અબુધાબી,તા.૨૭
પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ રોમાંચક તબક્કામાં પ્રવેશી છે. મિસબાહના ૮૪ની મદદથી પાકિસ્તાને ફટકારેલા ૨૫૭ સામે ઈંગ્લેન્ડે કૂકના ૯૪ અને ટ્રોટના ૭૪ રનની મદદથી ૩૨૭ રન કર્યા હતા. પાકિસ્તાને બીજી ઇનિંગમાં ત્રીજા દિવસની રમતના અંતે ૪ વિકેટે ૧૨૫ રન કર્યા હતા. |