મુંબઇ, તા.9
બીગ બી તરીકે જાણીતા, અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં જણાવ્યું છે કે તા.11, શનિવારે સવારે મારા પેટની સર્જરી કરાશે.
તેમણે વધુમાં જણાવ્યું કે હું મારા સ્વાસ્થ્ય અંગે બહુ કંઇ કહેવા માગતો નથી પરંતુ મને વિશ્વાસ છે કે મારો વિશાળ પરિવાર અમને આમ કરવા દેશે. મારા ડોકટરોનું કહેવું છે કે આ સર્જરી બહુ જટિલ નહીં હોય. તેના માટે મને આજથી જ ઇન્જેક્શન અપાઇ રહ્યાં છે અને આગામી કેટલાક દિવસો સુધી અપાતા રહેશે.
તેમણે જણાવ્યું કે ગઇકાલે સિટી સ્કેનની તપાસમાં પેટમાં તકલીફ હોવાનું બહાર આવ્યું ત્યારે સર્જરી માટેની સહમતી લેવાઇ હતી અને હવેના કેટલાક દિવસ સુધી મારે હોસ્પીટલમાં રહેવું પડશે. પરંતુ આપને કેટલાક મેડિકલ બુલેટિન મળતા રહેશે અને જ્યાં સુધી શક્ય હશે ત્યાં સુધી હું આપને સૂચના આપતો રહીશ.