| Last Update : 28-Jan-2012,Saturday |
|
|
| |
|
|
|
|
| કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય |
- મેથીના દાણા ફક્ત શરીરને આંતરિક રીતે મજબૂત કરવાની સાથે શરીરને બહારી સુંદરતા પણ આપવામાં સહાયક બને છે. આ મેથીના દાણાને વાટીને જો સ્કીન પર લગાવવામાં આવે તો ત્વચા સુંદર અને મુલાયમ બને છે. |
મેથા એક મહત્ત્વપૂર્ણ ઔષષિ છે. તેમાં વિટામન ઉપરાંત સાત્વિક પદાર્થ અને પ્રોટીન પ્રચુર માત્રામાં જોવા મળે છે. મોટાભાગના લોકો મેથીની કડવાશને કારણે તેને પસંદ કરતા હોતા નથી. પરંતુ આ કડવાશ જમવાનો સ્વાદ વઘારે છે, સાથે જ ભૂખ વઘારવામાં પણ મદદરૂપ બને છે. મેથીમાં કડવાશ તેમાં રહેલા ગ્લાઈકોસાઈડને કારણે આવતી હોય છે. તેમાં ફોસ્ફેટ, લેસીથિન, વિટામીન ડી અને લોહ અયસ્ક તત્વો હોય છે. જે તમારા સ્વાસ્થ્યની જરૂરિયાતોને પૂરી કરે છે. મેથીના દાણા ફક્ત શરીરને આંતરિક રીતે મજબૂત કરવાની સાથે શરીરને બહારી સુંદરતા પણ આપવામાં સહાયક બને છે. આ મેથીના દાણાને વાટીને જો સ્કીન પર લગાવવામાં આવે તો ત્વચા સુંદર અને મુલાયમ બને છે. જેનો પ્રયોગ ઘા અને બળતરાની સારવાર માટે પણ કરવામાં આવે છે. આ જ કારણ છે કે પહેલના જમાનામાં બાળકના જન્મને સરળ બનાવવા માટે ગર્ભવતી સ્ત્રીને મેથી ખવડાવવામાં આવતી હતી.મેથીમાં રહેલા પાચક એંજાઈમ અગ્નાશયને વઘારે ક્રિયાશીલ બનાવે છે. જેના કારણે પાચનક્રિયા પણ સરળ બને છે. મેથીનો ઉપયોગ ખાસ કરીને ગેસ્ટ્રિક અલ્સરના ઈલાજમાં કરવામાં આવે છે. તેના સ્ટેરોએડયુક્ત સૈપોનિન અને લસદાર રેશા લોહીમાં ખઆંડના પ્રમાણને ઓછું કરી નાંખે છે. તેથી તેનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયક હોય છે. મેથીનો ઉપયોગ રોજ થોડી માત્રામાં કરવામાં આવે તો તેના કારણે માનસિક સક્રિયતામાં વઘારો થાય છે. સાથે જ શરીરનું કોલેસ્ટેરોલનું સ્તર પણ ઘટતું રહે છે.
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|