Last Update : 28-Jan-2012,Saturday
 

અઠવાડિક ભવિષ્ય તા. ૨૯-૧-૨૦૧૨ રવિવારથી તા.૪-૨-૨૦૧૨ શનિવાર સુધી

મેષ (અ.લ.ઈ.)

 

આપે વ્યાવહારિક, સામાજીક, કૌટુંબિક કામમાં ઉતાવળ, ઉશ્કેરાટ, ગુસ્સો કર્યા વગર શાંતિથી સમય પસાર કરવો. આરોગ્યની કાળજી રાખવી. વાહન શાંતિથી, ધીમેથી ચલાવવું. યાત્રા પ્રવાસમાં, રસ્તામાં આવતા જતા કે ખરીદી દરમિયાન પૈસા-પાકીટ-મોબાઈલ અન્ય ચીજવસ્તુનું ઘ્યાન રાખવું. નોકરી-ધંધાના કામમાં, સંયુક્ત કામમાં, જવાબદારીમાં તમે તકલીફ, ચંિતા-મુંઝવણ અનુભવો. રાજકીય, સરકારી, ખાતાકીય કામમાં વિલંબ થાય, રૂકાવટ અનુભવાય. તા. ૨૯ જાન્યુ. રવિ વધારાનો ખર્ચ થાય, ચંિતા અનુભવાય. ૩૦ જાન્યુ. સોમ કોઈપણ કામમાં ઉતાવળ, ગુસ્સો કરવો નહીં. ૩૧ મંગળ ધર્મકાર્ય થાય, નોકરી-ધંધાના કામમાં ચંિતા, વ્યસ્તતા રહે. ૧. ફેબુ્ર બુધ બપોર પછી હળવાશ, રાહત થતી જાય. ૨ ગુરૂ કામકાજની વ્યસ્તતા પરંતુ વાહન ધીમે ચલાવવું. ૩ શુક્ર કૌટુંબિક, સામાજીક, વ્યવહારિક કામમાં ઘ્યાન આપવું પડે. ૪ શનિ આકસ્મિક કોઈને મળવાનું થાય, બહાર જવાનું થાય.

 

વૃષભ (બ.વ.ઉ.)

 

નોકરી-ધંધાના કામ અંગે યાત્રા પ્રવાસ થાય, બહાર જવાનું થાય, કામની વ્યસ્તતા રહે. સાંસારીક, વ્યવહારીક, સામાજીક કે કૌટુંબિક પ્રશ્ને ખર્ચ થાય, ચંિતા, વિવાદ, વ્યસ્તતામાં રહેવાનું થાય. આક્ષેપ-અપયશ-ટીકા ટીપ્પણથી સંભાળવું પડે. નોકરી-ધંધામાં હરિફવર્ગનો સામનો કરવો પડે. માનસિક પરિતાપ રહે. માણસોની તકલીફ, ગેરહાજરી, સ્થળાંતરના કારણે તમારા રોજીંદા કામમાં રૂકાવટ, મુશ્કેલી અનુભવો. બહારગામ કે પરદેશમાં રહેતા સગા સંબંધી મિત્રવર્ગની ચંિતા-મુંઝવણમાં અટવાયેલા રહો. તા. ૨૯ જાન્યુ. રવિ કામકાજમાં સાનુકુળતા, હળવાશ રહે. ૩૦ સોમ શાંતિથી પોતાનું તેમજ અન્યનું કામકાજ કરવું. ૩૧ મંગળ નોકરી-ધંધાના કામમાં જાગૃતિ-સાવધાની રાખવી. ૧ ફેબુ્ર બુધ માનસિક, શારીરિક શ્રમ-થાક-અસ્વસ્થતા અનુભવો. ૨ ગુરૂ કોઈપણ પ્રશ્નમાં, વાતચીતમાં ઉશ્કેરાટ, ઉતાવળ કર્યા વગર આગળ વધવું. ૩ શુક્ર શાંતિથી દિવસ પસાર કરવો. ૪ શનિ વિલંબમાં પડેલ કામ ઉકેલાય, હળવાશ રહે.

 

મિથુન (ક.છ.ઘ.)

