હસ્તીપ્રતોમાં છવાયો વસંતનો વૈભવઃ યુનિ.ના ભંડારમાં ૨૦ હજાર હસ્તપ્રતો
રાજકોટ, શુક્રવાર
સાંસ્કૃતિક વારસાની જાળવણીમાં હસ્તીપત્રોનું મહત્વ સવિશેષ રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિ. પાસે આ પ્રકારની ૨૦ હજાર હસ્તપ્રતોમાં રાજાશાહી સમકયાળનો વિવિધ જંગી ઇતિહાસ દસ્તાવેજી પુરાવા તરીકે સચવાયો છે. આ તમામ હસ્તપત્રોનો લાભ દેશ-દુનિયાના તમામ લોકો લઇ શકે તે માટે તેના ડીજીટલાઇઝેશનની યોજનાને મંજુરી મળી જતા હવે તમામ હસ્તપત્રો ટુંક સમયમાં ઓનલાઇન થઇ જશે.
ચારણી સાહિત્યના હસ્તપ્રત ભંડારના અભ્યાસ માટે જર્મની અને ફ્રાન્સથી આવતા તજજ્ઞાો, તમામ હસ્તપ્રતોનું ડીજીટલાઇઝેશ થશે
સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસના ગુજરાતી ભવનમાં સચવાયેલી હસ્તપ્રત્રોમાં ચારણી સાહિત્યનો અખુટ ભંડાર છે જે પ્રકારે દ્વારકાનું દ્વારકાધીશ સંશોધન કેન્દ્ર સંસ્કૃત સાહિત્યની હસ્તપ્રતોના ભંડાર તરીકે અમદાવાદનું લાલભાઇ દલપતભાઇ પ્રાચ્ય વિદ્યામંદિર જૈન સાહિત્યની હસ્તપત્રો માટે અને ભો.જે. વિદ્યાભવન જૈનેતર સાહિત્યની હસ્તપ્રત્રો માટે સુવિખ્યાત છે. તે જ રીતે ચારણી સાહિત્યના અભ્યાસ માટે સૌરાષ્ય્ર યુનિ.નો હસ્તપ્રત ભંડાર જાણીતો રહ્યો છે. અહીં દેશ-દુનિયાના હસ્તપત્ર રસિકો હસ્તપત્રોના અભ્યાસ માટે આવતા રહ્યા છે. ચારણી સાહિત્યના અભ્યાસી રતુદાન રોહડિયાની ચાર દાયકાની મહેનતના પરિણામે એકત્ર થયેલા આ ચારણી સાહિત્ય ભંડારમાં રાજાશાહી સમયકાળનો ઉત્કૃષ્ટ ઘટનાઓને દૈવીપુત્રોએ શબ્દદેહ આપ્યો છે. કોઇકે રામાયણ, મહાભારતની સાથે કૃષ્ણચરિત્ર, સુદામા ચરિત્ર કે રાધા કૃષ્ણ, સીતા-રામનું આલેખન કર્યું છે તો કોઇકે વર્ણવ્યા છે, પ્રકૃતિના મનમોહક સ્વરૃપો જેમાં બારમાસી ગીતોની રચના ચારણી સાહિત્યની પરંપરાના માવલ ગઢવી, બ્રહ્માનંદ, ભોમાનંદ, જીવણ રોહડિયા જેવા સર્જકોએ રજૂ કરી છે તેમાં વસંતના વધામણાની શબ્દઅંગિકાઓ માણવા જેવી છે.
મહા મહિનાના આરંભ સાથે ચારેબાજુ છવાઇ જતા પ્રકૃતિના વૈભવની સાથે વસંતના વધામણા વ્યક્ત કરતા કવિઓ પૈકી ચારણી સાહિત્યના કવિ અંબાદાન કળહટ વર્ણવે છે કે
'માધવ માસે, વસંત વિલાસે, તરૃવરભાસે ઉલ્લાસે,
રમવાને રાસે, હતી હુલાએ, હરી હવે તો હદ થાશે
એજ રીતે કવિ હમીરદાન મોતીસર મહામાસનું વર્ણન કરતા હસ્તપ્રત્રમાં જણાવે છે કે,
થોડા દિન જગલ હર, ગજોડ નાહગા
શિવ હમીર સોચંત માસ યહ માહ ગો
રાજકવિ કરણદાન લીલાના દુહામાં વર્ણવાયેલા મહામાસ
મન હરણ વરમાહ હે,
ઘડવા લાગ્યા ઘાટ
તન મન હરિયુ તે ખણે
અતીરો થાય ઉચાટ
વસંત અને ગ્રીષ્મ ઋતુને વર્ણવતા કવિ ઉમાભાઇ મહેડુ જણાવે છે...
ચૈત્ર-વૈશાખ ચો તરફ,
ફહેરે બસંત ફોહાર,
અણ રત વખતે આવિયે,
વખતા હર અણવાર
મધુકુંજ ફહરે, અંબ મહેરે,
મહક દહેરે મંજરા
કોકિલ કહે રે શબ્દ શહેરે કુંજલ હેરે મધુકરા
આ પ્રકારની બાસમાસી ગીતો સાથે રાજાશાહી સમયકાળના ઇતિહાસને સાચવી રહેલી આ હસ્તપત્રોમાંથી ભાવનગર સ્ટેટના માજી રાજવી વખતસિંહજીના સમયકાળે રચાયેલું ચારણી સાહિત્ય 'વખત બુલંદ'ના નામે તૈયાર થઇ રહ્યું હોવાનું જણાવી ગુજરાતી ભવનના વડા ડો. બળવંત જાની ઉમેરે છે કે આ હસ્તપ્રત્રોના અભ્યાસ માટે પરદેશના અધ્યાપકો અહીં આવે છે. પરદેશી ભાષામાં બાર્વિક લીટરેચર ગણાતા આ ચારણી સાહિત્યનું ડીઝીટ લાઇઝેશન કરવા માટે મેઘાણી કેન્દ્ર મંજુર થઇ રહ્યું હોવાથી ટૂંક સમયમાં આ ૨૦ હજાર હસ્તપત્રો દુનિયાભરના તજજ્ઞાો ઓનલાઇન જોઇ શકશે.
|