Last Update : 28-Jan-2012,Saturday
 
દિલ્હીની વાત
 

આજે મણિપુરમાં જંગ
આજે મણિપુર વિધાનસભાની ૬૦ બેઠકો માટે ચૂંટણી છે. ૨.૭ મીલીયનની વસ્તી ધરાવતા મણિપુરમાં ૧.૭ મીલીયન મતદારો છે. પાંચ રાજ્યોમાં વિધાનસભા જૈગ પૈકીનો આ પ્રથમ જંગ છે. હવે પછીનો જંગ પંજાબ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને ગોવામાં ખેલાશે. મણિપુરમાં ચૂંટણીઓ ભારતના અન્ય વિસ્તારના લોકોનું બહુ ધ્યાન ખેંચતી નથી. મુખ્ય પ્રધાન ઓકરામ આઈથોબી સિંહની સરકાર સામે મણિપુર પીપલ્સ પાર્ટીએ પડકાર ફેંક્યો છે. જેમાં તમામ રાજકીય પક્ષો જોડાયા છે. મણિપુરમાં ૨૭૯ ઉમેદવારો જંગમાં ઉભા છે.
પીએમ પ્રશ્ને નીતિન ગડકરી ફેરવી તોળે છે
કેટલાક દિવસ પહેલાં ભાજપના પ્રમુખ નીતિન ગડકરીએ વડાપ્રધાનપદના મજબૂત ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીનું નામ મુક્યું હતું, જોકે તેનાથી પક્ષમાં ઉભા થયેલા વિવાદ બાદ તેમણે આ યાદીમાં વધુ ત્રણ નેતાના નામ મુક્યા છે. જેમાં એલ.કે.અડવાણી, સુષ્મા સ્વરાજ અને અરૃણ જેટલીનો સમાવેશ થાય છે. જોકે પોતાનું નામ વડાપ્રધાનપદની રેસમાં તેમણે જોડયું ન હતું. વડાપ્રધાન પદના આ વિવાધ અંગે સૌને આશ્ચર્ય થયું છેકેમકે સામાન્ય ચૂંટણીઓ તો ૨૦૧૪માં છે. જોકે પક્ષના નેતાઓ બધું સમતોલ કરવા મથે છે. આ નેતાઓ બધાને ખુશ રાખવા માગે છે. જોકે મોદી માટે આમ બોલવાથી તે ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે એમ તે માનતા હતા. પરંતુ મોદીએ પ્રચાર માટે જવાનો કોઈ સંકેત નથી આપ્યો.
પંજાબના કોંગી સીએમ અમરિંદર
પંજાબની ચૂંટણીઓના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ એમ જાહેર કર્યું કે અમારા પંજાબના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર કેપ્ટન અમરીંદરસિંહ રહે છે. આ જાહેરાતથી કોંગ્રેસના વર્તુળોમાં આશ્ચર્ય ફેલાયું છે. કોંગ્રેસની પ્રણાલી એવી છે કે ચૂંટણી પહેલાં મુખ્ય પ્રધાનનું નામ જાહેર ના કરવું. પરંપરા એવી છે કે ચૂંટાયેલા વિધાનસભ્યો અંતિમ નિર્ણય સોનિયા ગાંધી પર છોડે છે અને તે માથે ચડાવે છે. જોકે પક્ષની અંદરના વર્તુળો કહે છે કે રાહુલ ગાંધીએ કેપ્ટન અમરીંદરસિંહનું નામ એટલા માટે જાહેર કર્યું છે કે ઓપીનીયન પોલમાં કેપ્ટન અમરીંદર સૌથી લોકપ્રિય પ્રધાન તરીકે ઉપસી આવ્યા હતા. આ સૂત્રો એમ પણ જણાવે છે કે રાહુલે આ નામ વ્યૂહાત્મક રીતે જાહેર કર્યું છે. જો તેમાં સફળથા મલે તો અન્ય રાજ્યોમાં પણ તે અમલી બનાવાય !
