એડેલેઇડ તા.૨૮
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં ચારેચાર મેચ અર્થાત્ આખી શ્રેણી ગુમાવવાના પગલે આઇસીસીના રેંકંિગમાં ભારત ૧૧૮ પરથી ઊતરીને ૧૧૧મા રેંકંિગ પર પહોંચી ગયું હતું. અગાઉ ભારતનો બીજો નંબર હતો એ હવે ચોથો થઇ ગયો હતો. બીજી બાજુ ઓસ્ટ્રેલિયન ટીમનો જુસ્સો ચારે મેચ જીત્યાને કારણે વધી ગયો હતો અને એના રેંકંિગમાં સીધા આઠ પોઇન્ટ વધી ગયા હતા.
આઇસીસીએ જણાવ્યા મુજબ ઓસ્ટ્રેલિયન ટીમ ચેમ્પિયનશીપ ટેબલની નિકટ પહોંચી ગઇ હતી. જો કે હજુય માઇકલ ક્લાર્કની ટીમના સભ્યો કરતાં મહેન્દ્ર સંિઘ ધોનીની ટીમના સભ્યો થોડાક પોઇન્ટથી આગળ છે. ડેસિમલ પોઇન્ટથી પર જઇને ગણવામાં આવે તો ધોનીની ટીમના સભ્યો ૧૧૧.૮૦ પોઇન્ટ પર છે જ્યારે ક્લાર્કની ટીમના સભ્યો ૧૧૦.૮૦ પોઇન્ટ પર છે. જો કે માર્ચમાં ઓસ્ટ્રેલિયન ટીમ વેસ્ટ ઇંડિઝ સામે ત્રણ ટેસ્ટ રમવા જાય ત્યારે જીતે તો એના પોઇન્ટ અને રેંકંિગમાં એમનું સ્થાન બંને બદલાઇ જવાની પૂરેપૂરી શક્યતા છે.