| Last Update : 28-Jan-2012,Saturday |
|
|
| |
|
|
|
|
| બજારની વાત |
|
- એનએસઈ એફએન્ડઓ સેગમેન્ટનું ટર્નઓવર વધીને રૃા. ૧૨૫૨૭૯.૭૮ કરોડ નોંધાયું હતું.
- નવી લેવાલી પાછળ હનુંગ ટોયઝ ૯ ટકા ઊછળી ૧૦૫.૭૫ પહોંચ્યો હતો.
- અંબાણી કુટુંબ પોતાના વતનમાં એકત્ર થયાના અહેવાલો પાછળ અનિલ અંબાણી જૂથના શેરોમાં ૮ ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો.
- નફારૃપી વેચવાલીના દબાણે સુઆશિષ ડાયમંડ ૭ ટકા તુટીને ૯૧ પહોંચ્યો હતો.
- દેવા પુનઃગઠન યોજના મંજૂર થયાના અહેવાલો પાછળ ભારતી શિપયાર્ડ ૬ ટકા ઉછળી ૭૨.૬૫ પહોંચ્યો હતો.
- દેવા પુનઃગઠન યોજનાના અહેવાલો પાછળ આઈસીએસએમાં ૫ ટકાની અપર સર્કીટ (૨૦-૪૦) અમલી બની હતી.
- જીડીઆર કર્ન્વઝનના અહેવાલો પાછળ એપોલો હોસ્પિટલ ૩ ટકા ઉછળી ૬૦૯ પહોંચ્યો હતો.
- ઓઈલ બ્લોક વેચવા અંગેના અહેવાલો પાછળ વરૃણ ઇન્ડસ્ટ્રીઝ ૨ ટકા વધીને ૨૩૮.૮૦ પહોંચ્યો હતો.
- ક્ષમતા વિસ્તરણના અહેવાલો પાછળ જેવીએલ એગ્રો ૨ ટકા વધીને ૧૪.૨૦ પહોંચ્યો હતો.
- નફારૃપી વેચવાલીના દબાણે-રિયાલ્ટી શેરોમાં બે ટકા સુધીના ગાબડા નોંધાયા હતા.
- ૧૨ ટકાના ઉછાળા બાદ નફારૃપી વેચવાલીએ સ્ટોન ઇન્ડિયા ૨ ટકા તુટીને ૨૮.૩૦ પહોંચ્યો હતો.
- ટ્રેડમાર્ક અંગેના વિવાદમાં જીત થયાના અહેવાલો પાછળ તિલકનગર ઇન્ડસ્ટ્રી ૨ ટકા વધી ૩૪.૩૦ પહોંચ્યો હતો.
- ચીનની કંપની સાથે સંયુક્ત સાહસના અહેવાલો પાછળ હવેલ્સ ઇન્ડિયા એક ટકો વધી ૪૦૩.૩૦ પહોંચ્યો હતો.
- શ્રીલંકા ખાતે પ્રોજેક્ટનો તબક્કો પૂર્ણ થયાના અહેવાલો પાછળ કેઇર્ન ઇન્ડિયા એક ટકો વધી ૩૨૬ પહોંચ્યો હતો.
- જાપાનની મીત્સુબીશી કંપની સાથે જોડાણ કર્યાના અહેવાલો પાછળ લાર્સન એક ટકો વધી ૧૦૩૯.૧૦ પહોંચ્યો હતો.
|
|
|
| |
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|