 

નાણાંભીડ, નુકસાની, બંધન, ચંિતામાંથી સમય પસાર કરવો પડે. આકસ્મિક વધારાનો ખર્ચ થાય. ખાવાપીવામાં, હરવા ફરવામાં, વાહન ચલાવવામાં ઘ્યાન રાખવું પડે. ભાઈભાંડુ, નોકરચાકર, સહકાર્યકર, ઉપરીવર્ગના પ્રશ્નમાં વિવાદ, અપયશ, ટીકાટીપ્પણથી અટવાયેલા રહો. દાંત-દાઢ-ખભા-ગુદામાં પેશાબમાં દર્દપીડાની ઉપેક્ષા કરવી નહીં. વ્યવહારીક, સામાજીક, કૌટુંબીક કે નોકરી-ધંધાના સંબંધ-વ્યવહારમાં વધારાનો ખર્ચ થાય. તા. ૨૯ જાન્યુ. રવિ ઘર પરિવારના, સગા સંબંધી મિત્રવર્ગના કામની વ્યસ્તતા રહે. ૩૦ સોમ કામકાજમાં વ્યસ્તતા, સાનુકુળતા ૩૧ મંગળ વ્યવહારીક, સામાજીક, ધાર્મિક કામમાં, નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપવું પડે. ૧ ફેબુ્ર બુધ બપોર મન ચંિતા મુશ્કેલી ૨ ગુરૂ તન-મન-ધનથી-વાણીથી સંભાળવું. ૩ શુક્ર વધારાનો ખર્ચ ચંિતા દોડધામ ૪ શનિ વિચારોની દ્વિધા રહે, આળસ-કંટાળો જણાય.

 

કર્ક (ડ.હ.)

 

આપને નોકરી-ધંધાના કામકાજમાં સાનુકુળતા રહે. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ધંધો-આવક થાય. નોકરીમાં હળવાશ રહે, બહાર કે બહારગામ જવામાં, વ્યવહારિક, સામાજિક, ધાર્મિક કામમાં આનંદ રહે. જુના સંબંધો-સંસ્મરણો તાજા થાય. પત્નીના સ્વભાવ કે આરોગ્યના કારણે સાંસારીક જીવનમાં વિવાદ, તકલીફ અનુભવાય. પ્રેમ-મિત્રના-લાગણીના સંબંધમાં નાણાંનો વ્યય થાય, કૌટુંબિક સમસ્યાનો સામનો કરવો પડે. પુત્ર પૌત્રાદિકના કામમાં સાનુકુળતા રહે. તા. ૨૯ જાન્યુ. રવિ સગા સંબંધી મિત્રવર્ગને મળવાનું થાય. ૩૦ સોમ નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. ૩૧ મંગળ હૃદય મનને હળવાશ રહે. પ્રસન્નતા રહે. ૧ ફેબુ્ર બુધ બપોર પછી સંબંધીના પ્રશ્નમાં ચંિતા, ઉચાટ ૨ ગુરૂ શેરોના-નોકરી ધંધાના કામમાં સંભાળવું પડે. ૩ શુક્ર ઉતાવળીયો કોઈ નિર્ણય કરવો નહીં. ૪ શનિ અન્યના કારણે ખર્ચ-ચંિતા-વ્યસ્તતા રહે.

 

સંિહ (મ.ટ.)

 

યાત્રા પ્રવાસ- મીલન મુલાકાત, ધર્મકાર્ય, શુભ કાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે. નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા રહે. ધંધો-આવક થાય. નોકરીમાં યશ, સફળતા મળે. અન્યના સહકારથી તમારું કામ સરળતાથી ઉકેલાય. નવા કામના આયોજન અંગે ચર્ચા વિચારણા થાય. મકાન-જમીન-વાહનની ખરીદી કે વેચાણનો પ્રશ્ન, દસ્તાવેજી કાનૂની કાર્યવાહીનો પ્રશ્ન ઉકેલાય. સંતાનના વિદ્યા ભણતર, વિવાહ લગ્નનના પ્રશ્નમાં ઘ્યાન આપી શકો. તા. ૨૯ જાન્યુ. રવિ ખાવા પીવામાં, હરવા ફરવામાં ઘ્યાન રાખવું. ૩૦ સોમ ચંિતા વ્યથાથી મુક્ત રહી શાંતિ, હળવાશ અનુભવો. ૩૧ મંગળ હૃદ.-મનની પ્રસન્નતા-આનંદ રહે. ૧ ફેબુ્ર બુધ નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. ૨ ગુરૂ સગા સંબંધી મિત્રવર્ગના કામની ચંિતા વ્યસ્તતા જણાય. ૩ શુક્ર વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૪ શનિ કામકાજમાં સાનુકુળતા વધારાનું કામકાજ થાય.

