
ઇન્ડો-કેનેડિયન પોર્ન સ્ટાર સની લીઓન હવે ધીરે ધીરે બોલિવુડમાં પોતાની જગ્યા બનાવી રહી છે. તે જ્યારે એક રિયાલિટી શો બીગ બોસમાં આવી ત્યારે જ એવી વાતો ચાલી રહી હતી કે સનીને બોલિવુડમાં હવે ચાન્સ મળી જશે. આપણે બધા જે પ્રમાણે વિચારી રહ્યા હતા એ જ પ્રમાણે હવે તેને બોલિવિડમાં કામ પણ મળવા લાગ્યુ છે. એક સમયે જ્યારે તેને ફિલ્મ ‘જિસ્મ-૨’માં કામ કરવાની ઓફર આવી હતી ત્યારે એ ફિલ્મમાં કામ કરવા માટે વર્ક-પરમિટ, અને કાનૂની ઐાપચારીક્તા અને ફી માટેના વિધ્નોને જોઈને એવુ લાગી રહ્યુ હતુ કે તેને આ ફિલ્મમાં કામ કરવા નહી મળે અને તેને નિરાષ થઈને પાછુ પોતાના ઘર તરફ જવુ પડશે. ત્યારે ફિલ્મની ડિરેક્ટર પૂજા ભટ્ટે આ વાતની સ્પષ્ટતા કરી હતી કે સનીની તમામ ઔપચારીક્તા અને ફીની તમામ નિર્ણય લેવામાં આવી ગયો છે. આ ફિલ્મમાં હવે સની પોતાની અદાકારીનો જાદુ ફેલાવશે.
વેલ,હવે જોવાનુ બાકીએ રહી ગયુ છે કે આ વખતે હવે આ ફિલ્મમાં સની કઈ પ્રકારનો જાદુ ફેલાવશે.સાથે જ જો તેની આ ફિલ્મ એકદમ હીટ જશે તો આગામી સમયમાં તેને બોલિવુડની સ્ટાર એક્ટ્રેસ બનાવતા કોઈ રોકી શકશે નહી.