
અમદાવાદ, તા.28
તા.28મી જાન્યુઆરીના રોજ, વસંતપંચમીના રોજ શિક્ષાપત્રી જયંતીની ઉજવણી રાજ્યભરમાં થઇ છે.
અમદાવાદનાં સ્વામિનારાયણ મંદિર-કુમકુમ ખાતે શાસ્ત્રી આનંદપ્રિયદાસજીની નિશ્રામાં શિક્ષાપત્રી જયંતી ભક્તિભાવપૂર્વક ઉજવાઇ હતી.
આ ઉજવણી અંતર્ગત ભગવાન સ્વામિનારાયણનું ષોડ્ષોપચાર પૂજન થયું હતું અને 1008 પારાયણનું પુરશ્ચરણ કરવામાં આવ્યું હતું.
સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ નહીં દેશ-વિદેશનાં અનેક ભક્તો પણ શિક્ષાપત્રીનું પઠન કરે છે. નૈતિક મૂલ્યોની જાળવણી માટે આ ગ્રંથનું મહત્વ અદ્ ભુત છે.