
એડેલેઇડ તા.૨૮
ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટમાં પણ ભારતીય ટીમનો ભૂંડે હાલ પરાજય થયો હતો. ઓસ્ટ્રેલિયન ટીમે ભારતને ૨૯૮ રનથી પરાજિત કર્યું હતું. એાસ્ટ્રેલિયાએ આપેલા ૫૦૦ રનના પડકારને પહોંચી વળવામાં ભારતીય ટીમ નિષ્ફળ નીવડી હતી અને ફક્ત ૨૦૧ રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.
ઇન્ટરનેશનલ ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો વિદેશી ધરતી પર આ કુલ આઠમો પરાજય હતો. આ પહેલાં ઇંગ્લેંડમાં પણ ભારતીય ટીમનો ધબડકો વળી ગયો હતો. એની વિશ્વવિજેતાની ઇમેજ ઘૂળમાં મળી ગઇ હતી.
રસપ્રદ વાત એ છે કે સિડની ટેસ્ટ વખતે ગ્લેન મેકગ્રાથે લાક્ષણિક આગાહી કરતાં કહ્યુું હતું કે ભારત આખીય શ્રેણી ગુમાવશે. ભાગ્યે જ કોઇએ આ આગાહી સાચી માની હતી. પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમે વ્હાઇટ વૉશ કરી બતાવ્યું હતું. માત્ર ચાર સપ્તાહ પછી ભારત ચારે ચાર ટેસ્ટ ગુમાવી ચૂક્યું હતું.