
રાજકોટ, તા.૯
જામજોધપુર તાલુકાના સિદસર, ઉમિયા માતાજી ધામ ખાતે પાંચ દિવસીય રજત જયંતી મહોત્સવનો પ્રારંભ થયો છે. જેમાં કડકડતી ઠંડીના વાતાવરણ વચ્ચે પણ પાટીદાર સમાજ ઉમટી પડ્યો છે.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ રજત જયંતી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે. જ્યારે જાણીતા કથાકાર, મોરારિ બાપુના હસ્તે યજ્ઞનો પ્રારંભ થયો છે.
1 લાખની બેઠક વ્યવસ્થાવાળો મંડપ સવારથી જ ભરાઇ ગયો હતો. સાથે જ અહીં વિવિધ પ્રદર્શન નું પણ વિધિવત ઉદ્ઘઘાટન થયું છે.
બપોરના બીજા સત્રમાં આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા, શ્રી શ્રી રવિશંકરજી પોતાના આશીર્વચન પાઠવશે.