 

કન્યા (પ.ઠ.ણ.)

 

પુત્ર પૌત્રાદિકના કામ અંગે ચંિતા રહે. નોકરી-ધંધાના શેરોના કામકાજમાં ઉતાવળીયા જોખમી નિર્ણયો કરવા નહીં. શારીરિક-માનસિક આંતરિક અસ્વસ્તા, બેચેની-મુંઝવણના કારણે ધાર્યું કામકાજ થાય નહીં. નોકરી-ધંધાના કે વ્યવહારીક, સામાજીક, કૌટુંબીક વિવાદી પ્રશ્નમાં, કાનૂની પ્રશ્નમાં સંભાળવું પડે. નાણાંકીય જવાબદારીવાળા કામમાં, લેખીત કે મૌખીક કાર્યવાહીમાં આપ બંધનમાં આવી ન જાવ તેની તકેદારી, સાવધાની રાખવી. તા. ૨૯ જાન્યુ. રવિ કામકાજમાં સાનુકુળતા, આનંદ રહે. ૩૦ સોમ શારીરિક-માનસિક શ્રમ થાક અનુભવાય. ૩૧ મંગળ ઇચ્છા-અનિચ્છાએ કામની વ્યસ્તતામાં રહેવું પડે. ૧ ફેબુ્ર બુધ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ હળવાશ અનુભવતા જાવ. ૨ ગુરૂ નોકરી ધંધાની કે અન્ય મુલાકાતમાં સંભાળવું. ૩ શુક્ર વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો. ૪ શનિ નોકરી ધંધાના કે અન્ય કામમાં ચંિતા બેચેની રહે.

 

તુલા (ર.ત.)

 

હૃદય-મનની આંતરિક વ્યથા-ચંિતા-મુંઝવણમાં એકલા એકલા વિચારોમાં અટવાયેલા રહો. માતૃપક્ષના તેમજ પુત્ર પૌત્રાદિકના પ્રશ્નમાં, મકાન-વાહન-મીલકતના પ્રશ્નમાં, આડોશ-પાડોશ-મિત્રવર્ગના વ્યવહાર, સંબંધમાં આપને શાંતિ, રાહત જણાય નહીં. ધર્મકાર્ય થાય પરંતુ એકાગ્રતા જળવાય નહીં. વ્યવહારીક, સામાજીક, કૌટુંબીક પ્રસંગ, પ્રશ્નમાં તમારી ઉપેક્ષા, અપમાન થતું જણાય. તા. ૨૯ જાન્યુ. રવિ વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપવું પડે. ૩૦ સોમ હળવાશ રાહત રહે, કામ ઉકેલાય. ૩૧ મંગળ નિકટના સગા સંબંધી મિત્રવર્ગને મળવાનું થાય, આનંદ રહે. ૧ ફેબુ્ર બુધ બપોર પછી ચિતા ઉપાધિ ૨ ગુરૂ હૃદય-મનને શાંતિ જણાયનહીં. ૩ શુક્ર તન-મન-ધનથી-વાહનથી સંભાળવું પડે. ૪ શનિ ચંિતા-વ્યથા હળવી થાય, ઘર-પરિવારના કામમાં ઘ્યાન આપી શકો.

 

વૃશ્ચિક (ન.ય.)

 

નોકરી-ધંધાના કામમાં, સગા સંબંધી-મિત્રવર્ગના કામકાજમાં, માણસોની તકલીફના કારણે તમે મુશ્કેલી અનુભવો. ચંિતામાં રહો. સાંસારીક પ્રશ્નમાં ચંિતા રહે. કૌટુંબીક કે બાહ્ય ભાગીદારીવાળા ધંધામાં ધંધાકીય પ્રશ્નો મિલકતના પ્રશ્ને, ધંધાની જગ્યાના પ્રશ્ને ચંિતા રહે. તા. ૨૯ જાન્યુ. રવિ સગા સંબંધી મિત્રવર્ગને મળવાનું થાય. સીઝનલ ધંધો થાય. ૩૦ સોમ પોતાના કાર્યક્ષેત્રમાં ખટપટ-વિવાદ કરનારથી સંભાળવું પડે. ૩૧ મંગળ ધર્મકાર્યમાં અન્યના કારણે એકાગ્રતા જળવાય નહીં. ૧ ફેબુ્ર બુધ માનસિક પરિતાપ વિચારોની દ્વિધા રહે. ૨ ગુરૂ સાંસારીક પ્રશ્નમાં, જાહેર સંસ્થાકીય કામમાં સંભાળવું પડે. ૩ શુક્ર શાંતિથી, ધીરજથી કામકાજ કરવું ૬ શનિ તન-મન-ધનથી વાહનથી સંભાળવું પડે.

