| Last Update : 28-Jan-2012,Saturday |
|
|
| |
|
|
|
|
| હોંગકોંગ એરપોર્ટના ઘુમ્મસ સામે ગુજરાતી ટેક ઓફ |
- કેનેડામાંથી નેશનલ ચિફ ઓફ એન્જિનિયર પછી નિવૃત્તિ લીધા બાદ ૧૯૯૫માં હોંગકોંગથી દરિયામાં એરપોર્ટના વિકાસ માટે કોલ મળ્યો અને આ વર્લ્ડના વન્ડર સાથે કામ કરવાની તક મળી. જો કે શરૂઆતથી જ મને આ કામ ઘણું રસપ્રદ લાગ્યું હતું. દિલ્હીની જેમ હોંગકોંગમાં પણ એરલાઈન્સને ઘુમ્મસનો પ્રશ્ન નડે છે. આ સ્થિતિમાં ખૂબ જ ઘુમ્મસ વચ્ચે પ્લેનને દરિયામાં સ્થિત એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડંિગ કરાવવું તે મારા માટે પણ ચેલેન્જંિગ હતું- રવિ ત્રિવેદી |
ધસમસતા દરિયામાં એરપોર્ટ પરથી પ્લેનને ટેકઓફ થતું જોયું છે ? વેલ અમદાવાદીઓ માટે આ કલ્પના માત્ર એક્સાઈટંિગ સફર જેવી છે. જો કે હાલના તબક્કે તો ગુજરાતના દરિયામાં કે ભારતમાં આ વાત હવાઈ કિલ્લા જેવી લાગે પણ દુનિયાનું એક એવું એરપોર્ટ જે હોંગકોંગમાં દરિયામાં છે અને વર્લ્ડ વન્ડર તરીકે ઓળખાય છે તેમાં એક ગુજરાતી એન્જિનીયરનો ફાળો છે. રવિ ત્રિવેદી જ્યારે ૧૩ વર્ષની ઉંમરે મેટ્રિક પાસ થયા ત્યારે એન્જિનિયરીંગ એટલે પાટીયું લઈને જવાનું અને લાઈનો દોરવાની તેવા ખ્યાલમાં હતા. વેલ હાલ અમદાવાદની મુલાકાતે આવેલા આ એન્જિ. તો હવે રિટાયર્ડ થઈ ગયા છે પણ હોંગકોંગ સત્તાવાળાઓ હજુ પણ તેમની સેવા લેવાનું ચાલુ રાખ્યું છે અને તેમના દરિયામાં સ્થિત એરપોર્ટના ત્રીજા રન વે માટે પણ તેઓ પોતાની સેવા આપે તેવો આગ્રહ રાખ્યો છે. વર્ષે ૫ કરોડથી વધારે પેસેન્જરની અવરજવરથી ધબકતું હોંગકોંગના એરપોર્ટને ઘુમ્મસનો પ્રોબ્લેમ પણ નડે છે ત્યારે ઇલેકટ્રિકને લગતા બેસ્ટ આઇડિયા તેમજ એક્સ્ટ્રિમ એન્જિનીયરીંગ માટે તે લોકોને આ ગુજરાતી પર વધારે વિશ્વાસ છે.
પ્લેન હવે મારા માટે બીજા ઘર જેવું છે. રવી ત્રિવેદી કહે છે, કેનેડામાંથી નેશનલ ચિફ ઓફ એન્જિનિયર પછી નિવૃત્તિ લીધા બાદ ૧૯૯૫માં હોંગકોંગથી દરિયામાં એરપોર્ટના વિકાસ માટે કોલ મળ્યો અને આ વર્લ્ડના વન્ડર સાથે કામ કરવાની તક મળી. જો કે શરૂઆતથી જ મને આ કામ ઘણું રસપ્રદ લાગ્યું હતું. દિલ્હીની જેમ હોંગકોંગમાં પણ એરલાઈન્સને ઘુમ્મસનો પ્રશ્ન નડે છે. આ સ્થિતિમાં ખૂબ જ ઘુમ્મસ વચ્ચે પ્લેનને દરિયામાં સ્થિત એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડંિગ કરાવવું તે મારા માટે પણ ચેલેન્જંિગ હતું. જોકે ત્યારબાદ મારા ઇલેક્ટ્રિકલને લગતાં આઈડિયા સફળ રહેતાં આ કામ એકદમ સરળ રહ્યું. જોકે તેમાં ૧૯૬૦માં એમ.એસ.યુનિવર્સિટીમાંથી ઇલેકટ્રિકલ એન્જિનીયરીંગ બાદ જી.ઈ.બી.માં ડે.એન્જિનીયર તરીકેનો ગ્રાઉન્ડ એક્સપિરિયન્સ મને નિવૃત્તિ પછી હોંગકોંગમાં એરપોર્ટ નિર્માણ વખતે પણ કામ લાગ્યો.
જોકે હું ૧૯૭૦માં અમેરિકા ગયો ત્યારે મારી પાસે માત્ર બે જોડ કપડાં અને માથે દસ હજાર ડોલરનું દેવું હતું. ત્રિવેદી કહે છે સતત ૧૨ કલાક કામ અને તેની સાથે સાથે જ સ્જી કર્યું. ત્યાર પછી જ ફિલ્ડ એન્જિ.માંથી ચિફ અને એરપોર્ટના નેશનલ સુપ્રિન્ટેન્ડન્ટ સુધીની સફર ચાલી. વર્ષે એરપોર્ટના ૫ કરોડ કરતાં વધારે પ્રવાસીઓથી ધબકતા હોંગકોંગના એરપોર્ટ પર હજુ ત્રીજા વન વેનું કામ છે ત્યારે ફરીથી અમદાવાદને વિદાય આપીને દરિયામાં કામકાજ શરૂ થઈ જશે.૧૦૦ કરતા વઘારે દેશોમાં પરિભ્રમણ પછી હું એટલુ તો ચોક્કસ કહીશ કે જે દેશ ટાઈમ મેનેજમેન્ટ સાથે આગળ વઘે છે,તેનો બહુ ઝડપથી વિકાસ થાય છે.દરિયાની વચ્ચે અમદાવાદના સાત એરપોર્ટ ભેગા કરો ત્યારે એક એરપોર્ટ બને તેટલું કદ ઘરાવતુ હોંગકોગનુ એરપોર્ટ ચોક્કસ સમય મર્યાદા કરતાં પણ ૧૫ દિવસ વહેલુ તૈયાર થઈ ગયુ હતુ.આ ઝડપથી કામકાજ પરથી જ આપણે તે દેશનુ ટાઈમમેનેજમેન્ટ કેટલુ અસરકારક હશે તેની કલ્પના આપણે પણ કરી શકીએ છીએ.
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|