રાહુલની વ્યૂહરચના કે કાચું કાપ્યું ?
જોકે રાહુલ ગાંધીની આ જાહેરાતની અસર પંજાબના કોંગી વર્તુળોમાં વિપરીત રીતે પડી છે. પંજાબના સિનીયર નેતા કહે છે કે આ ચૂંટણી કટોકટીનો સમય છે. એકતા મહત્વનો મુદ્દો છે. રાજ્યમાં આ ટોપની જોબ માટે બીજા ઉમેદવારો પણ છે. રાજીન્દર કૌર ભટ્ટાલ, સાંસદ પ્રતાપસિંહ બાજવા અને જગમીતસિંહ બ્રાર જેવા નેતાઓએ રાહુલ ગાંધીના નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરી છે. પરંતુ રાહુલ ગાંધીએ કહ્યું છે એટલે જાહેરમાં કોઈ મોં ખોલવા તૈયાર નથી.
મમતા કોંગ્રેસનું ટેન્શન વધારે છે
તૃણમૂલ કોંગ્રેસના નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ અંગે ગંભીર છે એટલે જ કોંગ્રેસને ટેન્શન છે. તેમણે અત્યાર સુધીમાં મણિપુરની મુલાકાત લીધી છે. અન્ય રાજ્યો યુપી, ઉત્તરાખંડ અને ગોવામાં પણ તે ચૂંટણી લડે છે પરંતુ ત્યાં ગયા નથી. કેન્દ્રમાં તેમના ૭ પ્રધાનો છે. એક કેબીનેટ મીનીસ્ટર છે તો બીજા છ રાજ્ય સક્ષાના પ્રધાનો છે. આ લોકોને ચૂંટણી પ્રચાર માટે બોલાવાયા નથી. જોકે એક સભ્ય તે જાણે છે કે મણિપુર સુવાય અન્ય રાજ્યમાં તેમના પક્ષની બહુમતી નથી.
સુષ્મા સ્વરાજને વાઈરલ ફીવર
ઉત્તરાખંડમાં પ્રચાર આડે ત્રણ દિવસ રહ્યા છે. ભાજપના ઉમેદવારો આતુરતાથી સુષ્મા સ્વરાજ અને નરેન્દ્ર મોદી પ્રચાર માટે આવે તેની રાહ જોઈ રહ્યા છે. પરંતુ ભાજપના સૂત્રો જણાવે છે કે સુષ્મા સ્વરાજ વાઈરલ ફીવરથી પીડાય છે જ્યારે મોદી ગુજરાતમાં રીપબ્લીક ડે ની ઉજવણીમાં વ્યસ્ત હતા. જોકે પક્ષના વડા નીતિન ગડકરીએ ભ્રષ્ટ ખુશવાહાને સમાવવાની વાત કરી ત્યારથી આંચકો અનુભવ્યો છે, પણ ઉ.પ્ર.માં તે રેલીને સંબોધન કરવાના છે. નરેન્દ્ર મોદીની વાત કરીએ તો તેઓ તેમના રાજકીય પ્રતિસ્પર્ધી એના સંજય જોષીને ઉ.પ્ર.નું પ્રચારતંત્ર સંભાળવાના હોઈ તે આવશે કે કેમ તે અંગે શંકા છે.
'નેશનલ વોટર્સ ડે....' ફંક્શનનો ફિઆસ્કો
૨૫ જાન્યુઆરીએ 'નેશનલ વોટર્સ ડે'નું ફંકશન વિજ્ઞાાન ભવન ખાતે યોજાયું હતું. પરંતુ મોટી સંખ્યામાં રાજકારણીઓ ગેરહાજર રહેવાથી ફંકશન ફલોપ ગયું હતું. ફંકશન ૧૧ વાગ્યાનું હતું પરંતુ પ્રથમ લાઈનની બેઠકો ૧૧.૪૫ વાગ્યા સુધી ખાલી રહી હતી. આ બેઠકો રાજકીય પક્ષોના નેતા માટે હતી. આ કુરશી પરના લેબલ કાઢી નંખાયા હતા અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામની હાજરીથી સંતોષ માનવો પડયો હતો. તેમણે શપથ લીધા હતા કે સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારોને જ વોટ આપીશું.
