| (પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૭
ત્રણ વર્ષથી વધુ વયના બાળકોને પણ હવે પ્રિ-નર્સરી ક્લાસીઝમાં પ્રવેશ આપી શકાશે કારણ કે દિલ્હી હાઇકોર્ટે શાળા પ્રવેશ અંગેના ધોરણોમાં હસ્તક્ષેપ કરવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. આ સાથે હાઇકોર્ટે તેમ પણ કહ્યું છે કે, દરેક બાળકોને પ્રાથમિક શિક્ષણ મળવું જ જોઈએ પરંતુ સાથે તેમની વયમર્યાદામાં પણ હસ્તક્ષેપ કરવા ઇનકાર કર્યો છે. |