 

ધન (ભ.ધ.ફ.ઢ.)

 

આપને આપના કુટુંબ-પરિવાર-મિત્રવર્ગના તેમજ નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. વધારાનો ખર્ચ થાય, યાત્રા પ્રવાસ મીલન મુલાકાત થાય પરંતુ આનંદ રહે. ભૂતકાળનાં સંસ્મરણો તાજા થાય. પરદેશમાં રહેતા સગા સંબંધી મિત્રવર્ગમાં બિમારી ચંિતાનું આવરણ આવી જાય. તમારા સ્થાનિક કામમાં રૂકાવટ ચંિતા મુશ્કેલી અનુભવાય. પુત્ર પૌત્રાદિકના વિદ્યા ભણકર, વિવાહ લગ્ન કે નોકરી ધંધાના કામમાં સાનુકુળતા રહે. આપે આંખમાં, પગ-થાપાના સાંધામાં દર્દ પીડાથી ઉઠવા બેસવામં, વાહન ચલાવવામાં તકલીફ અનુભવવી પડે. તા. ૨૯ જાન્યુ. રવિ શાંતિથી કામ કરવું, ચર્ચા વિચારણામાં સંભાળવું પડે. ૩૦ સોમ નોકરી ધંધાના કામમાં સાનુકુળતા રાહત ૩૧ મંગળ ઘર પરિવારના ધર્મકાર્ય કે વ્યવહારીક, સામાજીક કામમાં ઘ્યાન આપી શકો. ૧ ફેબુ્ર બુધ વધારાના કામની જવાબદારી ચંિતા વ્યસ્તતા રહે. ૨ ગુરૂ નુકસાન વિવાદ થાય તેવું કામ કરવું નહીં. ૩ શુક્ર સરકારી રાજકીય કાનૂની કામમાં સંભાળવું પડે. ૪ શનિ હળવાશ આનંદ રહે, બહાર જવાનું થાય.

 

મકર (ખ.જ.)

 

ચિત્ત ભ્રમ-બુદ્ધિભ્રમના કારણે તમારા કે અન્યના કામને ભૂલી જાવ અથવા કામની એકાગ્રતા, સાનુકુળતા જણાય નહીં. વાતવાતમાં ઉશ્કેરાટ-ગુસ્સો આવી જાય. તમારું બોલેલું સામી વ્યક્તિને ગમે નહીં અને સામી વ્યક્તિનું બોલેલું તમને પસંદ પડે નહીં. સામાન્ય વાતમાં તમે શંકા, વિચારો, નકારાત્મકતા ને દ્વિધામાં અટવાયેલા રહો, રાત્રે ઊંઘ આવે નહીં. સગા સંબંધી મિત્રવર્ગના, ઘર પરિવારના, નોકરી ધંધાના કામમાં આપે સાવધાની રાખવી પડે. તા. ૨૯ જાન્યુ. રવિ આકસ્મિક કોઈને મળવાનું થાય કે આપના ઘેર કોઈનું આગમન થાય. ૩૦ સોમ ઘર, પરિવારમાં, મિત્રવર્ગ કે આડોશ પાડોશમાં ચંિતા-વિવાદથી કંઈ ગમે નહીં. ૩૧ મંગળ નોકરી-ધંધાનું કામકાજ શાંતિથી કરવું. ૧ ફેબુ્ર બુધ શેરોના, અનાજ કરીયાણાના, તેલના વેપાર-ધંધામાં, નોકરીના કામકાજમાં સંભાળવું પડે. ૨ ગુરૂ પુત્ર પૌત્રાદિકના પ્રશ્નમાં ચંિતા રહે. ૩ શુક્ર નોકરી ધંધાના કે સંતાનને લગતા પ્રશ્નમાં ઉતાવળ કરવી નહીં. ૪ શનિ વિલંબમાં પડેલા કામ માટે દ્વિધા-ચંિતામાં અટવાયા કરો.

