Last Update : 28-Jan-2012,Saturday
 
FII આક્રમક મૂડમાં ઃ રિલાયન્સની આગેવાનીએ નિફટી ૫૨૦૦ની સપાટી કુદાવી ૫૨૦૫
 
બે દિવસમાં એફઆઈઆઈની રૃ.૨૩૫૦ કરોડની શેરોની ખરીદી

મુંબઈ,શુક્રવાર
કોર્પોરેટ ઈન્ડિયાના ત્રીજા ત્રિમાસિકના પરિણામોની સીઝનમાં મિક્ષ પરિણામોનો દોર જળવાઈ રહી પીએસયુ બેંકોએ એકંદર નિરાશા બતાવી છતાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગત સપ્તાહમાં સીઆરઆરમાં કરેલા અડધા ટકાના ઘટાડાની પોઝિટીવ અસરે એઅફઆઈઆઈ-વિદેશી ફંડોએ શેરોમાં ઓલરાઉન્ડ વેલ્યુબાઈંગ ચાલુ રાખતા નિફટીએ ૫૨૦૦ અને સેન્સેક્ષે ૧૭૨૦૦ની સપાટી કુદાવી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝઢની આગેવાનીમાં આજે આરંભથી જ લેવાલીનું આકર્ષણ રહ્યું હતં. બાયબેક ઓફર ૧, ફેબુ્રઆરી ૨૦૧૨ના ખુલા પૂર્વે ફંડો, ઈન્વેસ્ટરોએ આક્રમક લેવાલી કરતા અને ટાટા મોટર્સ, ભારતી એરટેલ, ઈન્ફોસીસ ટેકનોલોજીસમાં શરૃઆતથી જ ખરીદીએ સેન્સેક્ષ આગલા બંધ ૧૭૦૭૭.૧૮ સામે ૧૨૪.૧૫ પોઈન્ટ ઉપર ગેપમાં ૧૭૨૦૧.૩૩ મથાળે ખુલીને ૧૦૦થી ૧૧૦ પોઈન્ટનો સુધારો બતાવતો રહી ૧૧ વાગ્યા બાદ બજાજ ઓટો, ભેલ, ડીએલએફ, હીરો મોટાકોર્પ, એચડીએફસી, એચડીએફસી બેંક, આઈટીસી, સ્ટેટ બેંકમાં વેચવાલીએ આ ઉછાળો એક સમયે ૨૯.૩૯ પોઈન્ટ મર્યાદિત બની જઈ નીચામાં સેન્સેક્ષ ૧૭૧૦૬.૫૭ સુધી આવી ગયો હતો. જે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ઈન્ફોસીસ, ભારતી એરટેલમાં લેવાલી વધતા ફરી ૮૦થી ૮૫ પોઈન્ટનો સુધારો બતાવી બપોરે ૧ વાગ્યા બાદ યુરોપના બજારો નરમાઈએ ખુલતાં આ સુધારો ફરી ૫૦થી ૫૪ પોઈન્ટ મર્યાદિત થઈ ગયો હતો. જે બપોરે બે વાગ્યા બાદ લાર્સન એન્ડ ટુબ્રો, મારૃતી સુઝુકીમાં આક્રમક લેવાલી નીકળતા એક તબક્કે ૧૮૧.૭૯૦ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૧૭૨૫૮.૯૭ સુપધી પહોંચી જઈને અંતે ૧૫૬.૮૦ પોઈન્ટ વધી ૧૭૨૩૩.૯૮ બંધ રહ્યો હતો.
