
વાત એવી એવી જાય છે કે અત્યારે આજકાલ મામા-અને ભાણેજ વચ્ચે એટલે કે આમિર ખાન અને ઈમરાન ખાન વચ્ચે વાતો કરવા માટે કોઈ ઈન્ટરનેટ કે પછી બીજા કોઈ સાધનનો ઉપયોગ કરવો પડતો નથી. આજકાલ કરીના કપુર આ બંને જણા વચ્ચે વાતોની આપ લે કરવા લાગી છે અને પોતાની જાતને તે હવે એક પ્રકારે મેસેંજર તરીકે ઓળખવા લાગી છે. ઉલ્લેખનીય છે કે આજકાલ ઈમરાન અને આમિર બંને એકબીજાની ફિલ્મમાં એટલા વ્યસ્ત છે કે બંનેને એકબીજા સાથે વાત કરવાનો પણ હવે સમય રહ્યો નથી. ત્યારે જ્યારે કરીના આ બંને સાથે કામ કરી રહી છે ત્યારે એકબીજાના હાલચાલ તે હવે આમિર અને ઈમરાનને આપવા લાગી છે.
આપને જણાવી દઈએ કે ઈમરાન પોતાની આગામી ફિલ્મ ‘એક મે ઐાર એક તુ’ના પ્રમોશનમાં બીઝી છે, અને તેની સામે આમિર પણ પોતાની ફિલ્મ ‘તલાશ’માં એકદમ બીઝી છે. ત્યારે કરીના આ બંનેની ફિલ્મમાં કોમનલી કામ કરી રહી છે. એટલા માટે તે હવે આ મામા ભાણાની જે વાતો કે સારા નરસા સમાચાર આપવા લાગી છે. એક વ્યક્તિએ આ વાતની પૂરી જાણકારી આપતા તેમને કહ્યુ હતુ કે આમિર ઈમરાનની અને ઈમરાન આમિરની અપડેટ એકબીજાની અપડેટ કરીના પાસેથી લઈ રહ્યા છે અને કરીના પણ પોતાનું આ કામ બખુબી નિભાવી રહી છે.