(પી.ટી.આઈ.) મુંબઈ, તા. ૨૭
'અગ્નિપથ' કે જે રીમેક છે. તે એક નવા રેકોર્ડ તરફ આગળ વધી રહી છે. પ્રથમ દિવસે તેણે રેકોર્ડ બ્રેક કલેકશન કર્યાના અહેવાલ મળી રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ સલમાનખાનની બોડી ગાર્ડના પ્રથમ દિવસના કલેકશન રૃા. ૨૧ કરોડ રૃપિયાનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
સલમાન ખાનની 'બોડીગાર્ડ'ના ૨૧ કરોડના કલેકશનના રેકર્ડને તોડયો
આ અંગે પ્રિયંકા ચોપરાએ ટ્વીટ કર્યું છે કે તમારા બધાનો આભાર, અગ્નિપથે ૨૩ કરોડ રૃપિયાનું કલેકશન કર્યુ ંછે. અભૂતપૂર્વ ટીમ અગ્નિપથ રોક. પ્રથમ દિવસે 'અગ્નિપથે' ૨૩ કરોડની કમાણી કરી હતી. 'અગ્નિપથ'ને ૨૬મી જાન્યુઆરીની રજાનો લાભ મળ્યો હતો. આ ફિલ્મ ૧૯૯૦ના દાયકાની અમિતાભની 'અગ્નિપથ'ની રિમેક છે. મૂળ ફિલ્મ પિતા યશ જોહરની ફિલ્મ હતી જ્યારે વર્તમાન ફિલ્મ પુત્ર કરણ જોહરની ફિલ્મ છે. |