૯, નવેમ્બર ૨૦૧૧ બાદની ઊંચી સપાટીએ લેવાલી
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્ષ આગલા બંધ ૫૧૫૮.૩૦ સામે ૫૨૧૬.૭૫ મથાળે ખુલીને ઉપરમાં ૫૨૧૭ સુધી પહોંચી ગયો હતો, પરંતુ વધ્યા મથાળે રેનબેક્સી લેબ., પીએનબી, ડીએલએફ, બજાજ ઓટો, ભેલ, જિન્દાલ સ્ટીલ, આઈટીસીમાં વેચવાલીના દબાણે આ મોટાભાગનો સુધારો ઓસરી જઈ નિફટી ૫૧૬૨.૪૦ સુધી આવી ગયો હતો. પરંતુ ઘટયા મથાળે સેઈલ, સેસાગોવા, સ્ટરલાઈટ, રિલાયન્સ ઈન્ફ્રા. સાથે ગ્રાસીમમાં લેવાલી અને છેલ્લે લાર્સન, મારૃતી સુઝુકીમાં આક્રમક લેવાલીએ ફરી ૫૨૦૦ની સપાટી કુદાવી જઈએ અંચતે ૪૬.૪૦ પોઈન્ટનાં ઉછાળે ૫૨૦૪.૭૦ ૯, નવેમ્બર ૨૦૧૧ (૫૨૨૧) બાદની ઉંચી સપાટીએ બંધ રહ્યો હતો. આમ નિફટી ઈન્ટ્રા-ડે ૨૦૦ દિવસની મુવીંગ એવરેજ ૫૨૧૨ ઉપર ૫૨૧૭ સુધી જઈને પાછો ફર્યો હતો.
રિલાયન્સ ઈન્ફ્રા.માં વધતી લેવાલી ઃ પીટીસી શેરો ઉછળ્યા ઃ લાર્સન રૃ.૫૦ ઉછળ્યો
રિલાયન્સ-અનિલ અંબાણી ગુ્રપ કંપનીઓના શેરોમાં પણ એફઆઈઆઈ-લોકલ ફંડોની વધતી લેવાલીના આકર્ષણે રિલાયન્સ ઈન્ફ્રા. રૃ.૧૩.૯૦ વધીને રૃ.૫૨૮.૧૦, રિલાયન્સ કોમ્યુનિકેશન રૃ.૯૬.૩૦ રહ્યા હતા. પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોના વધતા વેલ્યુબાઈંગમાં લાર્સન એન્ડ ટુબ્રો બે વાગ્યા બાદ મોટી લેવાલી નીકળતા શેર રૃ.૫૦.૧૦ ઉછળીને રૃ.૧૩૮૧.૬૦, જીવીકે પાવર રૃ.૧.૩૭ ઉછળીને રૃ.૧૫.૮૫, સુઝલોન એનર્જી રૃ.૧.૩૦ ઉછળીને રૃ.૨૮.૫૫, પીટીસી ઈન્ડિયા રૃ.૨ વધીને રૃ.૫૨.૧૦, પાવર ગ્રીડ કોર્પ રૃ.૨.૩૦ વધીને રૃ.૧૦૩.૧૦, થર્મેક્સ રૃ.૯.૩૦ વધીને રૃ.૫૦૩, ક્રોમ્પટન ગ્રીવ્ઝ રૃ.૧.૮૦ વધીને રૃ.૧૪૪.૩૦ રહ્યા હતા.
બીઓઆઈના પરિણામ- સીઆરઆર ઘટાડાએ બેંક શેરોમાં આકર્ષણ
બેંકિંગમાં ત્રીજા ત્રિમાસિકના મિશ્ર પરિણામોમાં ગત અઠવાડિયે યુનીયન બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડાના નબળા પરિણામ બાદ બેંક ઓફ ઈન્ડિયાના સારા પરિણામ અને રિઝર્વ બેંક દ્વારા સીઆરઆર ઘટાડાનું શેરોમાં આકર્ષણ વધતું જોવાયું હતું. અલબત વધ્યા મથાળે નફારૃપી વેચવાલી સાથે નવી મોટી ખરીદીમાં ફંડો સાવચેત હતા. બેંક ઓફ ઈન્ડિયા રૃ.૧૦.૮૫ વધીને રૃ.૩૫૨.૮૫, ઓરિએન્ટલ બેંક રૃ.૧૦.૬૦ વધીને રૃ.૨૫૮.૧૦, યુનિયન બેંક રૃ.૮.૭૦ વધીને રૃ.૨૧૫.૪૫, અલ્હાબાદ બેંક રૃ.૬.૩૦ વધીને રૃ.૧૫૭, જે એન્ડ કે બેંક રૃ.૨૪.૫૦ વધીને રૃ.૭૯૯.૪૫, બેંક ઓફ મહારાષ્ટ્ર રૃ.૧.૨૫ વધીને રૃ.૪૮.૫૫, સેન્ટ્રલ બેંક રૃ.૧.૭૫ વધીને રૃ.૮૬.૨૦ હતા. અલબત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં સાવચેતીએ નરમાઈમાં રૃ.૧૪ ઘટીને રૃ.૨૦૪૨.૬૦ રહ્યો હતો. એચડીઅફસી શેરોમાં પણ વેચવાલીએ એચડીએફસી રૃ.૯.૧૫ ઘટીને રૃ.૬૯૯.૧૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્ષ ઈન્ડેક્ષ ૪૧.૩૯ પોઈન્ટ ઘટીને ૧૧૨૮.૩૩ રહ્યો હતો.
