| Last Update : 28-Jan-2012,Saturday |
|
|
| |
|
|
|
|
'બેવફા' બાદ 'હીરોઈન'માં કરીનાને લતા મંગેશકરનો કંઠ મળશે
|
|
'કોર્પોરેટ' માટે બનાવાયેલું ગીત મધુરની નવી ફિલ્મમાં વપરાશે
મુંબઈ, તા. ૨૫
સુરસામ્રાજ્ઞિા લતા મંગેશકરે બોલિવૂડમાં અનેક અભિનેત્રીઓને અવાજ આપ્યો છે. ૨૦૦૬માં મધુર ભંડારકરની ફિલ્મ કોર્પોરેટ માટે લતાજીએ ગીત ગાયું હતું. જોકે રેકોર્ડિંગ બાદ ફિલ્મના દિગ્દર્શક અને કમ્પોઝરને આ ગીત અન્ય ફિલ્મ માટે સાચવી રાખવું શ્રેષ્ઠ લાગ્યું હતું. આ ગીત હવે 'હીરોઈન'માં કરીના કપૂર માટે ઉપયોગમાં લેવાશે. અગાઉ 'બેવફા' ફિલ્મમાં પણ કરીનાને લતાજીનો કંઠ મળ્યો હતો. કમ્પોઝર સમીર ટંડને જણાવ્યું હતું કે ''મેં આ ગીત રેકોર્ડ કર્યું હતું. તેના શબ્દો 'ક્યું યહાં હોતા હૈ, જો યહાં હોતા હૈ' હતાં અને તે સમયે કોર્પોરેટ માટે તેનું રેકોર્ડિંગ થયું હતું.'' સંદીપ નાથે લખેલું આ ગીત ક્યારેય ચર્ચામાં આવ્યું નથી. જો કે રેકોર્ડિંગ પુરુ થયું ત્યારે તે મધુર ભંડારકરની અન્ય ફિલ્મ માટે વધારે યોગ્ય લાગતું હતું. આ ગીતનું રેકોર્ડિગ પણ ખુબ રસપ્રદ રીતે કરાયું હતું. સમીરે જણાવ્યું હતું કે ''ગીત રેકોર્ડ કરવાનું હતું તેના ત્રણ દિવસ પહેલાં લતાજી મુંબઈના એક સ્ટુડિયોમાં ગયા હતાં. ત્યારે હું સિંગાપોરમાં હતો અને તે સમયે લતાજીએ આ ગીત રેકોર્ડ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. માટે સિંગાપોરમાં બેઠાબેઠા તેમનો અવાજ રેકોર્ડ કરવાનો થયો હતો. આ પ્રક્રિયા ફોન પર જ પૂરી થઈ અને રેકોર્ડિંગ એકાદ કલાક જેટલું ચાલ્યું હતું.''
સંગીતકારે વધુમાં જણાવ્યું હતું કે ગીતને યોગ્ય જગ્યાએ ઉપયોગમાં લેવાશે તે વાતે લતાજી ઘણા ખુશ છે. અને ગીતને તદ્દન યોગ્ય ફિલ્મ માટે વાપરવાનો વિચાર પણ તેમને ખુબ ગમ્યો હતો.
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|