| Last Update : 28-Jan-2012,Saturday |
|
|
| |
|
|
|
|
જિલ્લા પંચાયતની ખાસ કારોબારીનો અભૂતપૂર્વ છબરડો
પ્રમુખની કાર માટે મળેલી ખાસ બેઠકનો ફિયાસ્કો ઃ એકજ સભ્ય હાજર |
|
| (પ્રતિનિધિદ્વારા) વડોદરા,શુક્રવાર
વડોદરા જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ માટે નવી કાર ખરીદવાની મંજુરી અગાઉ મળી ગઇ હોવા છતાં આજે કાર ખરીદવાના મુદ્દે બોલાવવામાં આવેલી ખાસ કારોબારીની બેઠકનો ફિયાસ્કો થયો હતો. જિલ્લા પંચાયતના ઇતિહાસમાં અભૂતપૂર્વ કહી શકાય. તેવા બનાવમાં ખાસ કારોબારીમાં માત્ર એક અધિકારી અને એક ચૂંટાયેલા સભ્ય હાજર રહ્યા હતા. જેને કારણે કોરમને અભાવે બેઠક મુલત્વી રહી હતી.
ચૂંટાયેલી પાંખનું ધ્યાન દોરવામાં વહીવટી પાંખ પણ નિષ્ફળ પ્રદેશ મોવડીઓ ચોંકી ઉઠયા ઃ કોરમને કારણે મુલત્વી
વડોદરા જિલ્લા પંચાયતમાં પ્રમુખની કાર ખરીદીને મંજુરી મળી હોવા છતાં કાર મંજુરીને નામે આજે ખાસ કારોબારી બેઠક બોલાવવાના મુદ્દે સર્જાયેલો વિવાદ પ્રદેશ મોવડી સુધી પહોંચતા તેઓ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા.
આશ્ચર્યની વાત એ છે કે, ચૂંટાયેલી પાંખે વાળેલો છબરડો અટકાવવામાં જિલ્લા પંચાયતની વહીવટી પાંખ પણ નિષ્ફળ ગઇ હતી. એક ઉચ્ચ અધિકારી તો છેલ્લી ઘડી સુધી બેઠક થાય તે માટે મત વ્યકત કરતા રહ્યા હતા.
ખાસ કારોબારીનો છબરડો વળ્યો હોવાનું જણાતા ગઇકાલે રાત્રે જ કારોબારીના સભ્યોને બેઠક બંધ રહી હોવાના ફોન કરી દેવાયા હતા. એકવાર બેઠકના એજન્ડા નિકળી જાય પછી બેઠક રદ થાય તેવી કોઇ જોગવાઇ નહી હોવા છતાં કારોબારીના સભ્યો ગેરહાજર રહે અને કોરમને અભાવે બેઠક મુલત્વી રહે તે માટે તેઓને બેઠક બંધ રહી હોવાનું જણાવી ગેરમાર્ગે દોરવામાં આવતા તેઓ પણ ઉકળી ઉઠયા છે.
આજની બેઠકમાં કારોબારીના સચિવ એવા જિલ્લા વિકાસ અધિકારી અને કારોબારીના ચેરમેન મંત્રીના કાર્યક્રમમાં હોઇ ગેરહાજર રહ્યા હતા. જ્યારે કારોબારી બંધ રહ્યાનો મેસેજ નહી મળતાં હાજરી આપવા આવેલા વાઘોડીયા તાલુકાના સદસ્યોએ હાજરી પુરાવી હતી.
આમ, ખાસ કારોબારીના મુદ્દે જિલ્લા પંચાયતમાં અભુતપૂર્વ છબરડો વળ્યો હતો. |
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|