નિફટી ૫૩૦૦નો કોલ ૫૮થી ઉછળીને ૭૨ બોલાયો ઃ ૫૬૦૦નો કોલ રૃ.૬.૫૦થી વધી ૭.૯૦!
ડેરીવેટીવ્ઝમાં ફેબુ્રઆરી વલણના વિધિવત આરંભે નિફટી બેઝડ ફંડોએ તેજીના મોટા ઓળીયા ગત સપ્તાહમાં ફેરવ્યા બાદ આજે પણ તેજીની પકડ કાયમ રાખી હતી. નિફટી ફેબુ્રઆરી ફયુચર ૨૪૯૦૩૫ કોન્ટ્રેકટસમાં રૃ.૬૪૭૩.૫૪ કરોડનર્ટર્ન ઓવરે ૫૧૮૧.૫૫ સામે ૫૨૦૧ ખુલી નીચામાં ૫૧૭૧.૫૦થી ઉપરમાં ૫૨૨૪.૯૫ સુધી જઈને છેલ્લે ૫૨૧૨.૮૦ હતો. નિફટી ૫૩૦૦નો કોલ ૧૭૯૦૧૪ કોન્ટ્રેકટસમાં રૃ.૪૮૦૩.૩૮ કરોડના ટર્નઓવરે ૫૮.૪૦ સામે ૬૫ ખુલી નીચામાં ૫૫.૭૫થી ઉપરમાં ૭૨.૦૫ સુધી જઈને છેલ્લે ૭૦.૧૦ હતો. નિફટી ૫૪૦૦નો કોલ ૧૦૭૬૭૦ કોન્ટ્રેકટસમાં રૃ.૨૯૨૫.૨૧ કરોડના ટર્નઓવરે ૩૦.૪૦ સામે ૩૫ ખુલી નીચામાં ૨૮.૪૫થી ઉપરમાં ૩૮.૨૦ સુધી જઈને છેલ્લે ૩૭.૫૦ હતો નિફટી ૫૬૦૦ના કોલમાં પણ કામકાજ વધતા ૨૩૮૩૮ કોન્ટ્રેકટસમાં રૃ.૬૬૮.૨૮ કરોડના ટર્નઓવરે ૬.૫૦ સામે ૬.૯૦ ખુલી નીચામાં ૫.૮૦તી ઉપરમાં ૭.૯૦ સુધી જઈ છેલ્લે ૭.૯૦ હતો. નિફટી ૫૧૦૦નો પુટ ૮૦.૬૦ સામે ૬૧ ખપુલી ઉપરમાં ૮૪.૯૦થી નીચામાં ૬૧ થઈ છેલ્લે ૬૯ હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બાયબેક ઓફર ૧, ફેબુ્ર.ના ખુલા પૂર્વે રૃ.૨૮ ઉછળીને રૃ.૮૧૮
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં કંપનીની શેરદીઠ મહતમ રૃ.૮૭૦ ભાવ સુધીની રૃ.૧૦૪૪૦ કરોડ મહત્તમ રકમની બાયબેક ઓફર, ૧ ફેબુ્રઆરી ૨૦૧૨ના કુલા પૂર્વે શેરમાં ફંડો, ઈન્વેસ્ટરોની લેવાલીનાં આકર્ષણે આજે શેર રૃ.૨૭.૫૦ ઉછળીને રૃ.૮૧૭.૬૦ રહ્યો હતો.
ડોલર રૃ.૫૦.૫૦થી તૂટીને રૃ.૪૯.૩૦, ઈન્ફોસીસ નેગેટીવ સમાચાર છતાં શેર રૃ.૬૦ ઉછળ્યો
એફઆઈઆઈની શેરોમાં વધતી ખરીદી સાથે રૃપિયા સામે ડોલર તૂટતો જઈને આજે રૃ.૫૦.૧૦થી ગબડી રૃ.૪૯.૩૧ થઈ જવા છતાં અને ઈન્ફોસીસ ટેકનોલોજીસના યુએસ.એકમમાં કંપનીના કર્મચારીએ જ ંકપની દ્વારા વીસાનો દુરૃપયોગ થતો હોવાના નેગેટીવ અહેવાલ છતાં આઈટી શેરોમાં વિપરીત ચાલે તેજી હતી. ઈન્ફોસીસ રૃ.૬૦.૮૫ ઉછળીને રૃ.૨૭૨૦.૬૦, ટીસીએસ રૃ.૧૨.૧૦ વધીને રૃ.૧૧૦૮.૮૫, એમ્ફેસીસ રૃ.૧૩.૬૫ વધીને રૃ.૩૮૦.૦૫, ફાઈનાન્શિયલ ટેકનોલોજી રૃ.૧૭.૫૫ વધીને રૃ.૭૨૯.૭૦, એચસીએલ ટેકનોલોજી રૃ.૭.૪૦ વધીને રૃ.૪૨૭.૯૦, ઓરેકલ ફીનસર્વ રૃ.૧૪.૩૦ વધીને રૃ.૧૯૬૯.૫૫, ટેક મહિન્દ્રા રૃ.૧૧.૬૫ વધીને રૃ.૬૩૮.૪૫ રહ્યા હતા.
સેઈલમાં રૃ.૫થી ૧૦ ડિવિડન્ડ ? શેેર રૃ.૭ વધીને રૃ.૧૦૫ ઃ સેસાગોવા, સ્ટરલાઈટમાં ચળકાટ
સેઈલમાં શેરદીઠ રૃ.૫થી ૧૦ ડિવિડન્ડ જાહેર થવાની ચર્ચા વચ્ચે શેરમાં બે દિવસથી નીકળેલી લેવાલી આજે વધતાં શેર રૃ.૬.૯૦ વધીને રૃ.૧૦૫.૧૫ સેસા ગોવા રૃ.૧૩.૭૦ વધીને રૃ.૨૧૩.૭૫, સ્ટરલાઈટ ઈન્ડસ્ટ્રી રૃ.૬.૨૫ વધીને રૃ.૧૨૦.૧૫, હિન્દુસ્તાન ઝીંક રૃ.૫.૩૫ વધીને રૃ.૧૩૩.૭૫, ટાટા સ્ટીલ રૃ.૧૩.૭૫ વધીને રૃ.૪૫૮.૭૫, ભૂષણ સ્ટીલ રૃ.૯.૯૦ વધીને રૃ.૩૫૦.૧૫, હિન્દાલ્કો રૃ.૨.૪૦ વધીને રૃ.૧૪૪.૪૫ રહ્યા હતા. યુરોપના બજારોમાં નરમાઈ સામે લંડન મેટલ એક્સચેન્જમાં નોન-ફેરસ મેટલના સ્ટોકમાં ઘટાડા વચ્ચે કોપર સહિતના ભાવોમાં તેજીની અસર પણ સ્થાનિકમાં જોવાઈ હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઈઝરાયેલમાં એક વર્ષના બાળકો બચકું ભરતાં ૩૫ સે.મી. લાંબા સાપનું મૃત્યુ !