ગેરહાજરી અંગે વિવિધ ખુલાસો
'નેશનલ વોટર્સ ડે'નું ફંકશન ફલોપ કેમ ગયું અને રાજકીય નેતાઓ કેમ ગેરહાજર રહ્યા તે અંગે વિવિધ ખુલાસા સામે આવ્યા છે. ચીફ ચૂંટણી કમિશનર એસ.વાય.કુરેશી આ ફિઆસ્કાને ગંભીર ગણવાના બદલે ખુલાસો કરે છે કે રાજકીય નેતાઓ ચૂંટણીમાં વ્યસ્ત હતા. કોંગ્રેસના રાજકીય નેતાઓ ચૂંટણીમાં વ્યસ્ત હતા. કોંગ્રેસના પ્રવક્તા અભિષેક સિંધવી જણાવે છે કે કોઈ રાજકીય પક્ષ ગેરહાજર રહે એનો અર્થ એવો નથી કે તે લોકશાહીમાં નથી માનતો. જ્યારે ભાજપના પ્રવક્તાએ જણાવ્યું કે પક્ષમાં ચૂંટણી પંચે કોને આમંત્રણ મોકલ્યું છે એ જ ખબર નથી .બહુજન સમાજ પાર્ટીના પ્રવક્તાએ કહ્યું કે 'બહેનજી' જાણતા હતા જ્યારે એનસીપીના નેતાએ કહ્યું હતું કે અમે ચૂંટણીમાં વ્યસ્ત છીએ અને આવા ફંકશનમાં હાજર રહેવાનો અમારી પાસે સમય નથી.
અણ્ણા હજારેની લાફાની વાતના પ્રત્યાઘાત
ભ્રષ્ટ નેતાઓને લાફો મારીને તેમને પાઠ ભણાવવો જોઈએ એવું કહીને અણ્ણા હજારેએ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે. તેમના ગામ રાલેગાંવ સિદ્ધિમાં 'ગલી ગલી મેં ચોર હૈ' ફિલ્મ જોયા પછી અણ્ણાએ ઉપરોક્ત સ્ટેટમેન્ટ આપ્યો હતું. આ સ્ટેટમેન્ટ ચકચાર એટલા માટે ઉભી કરે છે કે નેશનલ વોટર્સ ડે ના દિવસે અને પાંચ રાજ્યોના વિધાનસભા જંગની પૂર્વ સંધ્યાએ આવ્યું હતું. જોકે ટીમ અણ્ણાને સમસ્યા એ છેકે બાબા રામદેવ બીજું જ કહી રહ્યા છે. તે તો કહે છે કે જૂતા મારો, ચંપ્પલો મારો જે હાથમાં આવે તે કહે છે કે મતદારોએ બીનજરૃરી લોકોને દુર રાખવા જોઈએ.

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

હોંગકોંગ એરપોર્ટના ઘુમ્મસ સામે ગુજરાતી ટેક ઓફ
ફેસબુક પર ફાંકા સિક્યુરીટીમાં બાંખા
સ્કૂલ શિક્ષણની એસેસરીઝ બદલાઈ ગઈ છે
બાળકનો ઉત્સાહ વધારી તેનો ડર ઘટાડતાં રહો
કુમળા શિશુની સંભાળ કેમ લેશો?
પાણીદાર તરબૂચના ફાયદા
શું તમે અંડર એસ્ટિમેશનના શિકાર છો?
ફેસ સીરમ શું છે અને તેને કેવી રીતે વાપરશો?
  More Stories
 

વર્ષ-2012ના એવોર્ડઝ, જુઓ Latest Updates...

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

ભારતનો ૬૩મો પ્રજાસત્તાક દિવસ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved