકે ધુમ્રપાન કરતી મહિલાઓના સંદર્ભે આવી કોઈ શક્યતા વ્યક્ત કરાઈ નથી
આ સંશોધન સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે ધુમ્રપાનથી મગજને નુકસાન થાય છે અને ખાસ કરીને સતત ધુમ્રપાન કરતાં પુરૃષોમાં આ શક્યતા વધુ રહેલી છે. વૈજ્ઞાાનિકોના કહેવા મુજબ ધુમ્રપાનથી કેન્સર, હૃદયરોગ ઉપરાંત ફેફસાને નુકસાન થયું હોવાની બાબત ઘણી જાણીતી છે. પણ આ સંશોધનમાં ધુમ્રપાનથી જ્ઞાાનશક્તિને લગતી પ્રક્રિયા પર ઘણી વિપરિત અસર કરે છે.
જોકે વૈજ્ઞાાનિકોએ ધુમ્રપાન કરતી મહિલાઓના સંદર્ભે આવી કોઈ શક્યતા વ્યક્ત કરી નથી. બીજી બાજુ 'ચેઈન સ્મોકર્સ'ની સાથે ક્યારેય ધુમ્રપાન કરતા પુરૃષોને પણ આ 'મંદબુદ્ધિ' બનવાનું જોખમ રહેલું હોવાનું સંશોધન અંગેના અહેવાલમાં જણાવાયું છે. ધુમ્રપાનના કારણે મગજ પર થતી આ વિપરિત અસર ૪૫ વર્ષની આસપાસ વર્તાવા લાગતી હોવાનું વૈજ્ઞાાનિકોનું કહેવું છે.
ઉલ્લેખનીય છે કે સંશોધનકર્તાઓએ ૮ હજારથી વધુ જેટલા બ્રિટિશ સેવાના કર્મચારીઓની વિગતોના આધારે આ તારણ રજૂ કર્યું છે. જેમાં ૬ હજાર જેટલા પુરૃષો અને ૨૧૦૦ મહિલાઓનો સમાવેશ થાય છે.