| Last Update : 09-Feb-2012,Thursday |
|
|
| |
|
|
|
|
વિજય માલ્યાએ માફી માગી
બહેન સાથે ગેરવર્તન બદલ આયેશા ટકિયા કિંગફિશર સામે કેસ કરશે
|
| નવી દિલ્હી, તા. ૮
કિંગફિશર એરલાયન્સના કર્મચારી વિજય પોડવાલને બોલિવૂડની અભિનેત્રી આયેશા ટાકિયાની નાની બહેન નતાશા સાથેનું તેનું ગેરવર્તન આખી એરલાયન્સને કાયદાકીય મુશ્કેલીમાં મુકી દેશે તેનો કદાચ સ્વપ્ને ય ખ્યાલ નહીં હોય. આ ઘટનાને પગલે આયેશા વિમાન કંપની સામે કેસ દાખલ કરવાનું વિચારી રહી છે. જોકે કંપનીના માલિક વિજય માલ્યાએ આ મુદ્દે હસ્તક્ષેપ કરીને ટ્વિટર પર નતાશાની માફી માગી છે.
કિંગફિશરના માલિકે ટ્વિટર પર લખ્યું હતું કે, 'અમારી કંપનીની સેવા અંગે નતાશાને નિરાશા થઈ હોય તો હું અંગત રીતે માફી માગું છું. તેના આરોપો અંગે સંપૂર્ણ તપાસ કરાશે.' માલ્યાને અપાયેલા પ્રતિઉત્તરમાં ટાકિયાએ લખ્યું હતું કે 'મેં વિજય માલ્યાની ટ્વિટ હમણાં જ વાંચી છે... હું તેમના પ્રતિભાવને પ્રોત્સાહન આપું છું અને આ મુદ્દે કંપની ગંભીરતાથી વિચારશે તેવી આશા છે.'
આયેશા ટાકિયા કિંગફિશર સામે કાયદાકીય પગલાં ભરવાનું વિચારી રહી છે. તેણે જણાવ્યું હતું કે 'મારી બહેન સાથેના ખરાબ વર્તન બદલહું કંપનીને કોર્ટમાં લઈ જઈશ. ઇકોનોમી કલાસમાં પ્રવાસ કરતા મુસાફરો સાથે આવું જ વર્તન કરવાનું હોય તો હું વિમાન કંપનીની સામે પડીશ. ટ્વિટર પર મને ટેકો આપનારા લોકોની હું આભારી છું, અને તેમાના ઘણાને પણ આવો જ અનુભવ થયો છે.' વિમાન કંપનીના કર્મચારીએ નતાશાનો બોર્ડીંગ પાસ ફાટી નાખ્યો હોવાનો અભિનેત્રીએ દાવો કર્યો છે. સિદ્ધાર્થ માલ્યા અને આયેશાને પણ આ મુદ્દે ટ્વિટર પર ઘર્ષણ થયું હતું.
જોકે કિંગફિશરના પ્રવક્તાએ આયેશાની બહેન સાથે ગેરવર્તન થયાની કોઈ ઘટના બની હોવાનું નકારી કાઢ્યું છે. તેમણે કહ્યું હતું કે કંપનીના કર્મચારીએ કોઈ પ્રવાસીનો બોર્ડીંગ પાસ પણ ફાડયો નથી. દરમિયાન ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે ટ્વિટર પર લખ્યું હતું કે 'મને પણ કિંગફિશરમાં કડવો અનુભવ થયો છે. ગયા વર્ષે લંડન જતી વખતે વિમાનમાં સિદ્ધાર્થ માલ્યા પણ હતા અને તમામ કર્મચારીઓ માત્ર તેની સરભરામાં જ લાગેલા હતા.' |
| |
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|