
એક્ટર અને ડાયરેક્ટર લારા દત્તાએ હવે ે જાહેરાત કરી દીધી છે કે લારા માતૃત્વ ધારણ કર્યા બાદ લાંબો રેસ્ટ લેશે નહી.તેનું કહેવુ છે કે તે આગામી માર્ચ મહિનામાં માતૃત્વ ધારણ કર્યા પછી એક ફિલ્મ ડિરેક્ટ કરવાની છે, અને જો ભગવાનની ઈચ્છા હશે તો એ ફિલ્મને તે પોતે જ એઝ એ એક્ટર અને ડિરેક્ટર કામ આપશે.લારાનું માનવુ છે કે મારો કરિયરને છોડવાનો સમય હજુ સુધી થયો નથી. તેનુ કહેવુ છે કે અત્યારે હંુ અને મહેશ એકદમ વ્યસ્ત છીએ. મહેશ ઓલેમ્પિક્સની તૈયારીમાં અને હુ માતા બનવાની રાહ જોઈ રહી છંુ. મારો એવો કોઈ ઈરાદો નથી કે હંુ માતૃત્વ ધારણ બાદ લાંબો રેસ્ટ લઉ. લારા પોતાની આ ધગશનો શ્રેય તેના ખાસ મિત્ર શાહરૂખને આપે છે. તે કહે છે કે શાહરૂખન સાથે ફિલ્મ ડોન કરતી વખતે ખાને મને કહ્યુ હતું કે તું એક્ટંિગની સાથે સાથે ડિરેક્ટરનું કામ ખુબ જ સારી રીતે કરી શકે છે, અને તેનું કામ પણ ખુબ જ સરસ છે. તેથી મારુ માનવુ છે કે તારે તારી આ કારકિર્દીને આગળ વધારવી જ જોઈએ.મને વિશ્વાસ છે કે તું આ કાર્યમાં એકદમ સફળ થઈશ. તેથી હવે લારાએ પણ ઠાની લીઘું છે કે તેે હવે પોતાનું કામ બને એટલું જલ્દી સ્ટાર્ટ કરી દેશે.