 

કુંભ (ગ.શ.સ.ષ.)

 

પોતાની જીદ મુમત અહમના ટકરાવમાં મોટું નુકસાન થાય, તકલીફ મુશ્કેલીમાં આવી જાવ. જાહેર, સંસ્થાકીય કામમાં, વ્યવહારીક, સામાજીક, કૌટુબીક પ્રશ્નમાં, સંતાનના પ્રશ્નમાં, પત્ની સાથેના અણબનાવમાં, છુટાછેડાની કાનૂની કાર્યવાહીમાં આપના સમય-નાણાંનો વ્યય થાય. તમારે પસ્તાવો કરવો પડે, તમારી પીછેહઠ થાય. નોકરી ધંધાના કામમાં એકાગ્રતા જળવાય નહીં. ઇન્કમટેક્સ-સેલ્સટેક્સના પ્રશ્ને, હિસાબી લેવડ દેવડના પ્રશ્ને, બેંક હપ્તાની ચૂકવણીના કે ખાનગી ઉઘરાણીના ચૂકવણીના પ્રશ્ને ચંિતા-ભય-ડર, મુશ્કેલીમાં સમય પસાર કરવો પડે.તા. ૨૯ જાન્યુ. રવિ ઘર-પરિવારના કામ અંગે ચર્ચા-વિચારણા થાય. ૩૦ સોમ યાત્રા પ્રવાસ મુલાકાતમાં સંભાળવું. ૩૧ મંગળ નોકરી ધંધાના કામમાં ઇચ્છા-અનિચ્છાએ બહાર જવાનુ ંથાય, કંટાળો અનુભવાય. ૧ ફેબુ્ર બુધ ચંિતા વ્યથા મુશ્કેલીમાં વધારો થાય. ૨ ગુરૂ બુધ જીદ-મુમત-અહમના કારણે અગત્યના પ્રશ્ને તમારી પીછેહઠ થાય, પસ્તાવો કરવો પડે. ૩ સુક્ર ઘર-પરિવારના સંતાનના નોકરી ધંધાના પ્રશ્નમાં સંભાળવું પડે. ૪ શનિ વાણીમાં મીઠાશ ને વ્યવહારમાં નમ્રતા રાખવી.

 

મીન (દ.ચ.ઝ.થ.)

 

આપની વાણી-વ્યવહાર-વર્તનના કારણે, નિષ્ફળતાના કારણે તકલીફમાં મુકાવું પડે. નોકરી ધંધામાં લોભ લાલચમાં ખેંચાવું નહીં. કોઈની વાતોથી, દેખાદેખીથી પ્રભાવિત થવું નહીં. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્નમાં ચંિતા-ઉચાટ-વ્યગ્રતા-બેચેની રહે. તે સિવાય ધર્મકાર્ય શુભકાર્યથી આનંદ રહે. તમારા રોજીંદા કામમાં ઘ્યાન આપી શકો. વધારાનું કામ કરી શકો. બહાર કે બહારકામ જવાનું થાય. શેરોની લે-વેચમાં, ધંધાની જગ્યા, વાહનની ખરીદીમાં કે ઘરની જરૂરિયાતને લગતી ચીજવસ્તુની ખરીદીમાં ઘ્યાન આપી શકો. અવિવાહીતને વિવાહ-લગ્નની વાતચીત-મુલાકાત-યાત્રા પ્રવાસનું આયોજન ગોઠવાય. તા. ૨૯ જાન્યુ. રવિ ચંિતા પણ રાહત, હળવાશ ૩૦ સોમ રોજીંદા તેમજ અન્ય વધારાના કામની વ્યસ્તતા ૩૧ મંગળ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૧ ફેબુ્ર બુધ દ્વિધા ચંિતા પણ કોઈને મળવાનું થાય. ૨ ગુરૂ મહત્વની મુલાકાત ચર્ચા વિચારણા નિર્ણયમાં સંભાળવું પડે. ૩ શુક્ર આપના તેમજ અન્યના કામની ચંિતા વ્યસ્તતા રહે. ૪ શનિ ઘર પરિવાર, સગા સંબંધી મિત્રવર્ગથી ખર્ચ થાય, ચર્ચા વિચારણા થાય.

[Top]
 
 
 

વર્ષ-2012ના એવોર્ડઝ, જુઓ Latest Updates...

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

ભારતનો ૬૩મો પ્રજાસત્તાક દિવસ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved