| Last Update : 28-Jan-2012,Saturday |
|
|
| |
|
|
|
|
| ડી. જી. પટેલ ખાંધલીવાલા સ્કૂલમાંર્થી ૧૫ બોગસ સ્કૂલ લિવિંગ સર્ટી.પકડાયા |
| |
| અમદાવાદ, શુક્રવાર
વટવાના હાથીજણમાં વિવેકાનંદનગર ખાતે આવેલી સર્વાંગી વિકાસ કેળવણી ટ્રસ્ટ સંચાલિત ડી. જી. પટેલ ખાંધલીવાલા વિદ્યાલયમાંથી ૧૫થી વધુ બોગસ લિવિંગ સર્ટિફિકેટ્સ પકડાયા છે. જેને પગલે ડીઇઓએ આચાર્ય વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાનો આદેશ આપી દીધો છે. તેમજ મેનેજીંગ ટ્રસ્ટીને ડીઇઓએ તાકીદ કરી છે કે જો એફ.આઇ.આર. નોંધવામાં નહીં આવે તો શાળાનું અનુદાન બંધ કરાશે અને શાળાની નોંધણી રદ કરવા સુધીની કાર્યવાહી કરાશે.
આચાર્ય સામે પોલીસ કેસ કરવા ડીઇઓનો આદેશ FIR નહીં થાય તો અનુદાન બંધ અને નોંધણી રદ થશે
અમદાવાદના પૂર્વ વિસ્તાર વટવામાં ડી. જી. પટેલ ખાંધલીવાળા વિદ્યાલય આવેલ છે આ શાળામાંથી પૈસા લઈને બોગસ લિવિંગ સર્ટિફિકેટ્સ કાઢી આપવામાં આવે છે એ રીતની ફરિયાદ ડી.ઇ.ઓ. કચેરીમાં થઈ હતી એટલું જ નહીં લેખિત ફરિયાદની સાથે પુરાવારૃપે બે બોગસ એલ.સી. પણ અપાયા હતા જેને પગલે ડીઇઓ કચેરીએ તપાસ કરાવી હતી જેમાં શાળાનું રજિસ્ટર જપ્ત કરાયું હતું. તપાસ અધિકારીએ ડી.ઇ.ઓ.ને આપેલા અહેવાલમાં જણાવ્યું છે કે આચાર્યએ જનરલ રજીસ્ટરમાં વિવિધ જગ્યાએ ચેડા કરીને ખોટા એલ.સી. બનાવ્યા હોવાનું સાબિત થાય છે. શાળાએ આપેલા એલ.સી.ની ઓફિસ કોપી (અડધિયું) શાળાના આચાર્ય રજૂ કરી શક્યા નથી.
જનરલ રજીસ્ટર કાયમી રેકર્ડ હોવાથી બેદરકારી અને જાણી જોઈને કરેલી ગંભીર ગેરરીતિ કરીને ખોટા એલ.સી. કાઢ્યા હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. આમ આચાર્ય પ્રથમ દ્રષ્ટિએ જ દોષિત છે આ અહેવાલને પગલે ડી.ઇ.ઓ.એ શાળાના મેનેજીંગ ટ્રસ્ટીને લેખિતમાં આદેશ આપ્યો છે કે આચાર્ય વિરૃદ્ધ પોલીસ ફરિયાદ કરવી. જો નિયત સમયમાં એફ.આઇ.આર. નહીં નોંધાય તો પગાર નિભાવ ગ્રાન્ટ સહિતનું અનુદાન બંધ કરાશે તેમજ શાળાની નોંધણી રદ કરવા ગુજરાત શિક્ષણ બોર્ડને દરખાસ્ત કરાશે.
દરમિયાનમા સૂત્રો જણાવે છે કે, આચાર્ય વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા ગયેલા ટ્રસ્ટીઓને એવું કહેવાયું છે કે, પહેલા તમે બોગસ એલ.સી. જેના નામના છે તે વિદ્યાર્થીઓ- વાલીઓને બોલાવો તેમના નિવેદન લીધા બાદ એફ.આઇ.આર. થશે.
ૂબીજી બાજુ, આ પ્રકરણમાં ડીઇઓ કચેરી પણ ઢીલી પડતી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે કારણ કે બોગસ એલ.સી. કાંડમાં માત્ર આચાર્યની જ સંડોવણી દેખાડવામાં આવી છે જ્યારે સહઆરોપી એવા મોટા માથાઓને બહાર રખાયા હોવાની વ્યાપક ચર્ચા થઈ રહી છે. બોગસ એલ.સી. કાંડના પગલે આ સ્કૂલ વેચી મારવાના પ્રયાસો થઈ રહ્યા છે. |
| |
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|