
મુંબઇ તા.૨૮
કલર્સ ચેનલ પર આજથી શરૂ થનારા નવા કાર્યક્રમ ‘રીંગ કા કંિગઃ રેસ્ટલંિગ કા મહાયુદ્ધ’ના પ્રારંભ સમયે પંજાબી ગાયક (રાખી સાવંતને બળપૂર્વક કિસ કરનારા) મીકાના જોરદાર ગાયનથી અમેરિકી કુસ્તીબાજ જેફ જેરેટ ખુશ થઇ ગયો હતો અને માઇકાને એ નવો ફેન મળ્યો હતો. ‘મૌજા હી મૌજા’, ‘જુગની’ અને ‘તૂ મેરા હીરો’ જેવાં હિટ ગીતો ગાનારો મીકા આરંભના એપિસોડમાં પંજાબી ગીતો ગાઇને ઓડિયન્સને પોતાની તર્જો પર નચાવશે.
જો કે સેટ પરના કર્મચારીઓની વાત સાચી હોય તો મીકાના ગાયનથી જેરેટ એટલો ખુશ થઇ ગયો કે એણે કહ્યું કે મારી પત્ની અહીં હોત તો તમરા ગાયન સાથે ડાન્સ કરતી હોત. એ સંગીતપ્રેમી છે. એમાંય ઓડિયન્સના પ્રતિભાવ જોઇને જેરેટ એટલો ખુશ થઇ ગયો કે એણે મીકાના ઓટોગ્રાફ પણ લીધા.