અમેરિકન ચેલને દેવ-દેવીઓમ 'વીડ' ગણાવતો શબ્દ દૂર કર્યો
દેખાવકારોના રોષથી વડાપ્રધાન જુલિયાને ઉગારી લેતા સલામતી રક્ષક
ગ્રીસમાં બે દિવસમાં બે શક્તિશાળી ભૂકંપ
અમેરિકા આગામી દસ વર્ષમાં સંરક્ષણ બજેટમાં ૪૮૭ અબજ ડોલરનો કાપ મૂકશે
FII આક્રમક મૂડમાં ઃ રિલાયન્સની આગેવાનીએ નિફટી ૫૨૦૦ની સપાટી કુદાવી ૫૨૦૫
કરન્સીના રિસ્કના હેજીંગ માટે બેંકો નીતિ તૈયાર કરશે
એનપીએની છેલ્લી પરિસ્થિતિની માહિતી રિઝર્વ બેંક મેળવશે
ડાયરેક્ટ ટેક્સીસ કોડના અમલમાં વધુ એક વર્ષના વિલંબની શક્યતા
સેબી સંપૂર્ણ નાણાં ક્ષેત્રમાં સમાન કેવાયસી ધોરણો લાવશે
અમિતાભ બચ્ચન અને રજનીકાંત ૨૧ વર્ષે ફિલ્મમાં સાથે કામ કરવા તૈયાર
કરણ જોહર રિતેશ અને જેનેલિયાના સંગીત સમારોહનું દિગ્દર્શન કરશે
અભિષેક બચ્ચને અબ્બાસ-મસ્તાનની ફિલ્મના રૃા.૨.૮ કરોડ જતા કર્યાં
આમિર ખાનની આગામી ફિલ્મનું ડિજિટલ પોસ્ટર ફેસબુક પર રિલીઝ થયું
'બેવફા' બાદ 'હીરોઈન'માં કરીનાને લતા મંગેશકરનો કંઠ મળશે
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ ભારત પર વ્હાઇટવોશનુ કલંક નિશ્ચિત
ભારતના ચારેક ખેલાડીઓ ઓસ્ટ્રેલિયામાં કારકિર્દીની આખરી ટેસ્ટ મેચ રમ્યા
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેંડુલકર પ્રથમ વખત ટેસ્ટ સદીથી વંચિત
નડાલે ફેડરરને અને યોકોવિચે મરેને સ્પર્ધામાંથી બહાર કર્યા
પેસ-સ્ટેપાનીકની જોડી મેન્સ ડબલ્સની ફાઇનલમાં
રૃપિયો, સેન્સેકસ અને નિફટી અઢી મહિનાની ટોચે પહોંચ્યા
યાસીન ભટકલે બનાવટી સિમકાર્ડના નકલી દસ્તાવેજ માત્ર ૩ રૃ.માં મેળવેલા
પૂણેના બસ ડ્રાઇવરના આતંકવદ સાથે સંબંધ તપાસતી પોલીસ
રિટેલમાં FDIને ,સદંતર પડતી મૂકાઈ નથી ઃ આનંદ શર્મા
ગ્રામસભાઓ દેશની સંસદ કરતાં પણ ઉપર છે ઃ અણ્ણા હઝારે
માધવ માસે, વસંત વિલાસેઃ આજે વસંતપંચમી
તાલાલા પંથકમાં ૩.૩નો ભૂકંપ, કચ્છમાં પણ ૮ વાર કંપી ધરતી
બહેનની લાશને બહાવરા ભાઇએ પાંચ-સાત દિ' ઘરમાં સંઘરી રાખી
રાવપુરાના PSI ડીસમીસ ઃ જાપ્તો નક્કી કરનાર હેડક્વાર્ટરના PI સસ્પેન્ડ
અંકલેશ્વરમાં ભરશિયાળે કાચી કેરીઓના વેચાણથી કુતૂહલ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

હોંગકોંગ એરપોર્ટના ઘુમ્મસ સામે ગુજરાતી ટેક ઓફ
ફેસબુક પર ફાંકા સિક્યુરીટીમાં બાંખા
સ્કૂલ શિક્ષણની એસેસરીઝ બદલાઈ ગઈ છે
બાળકનો ઉત્સાહ વધારી તેનો ડર ઘટાડતાં રહો
કુમળા શિશુની સંભાળ કેમ લેશો?
પાણીદાર તરબૂચના ફાયદા
શું તમે અંડર એસ્ટિમેશનના શિકાર છો?
ફેસ સીરમ શું છે અને તેને કેવી રીતે વાપરશો?
  More Stories
 

વર્ષ-2012ના એવોર્ડઝ, જુઓ Latest Updates...

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

ભારતનો ૬૩મો પ્રજાસત્તાક દિવસ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved