Last Update : 28-Jan-2012,Saturday
 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૮-૧-૨૦૧૨ શનિવાર
માહ સુદ પાંચમ - વસંત પંચમી
પંચક છે - શિક્ષપત્રી જયંતી
જૈન શંખેશ્વર તીર્થ વર્ષગાંઠ

દિવસના ચોઘડિયા ઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા ઃ લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.

અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૨૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૩ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૭ ક. ૧૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૧ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૭ ક. ૧૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૭ મિ.
નવકારસી સમય ઃ (અ) ૮ ક. ૧૦ મિ. (સૂ) ૮ ક. ૦૬ મિ. (મું) ૮ ક. ૦૩ મિ.
જન્મ રાશિ ઃ આજે જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ ઉત્તરા ભાદ્રપદ રાત્રે ૯ ક. ૦૭ મિ. સુધી પછી રેવતી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-મકર, મંગળ-સંિહ, બુધ-મકર, ગુરુ-મેષ, શુક્ર-કુંભ, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-મીન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૩, ખર સં. જૈનવીર સંવત ઃ ૨૫૩૮
ઉત્તરાયણ શિશિર ૠતુ રા.દિ. મા. ૮/ માસ તિથિ-વાર- માહ સુદ પાંચમ ને શનિવાર.
આજે વસંત પંચમી છે. શ્રી મદન પંચમી પંચક છે. લાલા લજપતરાય જયંતિ છે. આચાર્ય સુંદર સાહેબ જયંતી (સચ્ચિદાનંદ સંપ્રદાય) શ્રીપંચાંગ - સરસ્વતીપૂજા, પોરબંદર, મદનમોસીજીનો પાટોત્સવ.
શિક્ષાપત્રી જયંતી ઃ અમદાવાદ, કાલુપુર સ્વા. મં. હવેલીમાં ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ. મૂળી મંદિરમાં રાધાકૃષ્ણ દેવનો પાટોત્સવ, તેમજ સમૈયો. અટલાદરામાં સમૈયો. દિલ્હી તથા મહેળાવ બી.એ.પી.એસ. મંદિરના પાટોત્સવ શ્રી મુનિ સુવ્રત સ્વામિ જિનાલય થાણા તીર્થ વર્ષગાંઠ. શ્રી શંખેશ્વર મહાતીર્થ વર્ષગાંઠ.
મુસલમાની હિજરીસન ઃ ૧૪૩૩ રબીઉલ અવ્વલ માસનો ૪ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ શહેરેવર માસનો ૧૩ રોજ તીર

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ વસંત પંચમીના આજના દિવસે નોકરી-ધંધાના તેમજ વ્યવહારિક, સામાજીક, કૌટુંબીક સબંધો તાજા થાય. યાત્રા-પ્રવાસ મુલાકાત થાય.
વૃષભ ઃ આજે વસંત પંચમીનો દિવસ નોકરી-ધંધાના કામમાં લાભદાયી રહે. ધંધો મળે, આવક થાય. નવી ઓળખાણ-મિત્રતા થાય.
મિથુન ઃ આપના રાજકીય - સરકારી ખાતાકીય સંબંધો-વ્યવહારમાં, નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપવું પડે. વધારાનો ખર્ચ થાય.
કર્ક ઃ ધર્મકાર્ય- શુભકાર્ય આજે વસંત પંચમીના દિવસે થઇ શકે. નોકરીમાં સાનુકુળતા રહે. ધંધામાં આવક થાય, વધારો થાય.
સંિહ ઃ આજે આપે ખાવાપીવામાં, હરવા ફરવામાં, નાણાંકીય કામગીરીમાં તેમજ પૈસા-પાકીટ મોબાઇલ- વાહનથી ઘ્યાન રાખવું પડે.
કન્યા ઃ આપના જુના નવા સંબંધો, સંસ્મરણો તાજા થાય પરંતુ બહાર કે બહારગામના નોકરી-ધંધાના કામમાં સંભાળવું પડે.
તુલા ઃ વસંત પંચમીનો આજનો દિવસ યશ પદ ધનમાં વધારો કરાવે. ધંધામાં આવક થાય, માન સન્માન મળે. પુત્ર પૌત્રાદિકનું કામ થાય.
વૃશ્ચિક ઃ ધર્મકાર્યથી, શુભ કાર્યથી, નોકરી-ધંધાની કામગીરીથી આજનો દિવસ વઘુ વ્યસ્તતાવાળો રહેવા છતાં તમે આનંદમાં રહો.
ધન ઃ નિકટના સગા સંબંધી મિત્રવર્ગને મળવાનું થાય, નોકરી-ધંધાના કે વ્યવહારિક સામાજીક પ્રશ્ને મકાન જમીન વાહનના પ્રશ્ને ચર્ચા થાય.
મકર ઃ વસંત પંચમીનો આજનો દિવસ ધર્મકાર્ય શુભકાર્‌, યાત્રા-પ્રવાસ મુલાકાતથી વ્યસ્તતાવાળો રહે છતાં આનંદ અનુભવો.
કુંભ ઃ કૌટુંબીક, વ્યવહારિક, સામાજીક પ્રશ્નમાં, સગા સંબંધી મિત્રવર્ગના પ્રશ્નમાં, નોકરી-ધંધાના સંબંધમાં ચંિતા ખર્ચ જણાય. વિવાદથી દૂર રહેવું.
મીન ઃ વિચારોની એકાગ્રતા- સ્થિરતા શાંતિ રાખીને તમારું તેમજ અન્યનું કામકાજ કરવું. વઘુ પડતા ઉત્સાહ કે લાગણીમાં બોલબોલ કરવું નહીં.
- પ્રા. અગ્નિદત્ત પદ્‌મનાભ

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૮ જાન્યુઆરી


આજથી શરૂ થતું આપનું જન્મ વર્ષ આનંદ-ઉત્સાહનું રહેશે. વ્યવહારિક સામાજિક કામકાજ ઉકેલાય. તમારી આવક સંપત્તિમાં વધારો થાય. નોકરી-ધંધાના કામકાજમાં સાનુકુળતા રહેશે.
- આ વર્ષના પ્રારંભે નોકરી-ધંધામાં આકસ્મિક કોઇ લાભ ફાયદો થાય. જેમને નોકરી ના હોય તેમને નોકરી મળે. ધંધામાં આવક અટકી ગઇ હોય, ધંધો સ્થગિત થઇ ગયો હોય તેમને પણ ધંધો આવક આવવાની શરૂઆત થાય.
- આ વર્ષમાં મકાન જમીન મિલકત અંગેના પ્રશ્નમાં સંભાળવું પડે. વેચાણ કે ખરીદીમાં વર્ષના ઉત્તરાર્ધ ભાગમાં સાવધાની રાખવી. સંયુકત મિલકતના પ્રસ્નમાં જીદ મુમત ખેંચતાણના કારણે પ્રશ્ન ઉકેલાય નહિ.
- જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ તમારા આરોગ્યની બાબતમાં ઘ્યાન રાખવું જરૂરી રહેશે.
- સ્ત્રીવર્ગને વર્ષારંભે ધર્મકાર્ય શુભકાર્ય થાય. અવિવાહિતને વિવાહ લગ્નનું નક્કી થાય. પતિ સંતાન સુખમાં વધારો થાય. વર્ષનો ઉત્તરાર્ધ સગા સંબંધી મિત્રવર્ગથી તકલીફવાળો જણાય.
- વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસ માટેની તક મળે. કારકિર્દીની પ્રગતિ માટે વર્ષ મહત્વનું બની રહે. નાણાંકીય મદદ મળી રહે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગન અને મગન બગીચામાં બેઠા વાતો કરી રહ્યા હતા...‘‘મને એ નથી સમજાતું કે,’’ છગન બોલ્યો, ‘‘આપણને મરદ જેવો મરદ બિચારો કેમ કહેવાય છે ?’’
‘‘તારી વાત સાચી,’’ મગને કહ્યું, ‘‘કારણ કે રેલવે બાંધવાથી માંડી સ્ટીમ્બરો બાંધી, પૂલો બાંધવા, સંિહના શિકાર કરવા, યુદ્ધો લડવા વગેરે બઘું જ મરદ જ કરે છે પણ બિચારો પોતાના શર્ટના બટન ટાંકી શકતો નથી...’’

[Top]
 

આજ ની રેસીપી

 

જૈન પુલાવ વીથ કબાબ

 

સામગ્રી ઃ (કબાબ માટે) ૧ કપ ચણાની દાળ, ૧૦૦ ગ્રામ જરદાળુ, પ્રમાણસર મીઠું, ૧/૪ ચમચી ખાવાનો સોડા, ૧ ચમચી મરચાની ચટણી, ૬ પાઉની સ્લાઈસ ( ખુણા કાપેલી), ૧/૨ કપ ખમણેલું નાળિયેર, ૧/૨ કપ બારીક કરેલી કોથમીર, ૨ ચમચા તેલ, ૧ ચમચી લીંબુનો રસ, ૧ ચમચો ધાણા અને ખસખસનો અધકચરો ભૂકો.
પુલાવ માટે ઃ ૨ કપ બાસમતી ચોખા,૧ નાળિયેરનું જાડું દૂધ, ૧ કપ બારીક કોથમીર, ૧ ચમચો સાકર, ૧/૨ કિલો ટામેટા, ૨ ચમચી ઘી, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી મરચાની ચટણી, પ્રમાણસર મીઠું, ૧ ચમચી જીરું, ૧ ચમચી કોર્નફ્‌લોર, સુકો મસાલો, ૫ લવંિગ, ૧૦ મરીના દાણા, ૭ ઈલાયચી, ૪ તજના કટકા.
રીત ઃ (કબાબની) ચણાની દાળને સાત કલાક ઠંડા પાણીમાં પલાળો. પથ્થર પર વાટવી તેમાં જરદાળું સિવાય ઉપરનો બધો મસાલો નાખવો. પાઉં પાણીમાં પલાળી દબાવી નાખવા. જરદાળુને ૬ કલાક પાણીમાં પલાળવા. બહાર કાઢી લેવી. બદામને બારીક સમારી ભાત પર પાથરવી. દરેક જરદાળુના બે ભાગ કરવા.
ચણાની દાળનું પુરણ લઈ તેની હાથમાં નાની પુરી બનાવવી. તેમાં અડઘું જરદાળું મુકી બંધ કરવું. આ પ્રમાણે બધા કબાબ બનાવી ગરમ તેલમાં તળી બાજુ પર રાખવા.
પુલાવની રીત ઃ ટમેટાના બારીક ટુકડા કરી ઈલેક્ટ્રીક બ્લેન્ડરમાં ચર્ન કરી સૂપના સંચાની બારીક જાળીથી ગાળી લેવું.
૦ ચોખાને ૨ કલાક ભીંજવી છૂટો કરી જરા કડક ભાત બનાવો. તેમાં મીઠુ નાખી બાજુ પર મૂકી દેવું.
૦ નાળિયેરનું દૂધ અને ટમેટાનો રસ ભેગા કરી તેમાં કોર્નફ્‌લોર નાખી બરાબર હલાવવું. મીઠું, મરચું, મરચાની ચટણી અને સાકર નાળિયેરના દૂધમાં ભેગા કરી તે ગ્રેવી બાજુ પર રાખવી.
પુલાવ બનાવવા માટેના વાસણમાં ઘી ગરમ કરવા મુકવું. તેમાં જીરું નાખી બારીક કોથમીર નાખવી. નાળિયેરના દૂધની ગ્રેવી નાખી ભાત ઉમેરવો. સૂકો મસાલો ભેળવી વાસણ ઢાંકીને ધીમે તાપે ૧૦ મિનિટ ગેસ પર ચડવા દેવું.
૦ પીરસતી વખતે ભાત લાંબી પ્લેટમાં પાથરવો. તેના ઉપર તળેલા કબાબ ગોઠવવા. ઉપર બદામ ભભરાવવી.

ત્રિરંગી બટેટાંટોપ
સામગ્રી ઃ એક કિલો બટાટા, અડધો કિલો વટાણા, અડધો કીલો રતાળું, કોપરું, તજ, લવંિગ, તલ, લાલ દ્રાક્ષ, કોથમીર, આદુ-મરચાં, લસણ, વાટેલ સીંગદાણા, મીઠું, ખાંડ, હળદર, જોઈતા પ્રમાણમાં ગરમ મસાલો, ત્રણ ચમચા ઘઉંનો અથવા ચણાનો લોટ.
રીત ઃ સૌપ્રથમ બટેટાને બાફી તેનો છુંદો કરી નાખવો અને તેમાં થોડું મીઠું તેમજ ત્રણ ચમચા ઘઉંનો અથવા ચણાનો લોટ ભળી દેવો. રતાળુને વરાળથી બાફી નાખી તેનો છુંદો કરવો અને તેમાં પણ થોેડુંક મીઠું ભેળવવું. લીલા વટાણાને ગ્રાઈન્ડરમાં પીસી નાખવા ત્યારબાદ તજ લવંિગનો વઘાર કરી સાંતળવા અને તેમાં કોપરું થોડા તલ, લાલ દ્રાક્ષ, કોથમીર, આદુ, મરચાં, લસણ, વાટેલા સીંગદાણા ા, મીઠું, ખાંડ, હળદર, ગરમ મસાલો વગેરે સરખી રીતે મિક્સ કરી દેવો.
ત્યારબાદ કથરોટના જેવું પહોળું તપેલું લઈ તેમાં તેલ લગાવવું અને તેમાં બટેટાનો રોટલો થાપી મુકી દેવો. આ રોટલા ઉપર વટાણાનો જે મસાલો ઉપર તૈયાર કર્યો છે તેનું પડ પાથરવું અને આ પડની ઉપર રતાળુનો રોટલો બનાવી મુકી દેવો. ફરી તેના પર જેટલા પડ બનાવવા હોય તેટલા બનાવી શકાય છે. તપેલામાં તેલ જરા વધારે રેડવું અને તવેથા વડે સરખું ગોળ બનાવી દેવું. ત્યારબાદ વાસણને એકદમ ધીમા તાપે મુકવું અને લાલ રંગનું પડ થાય ત્યારે ઉતારી લેવું. ત્યારબાદ તેના પર કોથમીર અને કોપરાનું ડેકોરેશન કરવું. આ વાનગીને કેકની જેમ કાપી શકાશે અને ત્રણ રંગની દેખાશે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
બટાટાંની બરફી
સામગ્રી ઃ ૫૦૦ ગ્રામ બટાટા, ૧ કિલો સાકર, ૨૫૦ ગ્રામ માવો, એક છટાંક કોપરું, એક છટાંક કીસમીસ, એક તોલો ઈલાયચી, ૨ નંગ ચાંદીના વરખ, એક છટાંક પીસ્તા બદામ.
રીત ઃ બટાટા બાફી, છોલી, છીણી નાખો. ત્યારબાદ ઘીમાં સાંતળી નાખો, સાકરની જાડી ચાસણી કરી તેમાં બટાટાનું પુરણ, માવો કોપરું, કીસમીસ અને છેલ્લે બદામ નાખો. બઘુ ંએકરસ થાય અને પાણી બિલકુલ રહે નહિ ત્યાં સુધી હલાવો. થાળીમાં ઘી લગાવી તૈયાર થયેલા પુરણને તેના પર પાથરી દો, એલચીના દાણા, પીસ્તાના ટુકડા અને ચાંદીના વરખ, શોેભા માટે તેના પર લગાવો ઠરી ગયા પછી તેના કડકા કરો.

 

 

[Top]

વર્ષ-2012ના એવોર્ડઝ, જુઓ Latest Updates...

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

ભારતનો ૬૩મો પ્રજાસત્તાક દિવસ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved