Last Update : 28-Jan-2012,Saturday
 
ગાંધીજીના અંતિમ શબ્દો હે રામ જીવનની સાર્થકતા સૂચવે છે
- સાદું જીવન-ઉચ્ચ વિચારને મૂર્તિમંત રૂપ આપનાર સાધક, અણિશુદ્ધ આચરણ
સત્ય, અહંિસા અને બ્રહ્મચર્યને પ્રયોગાત્મક ધોરણે પોતાના જીવનમં ચરિતાર્થ કરનાર વિરલ વિભૂતિ એવા મહાત્મા ગાંધીજીનું નામ સમગ્ર દુનિયામાં અમર છે. આવા વિશ્વવંદ્ય મહાત્મા ગાંધીજીએ સાચા અર્થમાં રાષ્ટ્રની સેવા કરી તેઓને મળેલ ‘રાષ્ટ્રપિતા’નું બિરુદ સાર્થક કર્યું.
તેઓએ સ્વદેશી ભાવના, અસ્પૃશ્યતા નિવારણ, ખાદીપ્રચાર, દારૂબંધી માટે અમૂલ્ય યોગદાન આપ્યું અને દેશમાં એકતા અને ભાઈચારાની ભાવના વૃદ્ધિગંત થાય તે માટે અથાક પ્રયત્નો કર્યા. મહાત્મા ગાંધીજી એટલે રાષ્ટ્રઘડતરના શિલ્પી. ‘સાદુ જીવન ઉચ્ચ વિચાર’ને મૂર્તિમંત રૂપ આપનાર સાધક, વાત્સલ્યના વારિધિ, શ્રદ્ધાની જ્યોત, અણિશુઘ્ધ આચરણના પ્રતીક, અપરિગ્રહના ઉપાસક, સ્વાશ્રયના અનુરાગી, પરિશ્રમની પ્રેરણામૂર્તિ, રાષ્ટ્રસેવાની જીવંત પ્રતિમા, કુદરતી સંપત્તિના રક્ષણના હિમાયતી, સમયપાલનના ચુસ્ત આગ્રહી, ગરીબોના બેલી, અહંિસાના પૂજારી, જીવનમૂલ્યોને પ્રયોગાત્મક ધોરણે અમલમાં મૂકનાર પ્રયોગવીર, પ્રાર્થનાના પરમ અનુરાગી, મુઠ્ઠી ઊંચેરા માનવી, ખાદીના ચાહક અને વિશ્વમાં સત્યાગ્રહને ગુંજતો કરનાર વિશ્વવંદ્ય વિભૂતિ.
મહાત્મા ગાંધીજીને જ્હોન રસ્કિન, લિઓ ટૉલ્સટૉય, ગોપાલકૃષ્ણ ગોખલે અને શ્રીમદ્‌ રાજચંદ્રજીના જીવન અને કવનમાંથી ઘણી પ્રેરણા મળી હતી. ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રાજ નાથુરામ ગોડસે નામની વ્યક્તિએ ગોળી મારી તેઓની હત્યા કરી. અંતિમ સમયે તેઓના મુખમાંથી નીકળેલા ‘હે રામ’ શબ્દ તેમના જીવનની સાર્થકતા સૂચવે છે. સૌના પ્રેરણામૂર્તિ આવા મહાપુરુષન જીવનચરિત્રના કેટલાક પ્રસંગોનું અવલોકન કરી તેને આત્મસાત્‌ કરવા પ્રયત્ન કરીએ.
(૧) સર્વાત્મામાં સમદ્રષ્ટિ
ઠંડીના દિવસોમાં એક દિવસ મહાત્મા ગાંધીજી આશ્રમની ગૌશાળામાં પહોંચ્યા. ત્યાં ગોશાળામાં ઊભા રહેલા એક ગરીબ છોકરાને જોઈ ગાંધીજીએ પૂછ્‌યું, ‘‘રાત્રે તું શું ઓઢીને સૂઈ જાય છે?’’ છોકરાએ તેની ફાટેલી ચાદર ગાંધીજીને બતાવી.
બાપુએ તે જ વખતે પોતાની કુટિરમાંથી બે જૂની સાડીઓ, થોડા જૂના પેપરા અને રૂ મંગાવ્યું. રૂને પોતાના હાથથી સાફ કર્યું. સાડીઓની ખોળ કરી અને રજાઈ બનાવી. પછી પેલા છોકરાને બોલાવ્યો અને તેને તે રજાઈ આપી. બીજા દિવસે સવારે જ્યારે બાપુ ગૌશાળામાં પહોંચ્યાં ત્યાં તો પેલા છોકરાએ ખુશ થતાં બાપુને કહ્યું, ‘‘બાપુ કાલે રાત્રે મને ખૂબ સરસ ઉંઘ આવી.’’ બાપુના ચહેરા ઉપર હાસ્ય ખીલવા લાગ્યું. તેઓ બોલ્યા, ‘‘ત્યારે તો હું પણ આવી જ રજાઈ ઓઢીશ!’’
(૨) પ્રાર્થનાનું મૂલ્ય
મહાત્મા ગાંધીજી અને તેમના સાથીદારો દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હતા ત્યારે એક ગામમાં ચરખાસ્પર્ધા યોજાઈ હતી. પૂર્ણાહૂતિ સમયે ત્યારે રાતના ૧૨ વાગ્યા હતા. પથારીમાં પડતાવેંત સૌ ઘસઘસાટ સૂઈ ગયા. રાત્રે બે વાગ્યે ગાંધીજીની આંખ ઉઘડી ગઈ. તેમને યાદ આવ્યું કે પોતે સૂતી વેળાની પ્રાર્થના કરવાનું ભૂલી ગયા હતા. તેમને એક પ્રકારનો આઘાત લાગ્યો. કડકડતી ઠંડીમાં પણ તેઓ પરસેવે રેબઝેબ થઈ ગયા!
આખી રાત પ્રાર્થનામાં પસાર કરી. સવારે સાથીદારોને આ વાતની જાણ થઈ ત્યારે તેઓએ પૂછ્‌યું કે અજાણતા આવી નાનકડી ભૂલી થઈ ગઈ તેનું આટલું પ્રાયશ્ચિત! ગાંધીજીએ કહ્યું, ‘‘આ ભૂલ નાનકડી ન ગણાય. રાતદિવસ મને જિવાડી રહ્યો છે તે ઇશ્વરને હું ભૂલી બેઠો એ કંઈ નાનોસૂનો અપરાધ નથી!’’ ઈશ્વર પરની ગાંધીજીની આવી દ્રઢ આસ્થા જોઈ સાથીદારોના મસ્તક આદરભાવે નમી પડ્યા.
(૩) ચાલતો ફરતો ફરિશ્તો
જ્યારે ચંપારણમાં ખેડૂતોનો સત્યાગ્રહ ચાલી રહ્યો હતો તે સમયની વાત છે. એક દિવસ સાંજે સત્યાગ્રહીઓ પોતાની છાવણીમાં આવી રહ્યા ત્યારે એક કોઢિયા સત્યાગ્રહીથી ચલાતું ન હોવાથી તે પાછળ રહી ગયો. ગાંધીજીને આની જાણ થતાં તરત હાથમાં બત્તી લઈને તેની શોધમાં નીકળી પડ્યા. તેમને શોધીને દુઃખ સાથે ગાંધીજીએ કહ્યું, ‘‘અરે ભાઈ! તમારાથી ચલાતું નહોતું તો મને કેમ કહ્યું નહિ?’’ પછી કોઢિયા સત્યાગ્રહીના લોહી-પરુથી લથપથ પગને સાફ કરી ગાંધીજીએ પોતાની ચાદર ફાડીને તેના પગ પર કપડું લપેટી દીઘું અને તેને ટેકો આપીને આશ્રમાં લઈ ગયા. તેના પગ ધોયા અને પ્રેમપૂર્વક પોતાની પાસે બેસાડીને પ્રાર્થના કરી.
(૪) મઝિયારી મિલકત
ગાંધીજી પાણીની નાની લોટી વડે સવારે દાતણ કરી મોં સાફ કરતા. એક દિવસ મોહનલાલ પંડ્યા કહે, ‘‘બાપુ, પાણીનો ક્યાં તોટો છે? આખી સાબરમતી નદી વહે છે. પાણીની કરકસર શું કામ કરો છો?’’ ગાંધીજીએ કહ્યું, ‘‘નદીનું પાણી પશુ-પંખી-માણસ-જીવજંતુ સૌના માટે છે, મારા એકલા માટે નથી. મારા ખપ પૂરતું હું જરૂર લઉં. પણ વધારે લેવાનો મને કશો જ હક નથી. સહિયારી મિલકતમાંથી ખપ કરતાં વધારે આપણાથી શીદ લેવાય?’’
(૫) શરીરની સંભાળ
એકવાર ગાંધીજીએ કસ્તૂરબાને કહ્યું, ‘‘આ નાશવંત શરીરનો મોહ ન રાખવો જોઈએ. શરીરને ઉચિત માત્રામાં કષ્ટ આપવું જોઈએ.’’ કસ્તૂરબા જ્યારે ગાંધીબાપુને આરામ કરવાની સલાહ આપતા ત્યારે ગાંધીજી આવું કહેતાં. એક વાર ગાંધીજીને ઠોકર વાગી અને લોહી નીકળવા લાગ્યું. બાપુએ કસ્તૂરબાને કહ્યું, ‘‘જરા કેરોસીનમાં પલાળેલું રૂ લઈ આવોને.’’ કસ્તૂરબાએ કહ્યું, ‘‘તમે તો શરીરનો મોહ રાખવાની ના કહેતા હતા ને!’’ ગાંધીજીએ ઉત્તર આપ્યો, ‘‘આ શરીર હવે મારી અંગત માલિકીનું થોડું છે! પ્રજાની સેવા કરવા માટે સર્જાયેલું છે, એટલે હવે સવિશેષ સંભાળ લઉં છું.’’
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઈઝરાયેલમાં એક વર્ષના બાળકો બચકું ભરતાં ૩૫ સે.મી. લાંબા સાપનું મૃત્યુ !
અમેરિકન ચેલને દેવ-દેવીઓમ 'વીડ' ગણાવતો શબ્દ દૂર કર્યો
દેખાવકારોના રોષથી વડાપ્રધાન જુલિયાને ઉગારી લેતા સલામતી રક્ષક
ગ્રીસમાં બે દિવસમાં બે શક્તિશાળી ભૂકંપ
અમેરિકા આગામી દસ વર્ષમાં સંરક્ષણ બજેટમાં ૪૮૭ અબજ ડોલરનો કાપ મૂકશે
FII આક્રમક મૂડમાં ઃ રિલાયન્સની આગેવાનીએ નિફટી ૫૨૦૦ની સપાટી કુદાવી ૫૨૦૫
કરન્સીના રિસ્કના હેજીંગ માટે બેંકો નીતિ તૈયાર કરશે
એનપીએની છેલ્લી પરિસ્થિતિની માહિતી રિઝર્વ બેંક મેળવશે
ડાયરેક્ટ ટેક્સીસ કોડના અમલમાં વધુ એક વર્ષના વિલંબની શક્યતા
સેબી સંપૂર્ણ નાણાં ક્ષેત્રમાં સમાન કેવાયસી ધોરણો લાવશે
અમિતાભ બચ્ચન અને રજનીકાંત ૨૧ વર્ષે ફિલ્મમાં સાથે કામ કરવા તૈયાર
કરણ જોહર રિતેશ અને જેનેલિયાના સંગીત સમારોહનું દિગ્દર્શન કરશે
અભિષેક બચ્ચને અબ્બાસ-મસ્તાનની ફિલ્મના રૃા.૨.૮ કરોડ જતા કર્યાં
આમિર ખાનની આગામી ફિલ્મનું ડિજિટલ પોસ્ટર ફેસબુક પર રિલીઝ થયું
'બેવફા' બાદ 'હીરોઈન'માં કરીનાને લતા મંગેશકરનો કંઠ મળશે
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ ભારત પર વ્હાઇટવોશનુ કલંક નિશ્ચિત
ભારતના ચારેક ખેલાડીઓ ઓસ્ટ્રેલિયામાં કારકિર્દીની આખરી ટેસ્ટ મેચ રમ્યા
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેંડુલકર પ્રથમ વખત ટેસ્ટ સદીથી વંચિત
નડાલે ફેડરરને અને યોકોવિચે મરેને સ્પર્ધામાંથી બહાર કર્યા
પેસ-સ્ટેપાનીકની જોડી મેન્સ ડબલ્સની ફાઇનલમાં
રૃપિયો, સેન્સેકસ અને નિફટી અઢી મહિનાની ટોચે પહોંચ્યા
યાસીન ભટકલે બનાવટી સિમકાર્ડના નકલી દસ્તાવેજ માત્ર ૩ રૃ.માં મેળવેલા
પૂણેના બસ ડ્રાઇવરના આતંકવદ સાથે સંબંધ તપાસતી પોલીસ
રિટેલમાં FDIને ,સદંતર પડતી મૂકાઈ નથી ઃ આનંદ શર્મા
ગ્રામસભાઓ દેશની સંસદ કરતાં પણ ઉપર છે ઃ અણ્ણા હઝારે
માધવ માસે, વસંત વિલાસેઃ આજે વસંતપંચમી
તાલાલા પંથકમાં ૩.૩નો ભૂકંપ, કચ્છમાં પણ ૮ વાર કંપી ધરતી
બહેનની લાશને બહાવરા ભાઇએ પાંચ-સાત દિ' ઘરમાં સંઘરી રાખી
રાવપુરાના PSI ડીસમીસ ઃ જાપ્તો નક્કી કરનાર હેડક્વાર્ટરના PI સસ્પેન્ડ
અંકલેશ્વરમાં ભરશિયાળે કાચી કેરીઓના વેચાણથી કુતૂહલ
 

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

હોંગકોંગ એરપોર્ટના ઘુમ્મસ સામે ગુજરાતી ટેક ઓફ
ફેસબુક પર ફાંકા સિક્યુરીટીમાં બાંખા
સ્કૂલ શિક્ષણની એસેસરીઝ બદલાઈ ગઈ છે
બાળકનો ઉત્સાહ વધારી તેનો ડર ઘટાડતાં રહો
કુમળા શિશુની સંભાળ કેમ લેશો?
પાણીદાર તરબૂચના ફાયદા
શું તમે અંડર એસ્ટિમેશનના શિકાર છો?
ફેસ સીરમ શું છે અને તેને કેવી રીતે વાપરશો?
  More Stories
 

વર્ષ-2012ના એવોર્ડઝ, જુઓ Latest Updates...

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

ભારતનો ૬૩મો પ્રજાસત્તાક દિવસ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved