કોઈ ભલે ગમે તે કહે કે ગમે તે સમજે ઉત્તર પ્રદેશની ચૂંટણી ઉપર રાજકારણીઓ અને રાજકારણમાં રસ રાખનારાઓ ઉપરાંત ઉદ્યોગપતિઓની પણ નજર રહેલી છે.
ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં જે કોરપોરેટરો (એટલે ઉદ્યોગપતિઓ)એ જુદા જુદા પણ બધા જ રાજકીય પક્ષોને જે ચૂંટણી ભંડોળ આપ્યું છે (એ એક પ્રકારનો ભ્રષ્ટાચાર જ છે. એને ‘‘ચૂંટણી ભંડોળ’’ ભલે કહે પણ એ રીતસર લાંચ જ છે. આ ભ્રષ્ટાચારને લોકપાલ પણ દૂર કરી શકવાના નથી....હવે આમાં અણ્ણા હઝારે કે કેજરીવાલની પીપુડી કયાં વાગવાની હતી ?) એના આંકડા જોવાથી જ અધધધ થઇ જવાય એવું છે. એ રકમ અને નામો જૂઓ...
(૧) આદિત્ય બિરલા ઔદ્યોગિક જૂથના જનરલ ઇલેકટ્રોરેલ ટ્રસ્ટે રૂપિયા ૩૦,૬૦,૦૦,૦૦૦
(૨) એશિયાનેટ ટીવી હોલ્ડીંગ પ્રા.લિ.ના રૂપિયા ૧૨,૫૦,૦૦૦
(૩) ટોરેન્ટ લિ. રૂપિયા ૧૦,૫૦,૦૦,૦૦૦
(૪) ઇલેકટ્રોરેલ ટ્રસ્ટ તાતા જૂથના રૂપિયા ૯,૯૦,૦૦,૦૦૦
(૫) ઇન્ફ્રાસ્ટ્રકચરલ ડેવલપમેન્ટ એન્ડ કન્સલટન્ટ રૂપિયા ૫,૦૦,૦૦,૦૦૦
(૬) હિન્દુસ્તાન કન્સ્ટ્રકશન કંપની લિ. રૂપિયા ૫,૦૦,૦૦,૦૦૦
(૭) આઇટીટી લિ. રૂપિયા ૫,૦૦,૦૦૦
(૮) સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિ. રૂપિયા ૫,૦૦,૦૦,૦૦૦
આ ઉપરાંત પણ બીજા ડઝન બંધ ઉદ્યોગપતિઓ છે જેમણે કરોડો રૂપિયા જુદા જુદા રાજકીય પક્ષોને ભંડોળમાં આપ્યા હોય.
એનો અર્થ એ થયો કે...ઉત્તરપ્રદેશમાં ગમે તે પક્ષ સત્તામાં આવે પણ આ ઉદ્યોગપતિઓ એની પાસેથી લાભ લીધા વિના રહેવાના નહીં અને એ ‘‘લાભ’’ એટલે આપેલા ભંડોળ કરતાં દસ પંદર ગણું વળતર વઘુ લઇ લેવાનો ‘‘લાભ.’’
છેલ્લાં દસ વર્ષથી ઉત્તરપ્રદેશમાં માયાવતી અને મુલાયમસંિહ વારાફરતી મુખ્યપ્રધાન બનતા રહ્યા છે એટલે કે સત્તામાં આવતા રહ્યાં છે જેનો લાભ આ ઉપરાંત જે બીજા ઉદ્યોગપતિઓએ લીધો છે એમાં એક છે અનિલ અંબાણી.
૨૦૦૫માં ભાઈ મુકેશ અંબાણીથી છૂટા પડીને અનિલ અંબાણીએ પોતાના વિકાસનો એક આધાર પાવર બિઝનેસ (એટલે વિજળી કંપની) બનાવેલો. એ માટે યુ.પી.ને એમણે મેદાન બનાવ્યું કારણ કે ત્યારે ત્યાં એમના વળવાળા એટલે મિત્ર મુલાયમસંિહ હતા. મુલાયમસંિહના જમણા-ડાબા હાથ ત્યારે અમરસંિહ હતા. મુલાયમસંિહના જમણા-ડાબા હાથ ત્યારે અમરસંિહ હતા અને અમરસંિહ રાજકારણ, ઉદ્યોગો, ફિલ્મી દુનિયા જેવા ક્ષેત્રોના મોટા માથાને પોતાના કરવામાં હોંશિયાર હતા. (જોકે આજે એ અમરસંિહનો સિતારો ડૂબવા ભણી છે ત્યારે એમને સાથ આપનાર એમાંના કોઈ કહેતા કોઇ નથી !)
અનિલ અંબાણી એમના કારણે મુલાયમની સોગંધ વિધિમાં પણ હાજર રહેલા. મુલાયમે ૨૦૦૪માં અનિલને રાજ્યસભાના (સંસદ) સભ્ય બનાવવામાં પણ ટેકો આપેલો. એ અંબાણી મુશ્કેલીમાં આવેલા ત્યારે અમરસંિહે વડાપ્રધાન મનમોહનસંિહને બચાવવા માટે પત્રો પણ લખેલા.
અત્યારે યુ.પી.માં એમના હાથમાં રોડ બાંધવાના સરકારના બે પ્રોજેક્ટ અને ૮૦૦૦ મેગાવોટનો દાદરી પાવર પ્રોજેક્ટ છે.
એમને પણ એ રીતે યુ.પી.ની ચૂંટણીમાં રસ છે.
એવા એક બીજા ઉદ્યોગપતિ મનોજ ગૌડ નામના છે. બાંધકામ ક્ષેત્રે આખા ભારતમાં જે.પી. જૂથનું નામ છે એમ ઉત્તર પ્રદેશમાં તો હોય જ કારણે જે.પી. જૂથ યુ.પી. દિલ્લીનું જૂથ છે. મનોજ ગૌડ એ જે.પી. ગુ્રપના છે. એમને માયાવતીના કારણે ૧૬૫ કી.મી. લાંબો યમુના એક્સપ્રેસ હાઇવે, ૧૦૪૭ કી.મી. લાંબો ગંગા એક્સપ્રેસ હાઇવે, જેવા કામો મળેલા છે. યમુના એક્સપ્રેસ હાઇવેના કારણે દિલ્લી આગ્રા વચ્ચેનું અંતર ઘણું ઓછું થઈ જશે. જ્યારે ગંગા હાઇવેનો પ્રોજેક્ટ રૂપિયા ૪૦૦૦૦૦૦૦૦૦૦૦નો છે.
આ ઉપરાંત ૩,૩૦૦ મેગાવોટનો એક થર્મલ પાવર પ્લાન્ટ એમનો છે.
અમદાવાદ, મુંબઈ સહિત આખા દેશમાં સહારા ગુ્રપ દ્વારા શહેરોના શહેરો બાંધવાના જે કામો ચાલે છે એના પ્રણેતા સુવ્રત રૉયના મૂળ પણ ઉત્તરપ્રદેશના લખનૌમાં.
સુવ્રત રૉય પણ અમરસંિહની ઉપજ અને અમરસંિહના મિત્ર. માયાવતીના રાજ્યમાં એ શાંત છે. બાકી લખનૌમાં માયાવતીએ જે આંબેડકર મેમોરીઅલ કોમ્પલેક્સ ઊભું કરેલું છે એના પડખામાં જ સહારા શહેર એમણે બાંઘ્યું છે. મુલાયમ સાથેની અમરસંિહની નિકટતાનું એ કારણ.
યુ.પી.ની ચૂંટણીમાં એમને પણ રસ છે.
જેમ મહારાષ્ટ્ર ખાંડ ઉદ્યોગનું પાટનગર છે એમ ઉત્તરપ્રદેશ પણ ખાંડ ઉદ્યોગનો ગઢ છે. મુલાયમસંિહ ૨૦૦૭ પહેલાં ઉ.પ્ર.ના મુખ્યપ્રધાન હતા ત્યારે મુલાયમ સંિહે ખાંડ ઉદ્યોગના વિકાસ (નાય ‘‘વિકાસ’’ પણ પોતાના ખિસ્સા ભરવાના રસ્તા) માટે યોજના કરેલી કે જેઓ કોઈ ખાંડ ઉદ્યોગમાં રૂપિયા ૩૫૦૦૦૦૦૦૦૦ કરતાં વઘુ રોકાણ કરશે એમને ૫ થી ૧૦ વર્ષ સુધી ઘણાં પ્રકારની છૂટછાટ અને રાહતો મળશે. એ યોજનાની જાહેરાત થતાની સાથે જ દેશભરના નાનામોટા સંખ્યાબંધ ઉદ્યોગપતિઓ ઉ.પ્ર. તરફ દોડી આવેલાં.
એમાં સૌથી આગળ હતા બજાજ.
એમણે વઘુ લાભ મેળવવા રૂપિયા ૧૨૦૦૦૦૦૦૦૦૦૦નું રોકાણ પાવર સેકટરમાં પણ કર્યું છે.
માયાવતી સત્તામાં આવતાં મુલાયમની બધી યોજનાઓને તાળા મારી દીધા એમ આ યોજનાને પણ તાળા મારી દીધા છે.
એટલે બજાજને પણ ઉ.પ્ર.ની ચૂંટણીમાં રસ છે.
માયાવતીના કારણે લાભ લેનારાઓમાં કેટલાંક બીજાઓની જેમ એક પોન્ટી ચઢ્ઢા પણ છે. એમને માયાવતીએ શરાબનો હોલસેલ અને રીટેલ વેપાર કરવાનો કોન્ટ્રાક્ટ આપેલો છે. એ વેપાર લગભગ રૂપિયા ૬૦૦૦૦૦૦૦૦૦૦નો છે. એ વેપાર ચઢ્ઢાને આપવા જ માયાવતીએ ટેન્ડર જ ચઢ્ઢાને મળે એવા બહાર પાડેલાં.
આ ઉપરાંત તેઓ ૪,૫૦૦ એકર જમીન ઉપર ગાઝીયાબાદમાં (દિલ્લી) ઇન્ટીગ્રેટેડ ટાઉનશીપ બજાવી રહ્યાં છે.
- ગુણવંત છો. શાહ
ચુઈંગ ગમ
ડોક્ટરોને ત્યાં મહિલાઓ વઘુ જાય છે
બાર્સિલોના શહેરની પબ્લિક હેલ્થ એજન્સીએ કરેલા અભ્યાસ મુજબ, મહિલાઓ પોતાના આરોગ્ય વિશે વઘુ ચંિતીત હોય છે. લગભગ બધા જ દેશોમાં જોવા મળ્યું છે કે ડોક્ટરોને ત્યાં પુરૂષો ધક્કા ખાતા હોય છે એ કરતાં સ્ત્રીઓ વઘુ ધક્કા ખાય છે.
આમાં લાંબા ગાળાની બિમારીઓવાળી સ્ત્રીઓ પણ હોય છે.
અગડમ્ બગડમ્
મુસ્લિમ ફતવાબાજોના ફતવાને મુસ્લિમોએ
જ ઠોકર મારી !
હમણાં મઘ્યપ્રદેશના આરએસએસના ચુસ્ત સ્વયંસેવક રહેલા અને ભાજપના જેઓ મુખ્યપ્રધાન છે એ શિવરાજસંિહ ચૌહાણે વિદ્યાર્થીઓ, વાલીઓ વગેરેને સામૂહિક સૂર્યનમસ્કારનો કાર્યક્રમ રાખેલો જેની સામે મુસ્લિમ કોમવાદી ફતવાબાજોએ સૂર્યનમસ્કારની કવાયત કરવી એ ઇસ્લામ ધર્મની વિરૂદ્ધ છે એવો ફતવો બહાર પાડેલો તો પણ મુસ્લિમ વિદ્યાર્થીઓ, વાલીઓ, સદ્ગૃહસ્થો વગેરેએ સૂર્યનમસ્કારની કસરતનો કાર્યક્રમ કરેલો.
આ કાર્યક્રમમાં રાજ્યની ૧ લાખ ૨૫ હજાર સ્કૂલોએ અને લગભગ ૫૦ લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો. એ ઉપરાંત બીજા ૫૦ લાખ જેટલા રાજ્યના કર્મચારીઓ, વાલીઓ, વગેરે પણ હતાં.
સૂર્યનમસ્કાર જેવી કવાયતમાં પણ કોમવાદ જોનારા આપણા દેશમાં કેટલાંક છે. અગાઉ યોગમાં પણ કોમવાદ જોનારા હતા પણ અમેરિકાએ યોગને અપનાવતા એ કહેવાતા કોમવાદીઓ ભોંઠા પડ્યા હતાં.
મસાલા ચાટ
ર આપણા દેશમાં ૨૩,૬૭,૦૦૦ આરોગ્ય કેન્દ્રો તો છે પણ એમાં કુલ મળીને ૬૦૦૦ જ ડોક્ટરો છે! ખરેખર તો, ૪૬,૦૦,૦૦૦ ડોક્ટરો આટલા આરોગ્ય કેન્દ્રો માટે જોઈએ!
ર યુનોની સંસ્થા ‘હૂ’ ના જણાવ્યા પ્રમાણે ભારતમાં નાદુરસ્ત તબિયતનો ઈલાજ કરવાનું મોંધું પડવાના કારણે દર વર્ષે ૩૨ ટકા ભારતીયો ગરીબી રેખા નીચે આવી જાય છે. (દુનિયાભરમાં ભારતમાં ઈલાજ કરાવવો સસ્તુ હોવા છતાં આ સ્થિતિ છે.) જ્યારે લગભગ ૭૮ ટકા ભારતીયોને પોતાનો આખો પગાર કુટુંબના ઈલાજ કરવા પાછળ વાપરવો પડે છે!
ર આપણા દેશે ૨૦૧૧માં પાકિસ્તાનમાં લગભગ ૨,૦૦,૦૦,૦૦૦ ટન ચા નિકાસ કરેલી.