| મુંદરાના મોખા ગામનો બનાવ
ભુજ,મંગળવાર
મુંદરા તાલુકાના મોખા ગામે મકાન ઉપર ડીશ કનેકશન ફીટ કરવા બાબતે બોલાચાલી બાદ થયેલા ઉગ્ર ઝઘડામાં પાંચેક શખ્સો ઘવાયા હતા. લાકડીઓ વડે કોલી શખ્સો એકબીજા ઉપર તૂટી પડતા ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયારે બનાવ બાબતે મરીન પોલીસ મથકે સામ-સામે ફરિયાદ નોંધાવાઈ છે.
મરીન પોલીસ મથકે સામ-સામે ફરિયાદ
મળતી વિગતો મુજબ, મુંદરા તાલુકાના મોખા ગામે વાલજી રામજી કોલી, જેસંગ વેલજી કોલી અને વિરમ ઉમર કોલીએ સામે વિરમ જીવા કોલી તેમજ સાહેદોને લાકડી વડે માર માર્યો હતો. આ જ બનાવમાં વાલજી રામજી કોલીએ સામે પક્ષે બાબુ રામજી કોલી, સામજી ઉમર કોલી, મનજી બાબુ કોલી તથા વિરમ જીવા કોલી સામે પોલીસ ફરિયાદ લખાવી છે. પ્રથમ ફરિયાદમાં ડીશ કનેકશન નાખવા બાબતે ઉમર કોલીએ ના પાડતા તેમજ બીજી ફરિયાદમાં બોલવાનું વ્યવહાર ન હોવા છતાં ડીશ કનેકશન કેમ ફીટ કરી તેમ કહ્યા બાદ થયેલી બોલાચાલીના લીધે ઝઘડો થયો હોવાનું કારણ પોલીસ મથકે દર્શાવાયું છે. બનાવના પગલે, મુંદરાના મોખા ગામે ચકચાર મચી ગઈ હતી. તો પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે મુંદરા મરીન પોલીસ બનાવ સ્થળે દોડી ગયો હતો. તો, ઈજાગ્રસ્તોની મુલાકાત લઈ વધુ તપાસ હે.કો.રાજેન્દ્રસિંહ ગોહિલે હાથ ધરી છે. |