Last Update : 28-Jan-2012,Saturday
 

સચિનનાં બિહામણાં સપનાં...

 

બધા રાહ જોઇને બેઠા છે કે સચિન એની ૧૦૦મી સેન્ચુરી ક્યારે મારશે ?
પણ સચિનના મનમાં શું ચાલે છે, ખબર છે ? ‘આઈલા ! અગર મેરા ૧૦૦વાં સેન્ચુરી હો ગયા તો લોગ બોલેંગે, અબી સચિન કો રિટાયર હો જાના ચાહિયે ! આઇલા ? મગર મૈં રિટાયર હોકે કરુંગા ક્યા ?’
બસ આનાં જ ભયાનક દુઃસ્વપ્નો સચિનને સતાવી રહ્યાં છે...
* * *
અંજલિભાભી સચિનને કોમેન્ટેટર બનવા માટે ધકેલશે. પણ બે જ મેચ પછી ક્રિષ્ણમાચારી શ્રીકાંત આવીને રીપોર્ટ આપી રહ્યો છે ઃ
‘ક્યાઆઆઆ અંજલીભાભી ? યે સચિન કામૈન્ટ્રી કઇસે કરેંગા જી ? વો કુઉઉઉચ્છ બી બોલને કો સકતા નંઇ ના ! બસ, પત્તલીઇ સી આવાજ મેં.. ‘હાઇલા ? યે તો આઉટ હો ગયા !’.. ‘હાઇલા ? યે તો ફોર મારા !’ ... ‘ચ્યાઇલા ! ઇટસ એ સિક્સ !’... યીતનાઈ ચ બોલતા જી ! અંજલિભાભી આપ સચિન કા કુચ્છ અઉર કૈરિયર સોચો જી !’
* * *
અંજલિભાભી સચિનને કોચ બનવા માટે માથું ખાવાનું ચાલુ કરશે. સચિનને જાતે રમવાનું બહુ ગમે છે પણ બીજાઓને કસરત કરાવવાની, પ્રેકટીસ કરાવવાની, દોરડાંકૂદ કરાવવાની અને બધાને પાનો ચડાવવાનો.. આ બઘું એને કયાંથી ફાવે ?
સચિનને બિહામણાં સપનાં આવી રહ્યાં છે કે છેવટે એ બિહારની ‘મહિલા’ ટીમનો કોચ બન્યો છે ! અને પંદર જ દિવસમાં લાલુ યાદવ અંજલિભાભી પાસે ફરિયાદ કરવા પહોંચી જાય છે ઃ
‘અરે અંજલિ બિટીયા, ઇ સચનવા ચાહે કિતના ભી બડા બલ્લે બાજુઆ હૈ, ઉ કા હમ કોચવા કઇસન બના સકતા હું ? હાં, હમરી બચ્ચીયોં કા નજદીક કા કેચંિગ પ્રેકટીસવા તો ઠીક-ઠીક હુઆ મગર સૂસરા બાઉન્ડ્રી કા ફિલ્ડીંગવામાં બહુતૈ હી ઝોલ હૈ.. કયું કિ સચિન બાબા કા આવાજ બાઉન્ડરી તક પહૂંચતા હી નહીં ના ?’
* * *
અંજલિભાભી સચિનની પાછળ પડી ગયાં છે... સચિનને હવે સપનાં આવે છે કે અંજલિએ એને ટીવી પ્રોગ્રામોના હોસ્ટ તરીકે મોકલી આપ્યો છે.
અને હજી માંડ ત્રણ દહાડાનું શુટંિગ પણ પત્યું નથી ત્યાં નવજોત સંિહ સિઘ્ઘુ આવીને અંજલિભાભી આગળ આખો ડિઝાસ્ટર રીપોર્ટ સંભળાવે છે ઃ
‘ઓય ભાભ્ભીજી, ઓય અંજલિભાભ્ભીજી ! એ સચ્ચિણનું આપને કિથ્થે ભેજ દિયા સી ? એક દિન ઉસે કોમેડી-શો મેં બિઠા દિયા તો બચ્ચે કી તરહ શરમાતે શરમાતે હંસતા થા ! એ કી હૈ ભાભ્ભીજી ? કોમેડી-શો મેં તો ઓડિયન્સ સે ડબલ હંસણા પૈંદા જી !
અચ્છા, ડાન્સ-શો કી ગલ સુણ લ્યો જી ! મિથ્થુન દા ને સ્ટેજ પે બુલા લિયા તો ત્વાડા સચિન ઉથ્થે સ્લીપ મેં ખડા હો વૈસે ખડા હો ગ્યા જી...’

- મન્નુ શેખચલ્લી

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

હોંગકોંગ એરપોર્ટના ઘુમ્મસ સામે ગુજરાતી ટેક ઓફ
ફેસબુક પર ફાંકા સિક્યુરીટીમાં બાંખા
સ્કૂલ શિક્ષણની એસેસરીઝ બદલાઈ ગઈ છે
બાળકનો ઉત્સાહ વધારી તેનો ડર ઘટાડતાં રહો
કુમળા શિશુની સંભાળ કેમ લેશો?
પાણીદાર તરબૂચના ફાયદા
શું તમે અંડર એસ્ટિમેશનના શિકાર છો?
ફેસ સીરમ શું છે અને તેને કેવી રીતે વાપરશો?
  More Stories
 

વર્ષ-2012ના એવોર્ડઝ, જુઓ Latest Updates...

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

ભારતનો ૬૩મો પ્રજાસત્તાક દિવસ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved